Book Title: Swarup Avalokan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 254
________________ બંધાય છે. પુષ્પ ખીલે ત્યારથી કરમાય ત્યાં સુધી શોભા અને સુગંધ આપે છે. તેને ભોગ માટે લેવા જરૂરી નથી. તેના જેવા ગુણો લઈ મનુષ્ય અન્ય જીવોને આનંદ આપવો જોઈએ. કોઈ સાથે વેરભાવ ન થાય. વીતરાગદેવે અહિંસા જેવા આચરણથી જગતના જીવો પ્રત્યે કોમળતા દાખવી. કોઈ જીવ પૂર્વના સંબંધે ઉપસર્ગ કરે દુઃખ પહોંચાડે તો ય તે જીવો પ્રત્યે ક્ષમાભાવ રાખતા. તે વીતરાગદેવોની પૂજા કરતા આપણે તેવા ગુણો કેળવવાનો ભાવ રાખવો. પુષ્પોને ખૂબ કોમળભાવે જરૂર જેટલા જ લઈ પ્રભુચરણમાં વ્યવસ્થિત પૂજાની ગોઠવણી કરવી. જીવાતવાળા અધખીલેલા પુષ્પો ન લેવા. વૃક્ષો પર પુષ્પો શોભા આપે છે. અને પ્રભુ ચરણે તે જીવો રક્ષણ અને શાતા મેળવે છે. પુષ્પ પૂજા કરી તે જીવોના ભોગે શ્રાવક કંઈ ફળની આશા ન રાખે કેવળ અહોભાવથી પૂજા કરે. પુષ્પ જાણે નિર્જીવ હોય તેમ કાતરથી કાપે, સોયથી વિધે, પાણીમાં ઝબોળે, અને મૂર્તિની શોભા કરવાનો પ્રયાસ કરે, તો તે અવિવેક છે. પોતાના કોમળ પરિણામ કરવાને બદલે વીતરાગની મૂર્તિની કેવળ શોભા માટે પ્રયત્ન કરે તો પુષ્પપૂજાનું કંઈ પરિણામ ન આવે. પોતાના ભોગને બદલે ત્યાગ કેળવવાનો છે. વીતરાગદેવો વીતરાગભાવને કારણે અને તીર્થંકરપણાને કારણે અતિશયવાળા હોય છે. પોતાના આત્મગુણથી એવા હળવા પુગલવાળા હોય છે કે દેવો તેમને ચાલવા માટે કમળની રચના કરે પણ કમળને ઈજા ન થાય. જીવ માત્ર સાથે પ્રભુનો કરૂણા ભાવ હોય છે, અને સાતિશયનું પુણ્ય હોવાથી કુદરતી એવી રચના થાય છે. ૪. ધૂપ પૂજા: પ્રભુની અંગપૂજા એ પ્રથમ પ્રકાર છે. અગ્રપૂજા એ બીજો પ્રકાર છે. તેમાં ચોથી ધૂપ પૂજા છે. ગર્ભદ્વાર એટલે પવિત્ર સ્થાન. અશુદ્ધિ દૂર કરવા, ધૂપપૂજા કહી. વળી ધૂપનો ધૂમાડો ઉર્ધ્વગતિએ જાય છે તેમ જીવે ઉર્ધ્વગતિએ જવાનું છે. અશુભ અધ્યવસાયોની ગુરૂતા ત્યજી શુભભાવ વડે લઘુતા-વિવેક ગ્રહણ કરવાનો છે. અગ્નિના સંગથી જેમ ધૂપ બળે છે તેમ જિનદર્શન અને ધૂપપૂજાના સંગથી ઈચ્છાઓનું દહન થાય છે, કર્મો બને છે. અગ્રપૂજામાં ભાવને અગ્રભાગે રાખવાનો છે. જેથી નવા કર્મોનો પ્રવેશ ન થાય. સ્વરૂપ અવલોકન Jain Education International ૨૫૩ www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274