Book Title: Swarup Avalokan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 255
________________ ૫. દીપક પૂજા : દીપક જેમ અંધકાર દૂર કરે છે તેમ જ્ઞાન અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. કર્મના આવરણથી આત્માની શક્તિ આવરાઈ ગઈ છે તેની સુધારણા થાય છે. આત્માએ દીપકના પ્રકાશ સાથે ભાવથી આત્માના જ્ઞાનગુણનો પ્રકાશ કરવાનો છે અને અંતે કેવળજ્ઞાન સુધી પહોંચવાનું છે. આ દીપકપૂજામાં પણ અહિંસાનો ઉપયોગ રાખવાનો છે. આપણને પૂજાથી ફળ મળે અને દીપકના નિમિત્તે કૂદા જેવા જીવોની હિંસા થાય તેવો પ્રમાદ ન કરવો. દીપકને ફાનસ જેવા સાધનમાં મૂકવો. દીપક પૂજા કરતાં જીવે સંશોધન કરવું કે પોતે કેવો અંધકારમાં છે. જ્ઞાન મળ્યા પછી જીવ સંસારમાં રખડે તેવું બનતું નથી. જ્ઞાન સાથે ત્યાગ સહજ હોય છે તેની કોઈ સ્મૃતિ રહેતી નથી ત્યાગ એટલે કષ્ટ કે દુ:ખ નથી. પાંચે ઈન્દ્રિયોના વિષયો પર જાગૃતિ રાખીખે તો તેનો વેગ ઓછો થાય. તે માટે પ્રથમ આહાર-ઈંદ્રિયનો જય કરવો. પરપદાર્થના સંબંધને ઘટાડવા આ પ્રક્રિયા કરવાની છે. દુ:ખથી કે સમય પસાર કરવા પૂજન કરે તો પરીણામ પણ તેવું આવે. જ્ઞાનમય પ્રવૃત્તિ થાય તો સંસાર ટૂંકો થાય. દીપક જેમ બીજા પદાર્થોને પ્રકાશિત કરે છે તેમ દીપક પૂજા કરતાં આત્મભાવરૂપી જ્ઞાન પ્રગટ થાય. વિભાવભાવ દૂર થાય. આત્મા જ્ઞાનરૂપી પ્રકાશવાળો છે તેના આંશિક ભાવો પ્રગટે. પુદ્ગલભાવ હેય બને અને આત્મભાવ ઉપાદેય બને. જ્ઞાનજયોતથી જીવન પ્રકાશિત થાય. ૬. અક્ષત પૂજા ઃ અગ્ર પૂજામાં અક્ષત પૂજા તે અક્ષય-ક્ષાયિકભાવ માટે છે. સાથિયા દ્વારા ચારગતિનું સ્વરૂપ વિચારી તેનાથી મુક્ત થવાના ભાવ કરવાના છે. વળી ઉર્ધ્વગતિ એ જીવનો સ્વભાવ છે તેથી ભાવના કરવી. જિનપૂજાનો ભક્ત અધોગતિએ ન જાય. સંસારમાં મારું શ્રેય નથી. તેમ વિચારી અક્ષયપદની ભાવના કરવી. ૭. ફળ પૂજા : ફૂલ અને ફળ બંનેની પૂજામાં ફરક છે. ફૂલ પૂજા અંગ પૂજા છે. ફળ પૂજા અગ્ર પૂજા છે. ફૂલ કોમળ છે સુગંધિત છે તેથી તે અંગ પર મૂકાય છે. ફળ સઘન છે. તેમાં પાકવાની સડવાની ક્રિયા છે. પકવ થયા પછી વિકૃતિ થવા સંભવ છે. ફૂલમાં સૂકાવાની ક્રિયા છે. ૨૫૪ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274