Book Title: Swarup Avalokan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 248
________________ છોડી શુકલ ધ્યાન સુધી ચઢવું પડે છે. ધર્મ મોહને ત્યજવો પડે છે. કોઈપણ પ્રવૃત્તિ કર્મપોષક ન હોવી જોઈએ. કરૂણાભાવની સૂક્ષમતા માટે વ્રત પચ્ચખાણ ઉપદેશ્યા. તે અનુષ્ઠાનો કેવળ ક્રિયા નથી. કરૂણા પોતાના દેહ કે સ્વજન પુરતી રહે તે મોહ છે, શિષ્યમાં રહે તો તે પણ મોહ છે. આત્મા ધર્મ વગર દુઃખી થઈ રહ્યો છે તેવો ભાવ આવે ત્યારે સ્વકરૂણા પ્રગટે, તેવો આત્મા અન્યને કરૂણાભાવમાં લઈ જવા નિમિત્ત બને છે. અને સાચી દુઃખમુક્તિ અપાવે છે. મુનિઓના કરૂણાભાવથી તિર્યંચો પણ સમકિત પામ્યા છે તેવા દષ્ટાંતો પ્રેરણાદાયી છે. તિર્યંચો ભયમુક્ત થઈ જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરતા, અને ઉચ્ચગતિ તરફ પ્રયાણ કરતાં. મુનિને કરૂણાભાવ પ્રગટ કરવા પૂરી જીદંગી આપવી પડે છે, તે પછી કરૂણા સિદ્ધ થાય છે, નિમિત્ત કરૂણા બાહ્ય પરિસ્થિતિ પલટાતા શ્રાપરૂપે પરિણમે છે. દયા અને મોહભાવને ભેળસેળ કરવામાં આવે તો સંસાર વધતો જાય. કરૂણામય પરમાત્મા વીતરાગદેવોએ જગતમાં સાચા માનવધર્મની સ્થાપના કરી છે. કેવળ શાસ્ત્ર પુરતું મર્યાદિત ન રાખ્યું. જેઓ શાસ્ત્રની વ્યાખ્યામાં રાચ્યા તેઓ કરૂણા પ્રગટ ન કરી શકયા, શ્રાપને પ્રગટ કરી સ્વપર અકલ્યાણ કર્યું. સાચી કરૂણા ભાવમય થઈ પ્રગટ થતી રહે છે. કહેવાતા ધર્મગુરૂઓ અંધભક્તિમાં લોકોને દોરવી માનવ-માનવ વચ્ચેના સમાનભાવને ભૂલાવી દે છે. ધર્મ એ દ્વેષનું સાધન બની જાય છે. સાધર્મીને જમાડીને પ્રભાવના કરીને ફળની લાલચને પોષે છે અને ધર્મગુરૂને ચરણે પણ હિંસામય સાધનો ધરવામાં આંચકો લાગતો નથી. કર્મથી ક્રિયા અને ક્રિયાથી કર્મ ઉત્પન થતાં રહે છે. એવા કાર્યકરણને સમાવવા કરૂણા એ જ સમતાનું લક્ષણ છે. એ વાત સ્પષ્ટપણે સમજાય અને આચરણ થાય તો આત્મા વિનયી થઈ સરળ બને. ધર્મના નામે ધમાધમ કરે ધર્મ પ્રાપ્તિ ન થાય. પ્રભુ મહાવીર અત્યંત કરૂણાશીલ હોવા છતાં પૂર્ણજ્ઞાન પ્રગટ થયા પછી સંયતિધર્મની દેશના આપી. સાડાબાર વર્ષનું મૌન તે સ્વકરૂણા હતી. પૂર્ણ વિકાસ તરફની યાત્રા હતી. અંતિમ સમયે કાળ થોડો હતો. કરૂણાભાવના પૂર્ણ હતી. ભાષાવર્ગણાનો યોગ હતો તેથી ૪૮ કલાકની સતત ધારા છૂટી, તે દેશના આ પાંચમા કાળમાં મહાન ઉપકારરૂપ થઈ શાસ્ત્રમાં ગૂંથાઈ. સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૪૭. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274