Book Title: Swarup Avalokan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 242
________________ ક્ષમા અને કરૂણાનું સ્વરૂપ (શ્રી પર્યુષણપર્વનો ક્ષમાધર્મ) ક્ષમા કોઈ આત્માને દુભવવો તે અધર્મ છે. અને ક્ષમા રાખવી તે ધર્મ છે. આત્મા જ્ઞાતા દેષ્ટા છે, જાણે છે અને જુએ છે. નિમિત્તથી એમ જણાય કે કોઈએ મને દુઃખ આપ્યું. તેમાં પૂર્વ સંચિત કર્મનો દોષ છે તેવું સમજી સહી લેવું તે ગુણ છે. પ્રતિક્રિયા થવી તે કષાય છે. ક્ષમા રહેવી તે સ્વભાવ છે. તે કોઈ શ્રીમંત સબળ કે કહેવાતા ધર્મજનોનો ઈજારો નથી. જે ક્ષમા રાખે છે તે ધર્મ પામે છે. તેના ત્રણે યોગ સમતારૂપ છે. વિભાવથી બચવા માટે સ્વ-પર ક્ષમા ધર્મ આપ્યો. પૂર્ણપણામાં તે સ્વભાવરૂપ થવાથી ત્યાં તેના આચારનો વિકલ્પ નથી, ક્ષમા સહજ ધર્મરૂપ હોય છે. શરીરથી કોઈને મારવું નહી તે શારીરિક ક્ષમા છે, વચનમાં ગાંભિર્ય, સરળતા, સૌમ્યતા તે વચનની ક્ષમા છે. વિચારોની નિર્મળતા તે માનસિક સ્વક્ષમા છે. કર્મના ઉદયકાળે પરવૃત્તિમાં તાદાત્મ્ય ન થવું તે માટે તપરૂપ ક્ષમા છે. માનસિક ઉત્કટતામાં ન જવું તે સમજજ્ઞાનરૂપ ક્ષમા છે. સ્વનો આદર તે દર્શન છે. સહિષ્ણુતાથી વિભાવ શાંત થાય છે. માતા-પિતામાં ક્ષમા પ્રેમ-વાત્સ્યયરૂપે હોય છે. પુત્ર-પુત્રીમાં વિનયરૂપે હોય છે. રાજા-પ્રજામાં કૃપારૂપે હોય છે. ગુરૂ-શિષ્યમાં આત્મજ્ઞાનરૂપે હોય છે. મિત્રોમાં સરળતારૂપે હોય છે. આ રીતે ક્ષમા ધર્મ જગતમાં સંબંધોને નિરપેક્ષભાવે નિભાવી શકે છે. પહેલા ગુણસ્થાનકે જીવને જે ક્ષમાભાવ હોય તે ચોથામાં ખૂબ વિકાસ પામે. તેમ ઉત્તરોત્તર વિકસતા ક્ષમા સ્વભાવરૂપ થાય. આથી દરેક ભૂમિકાએ ક્ષમા આદરણીય છે. તે વડે અન્ય અવગુણ દબાય છે અને ગુણ વિકાસ થાય છે, વળી જ્ઞાન પ્રગટ થાય છે. ક્ષમા એ સ્વભાવનો અંશ છે. બીજાને ક્ષમા કરું કે આપું તેવો ભાવ નથી. બહાર ક્ષમા અને અંદર ઉકળાટ તેવું અજ્ઞાન નથી. કોઈ અજ્ઞાનના દોષે અન્ય તરફથી વેરભાવ ઉત્પન્ન થાય તો ય તેમાં પોતાનો દોષ જોઈ સહી લે અને ક્ષમા ગુણ બંને પક્ષમાં સ્થાપિત થાય તેવું વર્તન કરે. આર્તરૌદ્રધ્યાનથી બચે છે અને અન્યને પણ વારે છે. જો વેરભાવ સાથે વેર ઉત્પન્ન સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૪૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274