Book Title: Swarup Avalokan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 238
________________ થાય છે. વિવેક ધર્માધર્મનો ભેદ કરાવે છે. આત્મસુખ નિરુપાધિક છે. જયારે રિદ્ધિ વગેરેનું ગૌરવ મનમાંથી ખસે છે ત્યારે સ્વધર્મનું આરાધન થાય છે. વિચારશુદ્ધિના બળે પર પદાર્થો સાથે સુખદુઃખનો ભાવ શાંત થાય. આત્મ સુખ શું તેનું મૂલ્ય આત્મા સમજતો થાય. સાધુને જ્ઞાન અપેક્ષાએ નિસુખ વર્તે છે. મન, વચન, કાયાના યોગોનું રાગાદિમાં પ્રવર્તવું તે માયિક ભાવનો પ્રકાર છે. અપ્રતિબદ્ધપણે ઉદયકર્મને ભોગવવાં તે અમાયિકભાવ છે. ભૂલ સમજાવનાર ન હોય અને ભૂલ સમજતો ન હોય એટલે બાળભાવ સેવે તે અજ્ઞાન છે, તે આત્મા પંડિતમરણ કે સમાધિમરણ સુધી કેમ પહોંચે? બાહ્ય ક્રિયાના આધારે ધર્મી થનાર જીવ કષાયભાવમાં રહીને ઠગાય છે. લૌકિક ધર્મ વડે લોકોત્તર ધર્મ પામી શકાય નહીં. ધર્મ પામવા આ કાળમાં મતિ-શ્રુતજ્ઞાનની શુદ્ધિ માટે પુરુષાર્થ કરવો. જેથી જીવ લૌકિક અને લોકોત્તર ધર્મની અલગતા સમજી શકે. ઉપયોગ વડે આત્મા ઓળખાય છે તેમ શ્રુતજ્ઞાન વડે સમજ કેળવાય છે. જયારે અનંતાનુબંધી કષાયનો ઉદય હોય છે ત્યારે જીવ અજ્ઞાનરૂપી અંધકારમાં આવી પડે છે. દર્શનમોહનીયની પ્રકૃતિ શિથિલ થાય તો ચારિત્ર મોહનીય શિથિલ થાય. બંધન અને વેદનથી જીવ અળગો રહે તો આત્મભાન જાગૃત રહે. દ્રવ્ય સંયમ હોય ત્યારે પણ પ્રકૃતિનો ક્ષય કે ઉપશમ ન થાય અને બંધન કે વેદન ચાલુ રહે તો ચારિત્ર મોહનીયનો ઉદય રહે. સંયમથી જ્ઞાની મહાસુખ પામે છે. અપૌદ્ગલિક અનુત્તર વિમાનવાસી, દેવો કરતાં પણ મુનિસંયમીનું નિજ સુખ વિશેષ છે. કષાયનો જય કર્યા પછી નિર્વિકલ્પ દશાનો અનુભવ આનંદ સ્વરૂપ છે. ક્રિયાધર્મ પ્રવૃત્તિપ્રધાન છે. એકાંત ધર્મમાં ઉપયોગની શુદ્ધતા છે. જ્ઞાનમય ક્રિયા તે ચારિત્ર છે. કષાયની મંદ દશામાં જ્ઞાન શ્રદ્ધા હોય, સત્ પુરુષાર્થ હોય. સદેવ ગુરુ ધર્મનું આલંબન હોવા છતાં આત્મનું સ્વાવલંબન પ્રગટતું રહે છે. મુકિત માટે જ સમગ્રપણે ચારિત્ર પળાવું દુર્લભ છે. તદ્ભવ મોક્ષગામી થઈ શકે તેવા કાળમાં પણ શુદ્ધ ચારિત્રનું પ્રમાણ અલ્પ હતું. ચારિત્ર એ શુદ્ધિ છે, જ્ઞાન તેને ઉત્પન્ન કરવાનું સાધન છે. દર્શન માર્ગ સૂચક છે. ત્રણેની એકતા તે સ્વરૂપ રમણતા છે. સ્વરૂપ અવલોકન ૨૩૭ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274