________________
સુખ-દુ:ખની લાગણી અનુભવવી તે કષાયો પૈકીનો પ્રકાર છે અને તેથી જીવ તે પ્રકારોથી બંધાય છે. કર્મની પ્રકૃતિને સંકેલવાની ક્રિયા જાણવાની જરૂર છે. સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના અને ક્રિયા એ જ નિર્દોષ ક્રિયા છે. સહજ ચારિત્ર આનંદરૂપ છે. વિપર્યાસ મતિ છૂટે ચારિત્રદશા આવે. જન્મે જૈન થવા મળ્યું તે ચારિત્રદશાએ પહોંચાડવું જોઈએ. પાંચે ઈંદ્રિયો અને છઠ્ઠું મન તેની સાથે ભળતા કષાયો-નોકષાયો દ્વારા બંધનની ઘટમાળ ચાલ્યા કરે છે. અપ્રમાદ તે બંધનથી છૂટવાનો ઉપાય છે.
ત્રણવેદ : જે કર્મના કારણે પુરુષ પ્રત્યે સ્ત્રીને અને સ્ત્રી પ્રત્યે પુરુષને એમ બંનેને અરસપરસ ભોગની અભિલાષા થાય તે કર્મ અનુક્રમે સ્ત્રીવેદ અને પુરુષવેદ છે. સ્ત્રી અને પુરુષ બંને પ્રત્યે અભિલાષા જાગે તે નપુંસક વેદ છે.
પુરુષ વેદ : જે કર્મના ઉદયથી પુરુષને સ્ત્રી સાથેના ભોગની અભિલાષા થાય તે પુરુષ વેદ છે. તે ઘાસના તૃણાગ્નિ જેવો છે. જેવો પ્રગટે તેવો સળગીને પાછો બુઝાઈ જાય. પુરુષની ભોગ અભિલાષા શીઘ્ર ઉત્પન્ન થાય અને સ્ત્રી સેવન પછી તરત શાંત થાય.
સ્ત્રી વેદ : જે કર્મના ઉદયથી સ્ત્રીને પુરુષ સાથે ભોગની ઈચ્છા થાય તે સ્ત્રીવેદ છે. આ વેદમોહનીય સૂકા છાણાંની અગ્નિ જેવો છે જેમ જેમ છાણાંને પેટાવો કે સંકોરો તેમ બળે તેમ પુરુષ તરફની સ્ત્રીની અભિલાષા વધતી જાય છે. શીઘ્ર શાંત થતી નથી. નપુંસક વેદ : જે કર્મના ઉદયથી સ્ત્રી પુરુષ બંને સાથે ભોગની અભિલાષા થાય તે નપુંસકવેદ કર્મ છે તે નગરના દાહ સમાન છે. નગરનો દાહ ઘણા લાંબા સમય સુધી ચાલે છે અને નગરને બાળે છે, તેવી રીતે નપુંસકવેદકર્મના ઉદયથી મનુષ્ય કામવાસનાથી લાંબો સમય પીડાય છે. મહાવિકારથી આવો બંધ થાય છે.
આ ત્રણે પ્રકારના વેદકર્મના ઉદય અને ફળને સમજી જીવે તેનાથી નિવર્તવા કે નિયમમાં રહેવા પ્રયત્ન કરવો. કારણકે જીવને ભોગની સ્મૃતિ લાંબો કાળ રહે છે. ધાર્મિક ક્રિયા કરે અને મનમાં સ્મૃતિ ઉપજે તો જે ધર્મક્રિયાથી નિર્જરા થાય તેને બદલે તેવી ક્રિયામાં સમય ગાળવા છતાં
૧૬૬
Jain Education International
For Private & Personal Use Only
સ્વરૂપ અવલોકન
www.jainelibrary.org