________________
કરી જાય છે. ક્ષાયિકને જવલ્લે જ બંધ હોય છે. આયુબંધ પછી ક્ષાયિક દશા પ્રગટે એ જીવ બીજે-ત્રીજે ભવે મુક્ત થાય છે. મિથ્યાત્વમાં પણ શુભભાવમાં બંધ પડે સદ્ગતિ પ્રાપ્ત થાય છે. મુક્તિ એ સ્વતંત્ર ધર્મ છે. તેને પ્રાપ્ત કરવા સમ્યગુ જ્ઞાન દર્શનની આવશ્યકતા છે. શુદ્ધ ચારિત્ર તે આત્માનુભવ છે. તે પ્રગટ થતાં આયુપૂર્ણ થયે નિર્વાણ પ્રાપ્ત થાય છે.
આઠે કર્મમાં મુખ્ય બળવાન પ્રકૃતિ મોહનીય કર્મ છે. મોહનીય કર્મ આત્માના જ્ઞાનાદિ ગુણોને ગાઢ આવરણ કરે છે. આ કર્મને જીતે કર્મોનું સઘળું બળ હીન થાય છે. મોહનીય કર્મ સઘળા કર્મોનો સેનાપતિ છે. જીવને ભ્રમમાં રાખે છે. જયાં સુખ નથી સુખનો ભ્રમ પેદા કરી મૂંઝવે છે. જયાં સુખ છે ત્યાં તો જીવને દૃષ્ટિ જ કરવા દેતું નથી. છતાં પરમાર્થ પામવાના જિજ્ઞાસુ જીવો આત્મજ્ઞાન વડે મોહનીય કર્મનો ક્ષય કરી મુક્ત થાય છે. મનુષ્યજન્મમાં જ આ કાર્ય સિદ્ધ થાય છે.
આયુબંધ એક જીવનમાં એક જ વાર થાય છે. તે માટે સાધકે સતત વિચારણા કરવી કે હું સંસારના પદાર્થમાં રસપૂર્વક વર્તુ છું કે રસહીન વતું છું. રસહીન થવામાં પ્રવૃત્ત રહેવું. આવો અભ્યાસ સતત કરવો, તેમ કરતાં જીવનમાં મહા ક્રાંતિ થશે. મનુષ્યદેહે ચૈતન્યનો મહાવિકાસ થઈ શકે છે. સમયે સમયે જાગૃત રહેવાનું મહાબળ રાખવું પડે છે. એવો મહાયોગ પ્રાપ્ત કરવા એકાંતે સાધના કરવી અનાભ્યાસે કઠણ લાગે. પણ હવે આટલે આવેલા સાધકે ધીરજપૂર્વક આગળ વધવાનું છે.
સમકિતની સિદ્ધિ શું છે ! તેમાં શું તત્ત્વ સમાયેલું છે? તે તત્ત્વ આત્મશુદ્ધિમાં કેવું સહકારી થાય છે? અનંતકાળથી જે કાર્ય સિદ્ધ ન થયું તે સમકિતથી થાય છે. ભણેલા કે અભણ વિનયશીલ થતાં આ તત્ત્વ પામતો જાય છે. ભાવ વિનય સમકિતમાં ઉપજે છે. મુક્તિની આરાધનાનો પ્રારંભ એ સમકિતનું તત્ત્વ છે. અને મુક્તિ તે તેની સિદ્ધિ છે. સમકિતી કર્મના ઉદય સમયે સુધારણા કરતો જાય છે. તે સકામ નિર્જરાનો અધિકારી થાય છે. વિષમ પરિસ્થિતિનો ઉદય હોય તો ય મંદ પરિણામમાં કે સમતાભાવે સહી લેવાથી, જ્ઞાનદશા જાગૃત હોવાથી, સકામ નિર્જરા થાય છે. સમકિત પ્રાપ્ત થયા પછી પૂર્વ કર્મ ઉદયમાં આવે, અશાતાદિ ઉદયમાં આવે ત્યારે તે વેદનાને સમતાથી સહી લે, મનથી દેહભાવને અલગ કરે. વચનમાં
સ્વરૂપ અવલોકન
૨૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org