________________
આત્માને સ્વકાળે બોધ જન્મે છે ત્યારે જાગૃત થઈ જ્ઞાનીનો આશ્રય શોધી સંસારની માયા પ્રપંચ વગેરેના શમનમાં પુરુષાર્થ કરે છે.
જગતમાં જે ઉત્પાદો થાય છે તે સામૂહિક કર્મ અને સંઘર્ષમાંથી ઉત્પન્ન થાય છે. લોકો તેને ઈશ્વરકૃત માને છે. એથી તેમાં રહેલા હિંસાદિભાવોમાંથી ઉપજેલા વેરાનુબંધ સંબંધોને તે સમજી શકતા નથી, એથી ઉદયકાળે બીજા નવા બંધ કરી સંસારમાં રખડે છે. અથવા કુદરત સામે બાથ ભીડે છે. પણ કર્મવ્યવસ્થા ખૂબ નિયમિત અને વ્યવસ્થિત છે. તેમાં કેવળ આત્મનિંદાનો ભાવ ન લેવો, પરંતુ અભ્યાસ દ્વારા કર્મ-કુદરતની વ્યવસ્થાને સમજવી અને માનવતા વિકાસાવવી.
ધર્મવ્યવહારમાં જુદાઈ જણાય છે તે જ્ઞાનનો ભ્રમ છે. સાપેક્ષતા સમજાય તો ધર્મમાં વિરોધનું કંઈ કારણ નથી. ધર્મની સાધનાના વિવિધ પ્રકારો હોઈ શકે, તેમાં અનેકાંત પદ્ધતિ સરળ છે. તેના ભેદ-ઉપભેદના શાસ્ત્રાર્થમાં ન ઉતરવું. તેના સિદ્ધાંતબોધને ગ્રહણ કરવો. અજીવ તત્ત્વોને જાણી તેની અનિત્યતાને સમજી લેવી. પુદ્ગલમાં પરિવર્તન કરવાની દોડમાં આત્મશક્તિની હાનિ ન કરવી. દરેક તત્ત્વ સ્વતંત્ર છે. જીવ-અજીવ સંયોગી તત્ત્વ છે. અલગ થઈ શકવાની સ્વતંત્રતા છે. તેની સમજ એ સમિત છે. શાસ્ત્રના વાદવિવાદ એ સમિત નથી. વાદ વડે સીધા અને સરળ તત્ત્વને વક્રરૂપ આપી જ્ઞાનથી વંચિત થવાય છે.
ન
જીવ અને અજીવનું ભેદજ્ઞાન થતાં મિરાજાએ ઈંદ્રને શું જવાબ આપ્યો ? ઈંદ્ર રાજાને લલચાવે છે કે આવું સારું મિથિલાનું રાજય, લશ્કર, રાણીવાસ વગેરે સુખ શા માટે છોડો છો ? રાજા કહે છે કે “મારું છે તે છોડતો નથી. જે મારું નથી તે મારું થવાનું નથી.” માટે રાજય વગેરે સર્વ ત્યાજય છે, તેનું છૂટી જવું એ જ સ્વધર્મ છે. રાજાએ ઈંદ્રને પણ મહાત કર્યા, અને સર્વસંગ પરિત્યાગ કરી ચાલી નીકળ્યા.
શુદ્ધદર્શનના અનુભવે ચારિત્રનો નિર્ણય થાય. વર્તમાન પુરુષાર્થ જાગ્યો તે પૂર્વના જ્ઞાનદશાનાં લક્ષણો છે. તેનું એક સાધન જિનદર્શન છે, શ્રદ્ધા છે. હાલ તે દર્શનને કેવળ ક્રિયારૂપ મનાવ્યું છે. દર્શનથી સુખ ઉપજે, અને અનુભવ ઉપજે ત્યારે દર્શન શુદ્ધ થાય. લાભ અને લોભ વૃત્તિ થવાથી શુભભાવમાં જ અટકી પડે. સંસાર પ્રત્યે ઉદાસીનતા આવે, બંધન ઘટે. સંસારી મુનિને દુઃખી
૨૩૪
Jain Education International
For Private & Personal Use Only
સ્વરૂપ અવલોકન
www.jainelibrary.org