Book Title: Swarup Avalokan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 234
________________ મૌન રાખે. કદાચ અસહ્ય વેદનામાં બૂમ પડી જાય, ઔષધ લેવું પડે, તે શરીરધર્મ છે. પરંતુ ભેદજ્ઞાનને આવરણ ન આવે, તે આત્મા સકામ નિર્જરાનો અધિકારી છે. કર્મયોગ એટલે સંસારમાં કેવળ પરોપકારનો કર્મ કે અન્ય ક્રિયાઓ કરી વ્યસ્ત રહે તે કર્મયોગી એવો અર્થ નથી. તે એકાંત અર્થ છે. કર્મયોગી એટલે મન, વચન, કાયાના યોગને મધ્યસ્થ રાખી, શુદ્ધિ રાખી, ઉપયોગપૂર્વક કાર્ય કરે તે કર્મયોગી છે. માતા-પિતાની સેવા હોય, જનતાની સેવા હોય. સહુમાં માનવતાપૂર્ણ અને ધર્મરૂપ ભાવના હોવી જોઈએ. બીજી રીતના ઉપકાર એ લેવડ દેવડ છે. ગીતાના કર્મયોગ અને સમકિતના કર્મયોગમાં અંતર છે. કેવળ કર્મયોગમાં માનવાવાળા બાહ્ય કર્મયોગમાં પડી જશે. સમકિતી કર્મને વિવેકપૂર્વક કર્તવ્યરૂપે ક્રિયા માને છે. અને મોહને ત્યજે છે. જાતિ મદ જેવા ભાવને ત્યજે છે. સમકિતષ્ટિ એટલે જ નિષ્કામ ભાવવાળો આરાધક, તેનું ગૃહસ્થ જીવન ધર્મમય હોય છે. પરોપકાર જેવાં કાર્યો સહજભાવે કરે છે. સ્વઆરાધના તેનું લક્ષ છે. તે આરાધના એટલે જીવનની શુદ્ધિ, તેને અનુરૂપ સાધકના વ્યવહારમાં સમતુલા હોય છે. આખરે તે મુક્તિગામી થાય છે. એ કર્મ કે ધર્મનો આખરી ન્યાય છે. સ્યાદ્વાદધર્મની વિશાળતા સમજાય. કાર્યકારણની સમજ આવે. ત્રણે યોગની સમતુલા જળવાય તો સાચી ધર્મ-આરાધના સરળ બને. તેની ફળશ્રુતિમાં સંસાર ટૂંકો થાય, અને સમીપમુક્તિનો અધિકારી બને, અનાદિ કાળના અનાભ્યાસે જ્ઞાનનું અને સ્વરૂપનું વિસ્મરણ થયું છે, છતાં માનવદેહ મળ્યો છે. હવે ચૂકવા જેવું નથી. આવી વિચારણાથી પ્રથમ ધર્મભાવ પ્રગટે છે. તે પછી સમજ કેળવાય છે. ઉપદેશ અને ધર્મકથાની રુચિ વધે છે. આમ આત્માનો ઉત્તરોત્તર વિકાસ થતો જાય છે. જીવ-અજીવના કર્મના ક્ષીરનીરવત્ સંયોગથી મોટો ઉત્પાદ મચ્યો છે. સંસારમાં મુખ્ય ચૌદ ભેદવાળા જીવો છે. માનવદેહ એ ભેદમાં ટોચે છે. માટે તેને મુક્તિધર્મની યોગ્યતા આપી. પણ જો પૌલિકભાવમાં જાય તો ચૌદ રાજલોકમાં ફરવાની લાયકાત મળે. માટે જીવ-અજીવનું ભેદજ્ઞાન જરૂરી છે. પુદ્ગલપરમાણુઓ રૂપી કર્મવર્ગણાને અલગ અલગ પ્રકારે પરિવર્તિત કરવાનું કાર્ય જીવના ભાવ કરે છે, તે અજ્ઞાનજન્ય છે. સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૨૩૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274