________________
ઈંદ્રિયના વિષયોમાં મોહ છે. આમ અજ્ઞાનવશ જીવ દર્શન-જ્ઞાન અને ચારિત્રના આવરણમાં ઘેરાઈ જાય છે. દ્રવ્યમન દ્વારા પૌદ્ગલિક કર્મને આકર્ષી લે છે. ભાવમન તરફ લક્ષ ટકતું નથી તેથી જ્ઞાનાવરણાદિ કર્મને આકર્ષે છે. સંયમ દ્વારા પ્રકૃતિનો ફેરફાર થઈ શકે. અંતરમાં આહારના રસ પડયા હોય અને તપ કર્યા જ કરે તો તપ દરમ્યાન અને તપ પછી જીવ આહાર લાલસામાં ગૂંચાઈ જાય. માટે સ્વાદનો જય કરવા વૃત્તિને સંકોચવી. શરીર અનુકૂળ હોવા છતાં મન અનુકૂળ નથી આથી આત્મા બંધન ભોગવે છે. અને આત્મા શરીરને અનુકૂળ થઈ વર્તતો જણાય છે. આત્માનો ગુણ ખાવાનો, પીવાનો નથી છતાં વચમાં આ મનના કારણે એ ક્રિયામાં અટવાયો છે. આત્મા પોતાના ગુણ સિવાય કોઈ વસ્તુ ભોગવી શકતો નથી, એવા શ્રદ્ધા જ્ઞાન દ્વારા જ મનને જીતી શકાય. પ્રકૃતિ સૌમ્ય બને અને પૂર્વનાં બંધનો શિથિલ થાય. જીવ આવું ભેદ જ્ઞાન જાણતો ન હોવાથી જ્ઞાનની અને જ્ઞાનીના માર્ગની અવહેલના કરે છે. અનંતકાળમાં અનંતવાર મનુષ્ય જન્મ મેળવી જીવે ધર્મ-આરાધન બાકી રાખ્યું નથી. છતાં પરિભ્રમણ ટળ્યું નથી તે આજની આપણી સ્થિતિ દર્શાવે છે. અને હજી તે જ પ્રક્રિયા ચાલુ રહી તો અનંતકાળ ઊભો જ છે.
મનુષ્યને પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું મન મળ્યાં છે. વિચારશક્તિ મળી છે તો વિચારવાનને પ્રશ્ન થવો જોઈએ કે હું સર્વ સાથે કેવી રીતે વર્તુ ? આવો દેહ અને સામગ્રી મળ્યાં છે તે શું ત્યાગ કરવા માટે કે ભોગવવા માટે ? એમ વળી કોઈ જીવને પ્રશ્ન થાય. આત્મા સ્વરૂપને ઈચ્છતો હોય તેણે જ્ઞાની-ચીંધ્યા માર્ગે જવું પડશે. ઈંદ્રિયને દેહ નિભાવવા જેટલું કામ સોંપી તે સ્વસ્થતાથી પૂર્ણ કરી તે વિષયોનો ત્યાગ અને સિદ્ધપદના આરાધન માટે કરવો જોઈએ. મનુષ્યને આવાં ઉત્તમ સાધન મળ્યાં છે, મનુષ્યપણું અત્યંત વિકાસનું સાધન છે. તિર્યંચમાં પાંચ ઈંદ્રિયો મળે તોપણ મનની વિચારશક્તિ નથી. જો મનુષ્ય આત્મસાધન ન કરે તો તેનામાં અને તિર્યંચમાં ફેર શું રહેશે ?
ભાવમન અને ઈદ્રિયો આત્મભાવમાં લીન થાય છે ત્યારે તેને બહારના કોઈ સાધનની જરૂર રહેતી નથી, તેવી પરિસ્થિતિના નિર્માણ માટે જીવે આહારાદિ સર્વ પ્રક્રિયા બદલવી પડશે. કારણકે ઈદ્રિયોના રસો ચાલુ રહે
૧૮૮
Jain Education International
For Private & Personal Use Only
સ્વરૂપ અવલોકન
www.jainelibrary.org