________________
સમયે થતી ક્રિયામાં, અને તેમાં વપરાતાં સાધનોની પવિત્રતા નહિ જળવાય તો અહિંસાભાવના ગુણને બદલે હિંસાભાવ થઈ જશે. - જ્ઞાનગુણ વિકાસ માટે શ્રુતજ્ઞાનનો આધાર લેવો. કેવળ તર્કથી જ્ઞાનને પ્રમાણિત ન કરવું, અભવી કે અજ્ઞાની જ્ઞાનનો આડંબર રાખે, આચાર પણ પાળે અને લોકોને ભૂલાવે. મહાવીર સ્વામીના સમયમાં ગોશાલકે આવું જ કર્યું હતું. ત્યારે ભગવંતને કહેવું પડેલું કે તે તીર્થકર નથી અમે ચોવીસામાં અંતિમ તીર્થકર છીએ. પણ તે કાળે તો સાક્ષાત પ્રભુ વિરાજમાન હતા. આજે તો ઘણાં દર્શનો છે. નિર્ણય કેમ થઈ શકે? માટે શ્રુતજ્ઞાનના આધારે નિર્ણય કરવો. હાલ તીર્થકરનું શાસન ચાલે છે. મેળવવાની રુચિવાળાને માર્ગ તેમાંથી મળી રહેશે.
- પૂજનાદિ સહેતુક કોઈપણ ક્રિયાનું ફળ આવવાનું. તેથી નિર્જરાભાવે દરેક ક્રિયા કરવી તેનાથી શુભયોગ પણ શુદ્ધભાવે પરિણમે પણ જો સ્પર્ધાથી, આગ્રહથી કે દેખાદેખી અને આડંબરથી આવાં સાધનો ગ્રહણ કરવામાં આવે તો તે અનંતાનુબંધી કષાયને નોતરે, કેવળ હિંસાભાવ હોવાથી કરેલો બધોજ શ્રમ ફોગટ જાય. આંગી વગેરેનાં દ્રવ્યોમાં કેટલાક જીવોનો ઉપયોગ લેવો પડે છે. અને તેમાંય જો સ્પર્ધા હોય તો તેનું શું પરિણામ આવે?
મતિજ્ઞાન ઉપયોગ મન અને ઈદ્રિયથી જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન છે. પરંતુ તેમાં કષાય ભળવાથી તે મતિ અજ્ઞાનરૂપે પરિણમે છે જેમ કે સુધા લાગી તે વેદનીય કર્મના ઉદયને મતિજ્ઞાન વડે જાણ્યું પણ પદાર્થોની લોલુપતા તે અજ્ઞાન થયું. દેહને ધારણ કરવા જરૂરી આહાર આપી મુક્ત થવું. ઈદ્રિયોના વિષયોને સંકેલી લેવા તે આત્મબોધ છે.
આહાર જેવી પૌદ્ગલિક ક્રિયામાં રસવૃત્તિ ભળવાથી અજ્ઞાન ઉપજે છે. તે રસો મેળવવા જે અનંતાનુબંધી કષાય થાય છે તે મિથ્યાજ્ઞાન ને નોતરે છે. તેને દૂર કરવું ઘણું કઠિન થઈ પડે છે. સમક્તિ હોઈને પણ ક્ષયોપશમ હશે તો તે ફરી જતાં વાર નહિ લાગે. ક્ષાયિક સમક્તિ ન થાય ત્યાં સુધી સતત જાગૃતિ રાખવી. ઈદ્રિય વિષયોમાંથી નિવૃત્ત થવા માટે ઉપયોગ રાખવો.
સુખજનિત સંયોગોમાં કે દુઃખજનિત પ્રસંગોમાં લાગણીનો આવેગ વધી જાય ત્યારે શ્વાસોશ્વાસની ગતિ વધી જાય છે. આમ અણુએ અણુની
|
સ્વરૂપ અવલોકન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org