________________
કામ આવતી હતી તે છૂટી જતાં જીવ કર્મ ભેગાં કરવામાં લાગી જાય. અને વળી ફરી મહેનત કરવી પડે. મતિ, શ્રુત શુદ્ધ હોય તો કર્મને સમજી બૂઝીને તેનાથી અલગ થઈ જાય. તેના દુઃખથી દૂર ભાગી જવાની મહેનત ન કરે તો તેનો ક્ષય થાય. પરંતુ કોઈ પ્રકારથી શરીરની વેદના જેવાં કર્મોને દાબી દે તો તે કર્મ અન્ય પ્રકારે ઉદયને પુરું તો કરે જ. કર્મ પણ સદાનું બંધાઈને આવતું નથી તેના કાળ પ્રમાણે વર્તીને નિર્જરી જાય છે. કોઈ કર્મનો સમય લાંબા કાળનો હોય ત્યારે ધીરજ રાખવી પડે. શ્રુતજ્ઞાનથી વિશ્વાસ કેળવી આત્માની શક્તિને પ્રગટાવે તો અનન્યભાવથી તે કર્મનો સમય ટૂંકો થાય કે સમભાવે વેદાય. જેને બંધન અઘરું લાગ્યું છે તેને કર્મથી છૂટવાનું રુચે છે.
અવધિજ્ઞાન સુધી તો જીવ કેટલીયે વાર પહોંચ્યો. પરંતુ જયારે જયારે આત્મસ્વરૂપને સમજવાની વાત આવે ત્યારે નવું જ લાગે. મતિ શ્રુતજ્ઞાન પરોક્ષ છે, તેની શુદ્ધતા વગર અવધિજ્ઞાન ટકે નહિ, કે કર્મ શોધન માટે કામ ન આવે. મને ધર્મ શા માટે પ્રાપ્ત નથી થતો તેની વિચારણા કરવી. બાહ્યાચારથી લોકો મને ઓળખે છે તે હું નથી. ખરેખર ચિત્તની દશા કેવી છે તે વિચારવું. બાહ્યાચારના દંભમાં પડયો એટલે જીવ બહાર ફરવા નીકળ્યો. કષાયરૂપી મોહનીય કયાં છે તે વિચારવું. જ્ઞાન અને દર્શનાવરણ સાથે મોહનીય ભળે ત્યાં આત્માનું બળ દબાઈ જાય. આવા અંતરાયને કારણે અવધિજ્ઞાન શુદ્ધ ન થતાં વિર્ભાગજ્ઞાન થાય છે. સમકિતિ દેવો અવધિજ્ઞાનથી તીર્થકરાદિના કલ્યાણકોમાં ભાવથી જોડાય. મહદ્અંશે વ્યંતર દેવોને વિર્ભાગજ્ઞાન હોય. મન:પર્યવજ્ઞાન :
અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી જીવોના મનના વિચારોને જાણે તે ચોથા મન:પર્યવજ્ઞાનના ઋજુમતિ અને વિપુલમતિ એવા બે ભેદ છે. બીજાના મનના ભાવોને સામાન્ય સ્વરૂપને જાણવું તે ઋજુમતિ છે. બીજાના મનના ભાવોને વિશેષ પણે વિવિધરૂપે જાણવું તે વિપુલમતિ છે.
મન:પર્યવ તે આત્માનો ગુણ હોવા છતાં પ્રમાદ વશ મંદતા આવે. ઋજુમતિ કરતાં વિપુલમતિમાં વિશાળતા છે. મન:પર્યવજ્ઞાન સંયતિ મુનિને જ થાય છે. તે મુનિઓ જ્ઞાન તપ, લબ્ધિ વગેરે જુદા જુદા વિષય લઈ સ્વરૂપ અવલોકન
૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org