________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯) ગુજરાતી સંસ્કરણના આધારે, અધ્યાત્મ જ્ઞાનવૈરાગ્યનો અનુપમ બોધ આપનાર સૌરાષ્ટ્રના આધ્યાત્મિક સંત પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિરસથી તરબોળ પોતાનાં સ્વાનુભવસુધાઢંદી અભુત પ્રવચનોમાં “સ્વામિકાકિયાનુપ્રેક્ષા’નાં જે ગહન રહસ્યો ખોલ્યાં છે તે શ્રવણ કરીને મુમુક્ષુહૃદયોને અનુભવ થયો કે આ ગ્રંથમાં, દ્રવ્યસ્વભાવને યથાવત્ લક્ષમાં રાખીને, સ્વામી કુમાર (સ્વામી કાર્તિકેય) મુનિવરનો વિશુદ્ધ જ્ઞાન-વૈરાગ્યરસ, અમૃતરસના અખંડ ઝરણાની જેમ, નીતરી રહ્યો છે. ભવભીરુ મુમુક્ષુ આત્માઓને આત્યન્તિક ભવનિવૃત્તિનો સન્માર્ગ સરળ અને સુગમ ભાષામાં ચીંધતો હોવાથી, આ ગ્રંથ ખરેખર અતિ ઉપયોગી છે. તેથી, ઘણા સમયથી અપ્રાપ્ય એવા આ ગુજરાતી ભાષાનુવાદની બીજી આવૃત્તિ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ તરફથી પ્રકાશિત કરવામાં આવી છે.
સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’ના આ પાવન પ્રકાશન દ્વારા મુમુક્ષુજીવો તેમાં કહેલા ઊંડા તાત્ત્વિક ભાવોને સમજી પોતાનો જ્ઞાનવૈરાગ્યમય સાધનાપથ ઉજ્જવળ કરે એ જ મંગળ ભાવના. વિ. સં. ૨૦૪૩, શ્રાવણ વદ ૨, (બહેનશ્રી ચંપાબેનની ૭૪મી જન્મજયન્તી)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com