________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮) ત્યાર પછી આ ધર્માનુપ્રેક્ષાની ચૂલિકારૂપે બાર પ્રકારનાં તપનું એકાવન ગાથામાં ભિન્ન ભિન્ન વર્ણન કર્યું છે. અને છેલ્લે ત્રણ ગાથાઓમાં કર્તાએ પોતાનું કર્તવ્ય પ્રગટ કરી અંતમંગળ દ્વારા આ ગ્રંથ સમાપ્ત કર્યો છે. એ પ્રમાણે બધીય મળીને ચારસો એકાણું ગાથાપ્રમાણ આ ગ્રંથ છે.
આ પ્રસ્તુત અનુપ્રેક્ષાગ્રંથ “સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા' નામથી પ્રસિદ્ધ છે. તેના પ્રણેતા વીતરાગ દિગંબર જૈન સંત બાળબ્રહ્મચારી શ્રી “સ્વામી કુમાર” (ગાથા ૪૮૯) અપરનામ સ્વામી કાર્તિકેય છે. તેમના ગુરુનું નામ વિનયસેન હતું. “કુમાર” નામના અનેક આચાર્ય તેમજ વિદ્ધાન થઈ ગયા છે. તેમાં આ અનુપ્રેક્ષા-ગ્રંથના કર્તા “સ્વામી કુમાર લગભગ ઈસવી સન ૧OO૮માં દક્ષિણ ભારતને વિષે વિચરતા હતાએવો વિદ્વાનોનો મત છે. શ્રી શુભચંદ્ર આચાર્ય દ્વારા વિ. સં. ૧૬૧૩માં રચિત “સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ની (૩૯૪મી ગાથાની) સંસ્કૃત ટીકામાં
સ્વામી કાર્તિકેયમુનિ ક્રૌંચરાજાકૃત ઉપસર્ગને જીતી દેવલોક ગયા'એમ જે ઉલ્લેખ આવે છે તે અનુમાનતઃ ઈસવી સનના પ્રારંભમાં થયેલ કોઈ બીજા કાર્તિકેયમુનિ હશે.-એમ વિદ્વાનોનું માનવું છે.
“સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા” ઉપર રચાયેલી બે ટીકા ઉપલબ્ધ છે. એક શ્રી શુભચંદ્રાચાર્યકૃત સંસ્કૃત ટીકા અને બીજી જયપુર નિવાસી પંડિત જયચંદ્રજી છાવડા (ઈસવી સન ૧૮૮૯) દ્વારા સંસ્કૃત ટીકાના આધારે રચિત ટૂંઢારી ભાષા ટીકા. વીર સં. ૨૪૪૭, ઈ.સ. ૧૯૨૧માં ‘ભારતીય જૈનસિદ્ધાન્ત પ્રકાશિની સંસ્થા દ્વારા પ્રકાશિત આ અનુપ્રેક્ષા-ગ્રંથની દ્વિતીયાવૃત્તિના આધારે કલોલનિવાસી સ્વ. શ્રી સોમચંદભાઈ અમથાલાલ શાહ દ્વારા વિ. સં. ૨૦૦૭માં આ ગુજરાતી ભાષાનુવાદ કરવામાં આવ્યો છે. આ ગુજરાતી ભાષાનુવાદનું પ્રથમ સંસ્કરણ “શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનપ્રસારક ટ્રસ્ટ', અમદાવાદ તરફથી વિ. સં. ૨૦૦૭માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com