Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 6
________________ ૧૪૬ સુવાસ શ્રાવણ ૧૯૬ સિપાઈ કે તેની વ્યવસ્થા જાળવનાર કારકુન-એ બધા જે, પોતાની તનતોડ મજુરીના બદલામાં, ખાવાને સૂકે શટલો, પહેરવાને ફાટયાં-તૂટયાં વસ્ત્ર, રહેવાને ઝૂંપડી કે મચ્છરમાંકડ-ઉદરોથી ભરેલ ને ૫ડું પ થઈ રહેલ સસ્તા ભાડાની ખોલી ને સ્વૈચ્છિક સંતાનમાં સંતતિનિયમનથી જ સંતોષ માનતા હોય. અને એ માનવી, કલા કે બલા ગમે તે નામે, બીજાને અલભ્ય એવી કેટલીક વસ્તુઓનું પિતાના ઘરમાં પ્રદર્શન કરી શકતો હોય કે ઘણું ખરાં પાસે ન હોય એવા એકાદ વાહનને તે માલિક હેય તે, તે સંપત્તિશાળી લેખાય છે. તે બંગલે બંધાવી શકે છે, તેને આંગણે નોકર-ચાકર ફરવાના છે તે આનંદ-ઉપગ ભેગવી શકે છે; તેને સલામ ભરાવાની છે, તે આછાં સ્મિતથી બીજાને અલ્પ બનાવી શકવાને છે. પણ સમાજની દરેક વ્યક્તિ પાસે જે જરૂર પૂરતું નાણું હેય. માનવજીવનની જરૂરિયાત, ઉપભોગે કે મહેચ્છાઓ સતિષતા ઉપરોક્ત વર્ગે જો સુખની આશા ધરાવતા થાય, પિતાના રહેવા માટે તેઓ ગંદી ખેલી કે નાની ઝૂંપડીને બદલે એક સારું મકાન માગે; તેમનાં સંતાન માટે તેઓ જે સુંદર ઉછેર ને સારી કેળવણી ઈચ્છે; પિતાની સ્ત્રીઓ માટે તેઓ જે વસ્ત્રાલંકાર ઝંખે; પહેરવાને તેઓ જે સારાં કપડાં ને ખાવાને પિષક પદાર્થ માગે; માંદગીમાં તેઓ જે સારવાર ને શાંતિ ઇચ્છે, તે– ભલેને એક વ્યક્તિ પાસે દશ લાખની મૂડી હાય, હજારની તેની આવક હોય; પણ– નથી તેના બંગલા પૂરા થઈ શકવાના; નથી તે પિતાને ત્યાં નેકરની હારમાળા બાંધી શકવાને; નથી તેને વૈભવ અફાટ બની શકવાને. નેકરોના પગારનું ઊંચું ધોરણ ને મજૂરોના ને ગુલામ પ્રજાઓના જીવનના સ્વીકાર સાથે જ જીવનમાં જરૂરી ચીજોના બેહદ વધી ગયેલા ભાવે તેના દ્રવ્યને ખેંચી જવાના છે. ગરીબ પ્રત્યેની હમદર્દીથી ભરેલાં ગીત લલકારનાર કેટલાક વૈભવી માનવને કે લેખકોને જે પૂછવામાં આવે છે, ......એ સ્થિતિમાં તમને પિતાને આટલી સંપત્તિ કે આવા વૈભવને શે અધિકાર છે?'– તે તરતજ, જેમ બર્નાર્ડ શોએ એક પૃચકને ઉત્તર દીધું હતું તેમ, ઉત્તર દેશે કે, “હું ગરીબ પ્રત્યે હમદર્દી ધરાવું છું તેને અર્થ એ નહિ કે હું તેમના જે ગરીબ બની જવા ઈચ્છું છું. પણ મારી ભાવના તે તે બધાને પણ મારા જેટલું સુખ મળે એવી છે. ” ને તે પ્રસંગે એ ભાવનાવાદીને ઉત્તર અપા ઘટે કે, “ભલા માણસ, તારા જીવનને આવું સુખી ને વૈભવી બનાવવા પાછળ જે સેંકડે પ્રકારનાં, હજારો-લાખે કે કરોડની સંખ્યા ધરાવતાં ને કેવળ રેટીને ખાતર કાળી મજૂરી કરતાં શ્રમજીવીઓ પડેલાં છે તે બધાં જે તારા જેવું સુખ માણવા માંડે તો તારો વૈભવ, તારી પાસે છે તે કરતાં તું દશ ગણ મૂડી ખર્ચ તેપણ, નથી ટકી શકવાને; તે સમયે તારા ધનની વિપુલતા એ સંપત્તિ નહિ, સિક્કાને બાજે બનવાનું છે. હમણું તે, તારું સુખ બીજાનાં દુખને આભારી છે, તારે વૈભવ બીજાંની કંગાલિયતને આભારી છે, તારી સંપત્તિ બીજાની દરિદ્રતાને આભારી છે. કંગાલ ને દુઃખીઓ પ્રત્યે તને જે સાચી જ હમદર્દી હોય તો તે બધાની મૂડી વધારીને તારે વૈભવ ઘટાડવા કરતાં તારો વૈભવ મર્યાદિત કરીને તારી વધારાની મૂડીને તે બધાના સુખમાં વપરાવા દે તે વધારે સુંદર છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60