________________
યુરોપીય સંસ્કૃતિ
નરસિંહ
આર્યાવર્ત–જગતની પવિત્રમાં પવિત્ર ભૂમિ–આજે પરતંત્ર છે. તેની પ્રજાને તેના નવા શાસકોએ પિતાની પદ્ધતિએ કેળવી છે, ને હજી કેળવે છે. એ કેળવણીએ પ્રજામાં નવા સંસ્કાર પ્રગટાવ્યા છે, નવી ભાવના જગાવી છે. નવા વિચાર રેલાવ્યા છે, જીવનને નવો રાહ દર્શાવ્યો છે. આ નવીન સંસ્કાર કે ભાવના–રાહ કે વિચારના પ્રવાહની પાછળ ઉદ્દેશ શુભ છે કે અશુભ તે ઈશ્વર જાણે. પણ પરિણામ એ આવ્યું છે કે પ્રા આર્ય– સંસ્કૃતિથી વિમુખ બનીને યુપીય સંસ્કૃતિમાં મુગ્ધ બની રહી છે; સર્વને ગુમાવીને તે જીવનની લાલસ બની છે; શક્તિને બાજુએ મૂકીને તે જગતને તારવાની હવાઈ કલ્પનાઓ કરતી થઈ છે.
તેને આર્ય સતીત્વપ્રથા જંગલી લાગે છે; છૂટાછેડાની પ્રથા ન્યાયભરી જણાય છે. વિશેષ રાણીઓ પરણતા આર્ય રાજાઓ એને મૂર્ખ લાગે છે; રાણી તરીકે એકને રાખી અનેકનાં શિયળ લૂંટતા યુરોપીય રાજાઓ તેને મહાન જણાય છે. સંયમ અને બંધનના આર્ય આદર્શમાં એ ગુલામી માને છે. વિચાર અને વર્તન-જીવનના પ્રત્યેક અંગમાં, ભીષણ જંગલમાં રબારીને ગુમાવી બેઠેલું ઘેટાંનું ટોળું વેચ્છાચારમાં પરોવાય તેમ, તેને સ્વૈરવિહાર ગમે છે. ધર્મ, સમાજ, નીતિ, રાષ્ટ્ર, માનવજાત, જીવમાત્ર કે આત્મા પ્રત્યેની ફરજ અને એ ફરજને અનુરૂપ બંધન એને આકરાં લાગે છે. એ એવું વ્યક્તિ સ્વાતંત્ર્ય ઈચ્છે છે કે જે તેને કઈ પણ કાળે સાચા સ્વાતંત્ર્યનાં દર્શન નથી કરવા દેવાનું.
પતિ પિતાની વૈભવલાલસાને ન સંતોષી શકે તે પત્ની તેનાથી શ્રી થવા ઈચ્છે છે, પણ પતિ ધર્મ કે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ ચૂકે તે તેને મસ્તક મૂકવાનું તે નથી શીખવી શકતી; પતિ ઉગ્ર બને તે તેમાં તે અપમાન માની સ્ત્રી-સ્વાતંત્ર્યની ધૂન લગાવે છે, પણ માતા ભારતી સૈકાઓથી પારકી લા ખાઈ રહી છે તેની એને નથી પડી. પતિદેવને પત્ની કંઈક કહે કે સહેજ ભૂલ કરે તે હાડહાડ લાગી જાય છે, પણ એવા લાખે પતિદેવોને પોતે ગુલામ છે તેમાં કશું નથી લાગતું. માતપિતા કે વૃદ્ધજને કેઈક પ્રસંગે કંઈ ઠપકે આપે તે યુવાન વર્ગને અપમાન લાગે છે, પણ અપમાનની લાંબામાં લાંબી ધૂંસરી ગુલામીને તે તેઓ હસીને સહન કરતાં પ્રણયલીલાઓ ખેલે છે. ને એ જ રીતે ભિન્ન ભિન્ન ધર્મો. સર્વેને એકમેકથી સ્વતંત્ર થઈ વિજેતાઓનું સંરક્ષણ સ્વીકારવાનું, પિતાની સંસ્કૃતિથી અલગ થઈ યુરોપીય સંસ્કૃતિને ભેટવાનું ગમે છે. પણ આ બધી નવા શિક્ષણે
લાવેલી જાળ છે એ વિચારવાની કોઈને નથી પડી. ભારામાંથી છૂટી પડેલી લાકડીઓની વાર્તા તેમને આવડે છે પણ તે વાર્તાને પોતાના પર થઈ રહેલે અમલ તેમને નથી સમજાતે.
પ્રજાને વ્યક્તિ સ્વાતંત્ર્યનું ઘેન ચડાવવામાં આવ્યું છે એટલે રાષ્ટ્રસ્વાતંત્ર્યની કિંમત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com