________________
યુરોપીય સંસ્કૃતિ ૧૮૧ સીઝર પિમ્પીનો સસરો થતો. તેણે સર્વસત્તાધીશ બનવાને જમાઈનું ખૂન કરાવ્યું. તે અનેક સુંદરીઓના મેહમાં ફસાયેલો હતો અને તેમાં મીસરની મહારાણુ કલીપેટ્રા નામચીન બની છે. સીઝરની બીજી પત્ની પપીયાના પ્રેમિક કલેડિયસ વગેરે રાજપુરુષે સ્ત્રીનાં કપડાં પહેરીને પિમ્પીયાની મુલાકાતે જતા તે પ્રસંગ રોમન સાહિત્યમાં ખૂબ જ રોમાંચક લેખાય છે. આ કલેડિયસ સામે જ્યારે કેસ ચાલ્યો ત્યારે સાબિત થયું કે તે સીઝરની પત્ની ઉપરાંત પિતાની સગી બહેન સાથે પણ વ્યભિચાર ચલાવતા હતે.
સીઝરનું ખૂન થતાં તેને મિત્ર એન્ટની અને તેનો વારસ ઓગસ્ટસ બંનેએ, એક પ્રસંગે એકમેકની સાથે મળીને તે બીજા પ્રસંગે એકમેકના દુશ્મન બનીને, રોમમાં લેહીની નદીઓ વહાવી. આ લોહીમાં પણ મહત્વનો ભાગ અનીતિએ જ ભજવ્યો છે.
એન્ટનીની પત્ની ફવીયા મુક્તવિહારિણી હતી. રોમના મહાન રાજનીતિજ્ઞ, યુરોપના પ્રથમ નંબરના વક્તા ને આર્ય સતિપ્રથાના પ્રશંસક સીસેરેએ ફીયાના એવા મુક્તવિહાર પ્રત્યે નાપસંદગી દર્શાવેલી. પરિણામે ફલ્હીયાએ સીસેના ખૂન માટે એન્ટનીને ઉશ્કેર્યો. એન્ટનીએ સીસેરેનું ખૂન કરાવ્યું ને ફQીયાએ સીસેરોના કપાયેલા મસ્તકને ઘેર મંગાવી તેમાંથી સીસેરાની જીભ કાપી લીધી.
જ્યારે એન્ટની મીસરની મહારાણું કલીયોપેટ્રાના પ્રેમમાં ફસાશે ત્યારે ફરવીયા ઉશ્કેરાયું. ને તેણે ઓગસ્ટસ જો એન્ટનીને હરાવી તેને વધ કરે તે તેની રખાત બનવાનું કહ્યું. પણ ઓગસ્ટસે તેને ધુતકારી કાઢી. તે પછી ફરીયાએ એન્ટનીને ઓગસ્ટસ સામે ઉશ્કેર્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તે પ્રસંગે કલીપેટ્રાએ ઓગસ્ટસનો સિતારો ચડતો જોઈ એન્ટનીને પક્ષ છોડી દઈ ઓગસ્ટસને મદદ કરવા માંડી. પણ ઓગસ્ટસે તેના પ્રેમને સ્વીકાર ન કરતાં કલીપેટ્રાએ આપઘાત કર્યો.
એન્ટનીના નાશ પછી ઓગસ્ટસ મને શહેનશાહ બન્યા. તે યુરોપનો એક મહાનમાં મહાન રાજવી ગણાય છે. તેના નામ પરથી ખ્રિસ્તી વર્ષના આઠમા મહિનાને ઓગસ્ટ નામ અપાયું છે. તે ઓગસ્ટસને લીવિયા નામે એક પરીણિત સ્ત્રી પર પ્રેમ જન્મતાં તેણે સુવાવડમાં રહેલી પિતાની પત્નીને દેઢ દિવસની બાળકી સાથે કાઢી મૂકી ને લીવિયાના પતિને તેની પત્ની પિતાને સોંપવાની, એટલું જ નહિ પણ, લગ્નમાં હાજર રહી, તે પત્નીના પિતા બની પોતાની સાથે તેને હથેવાળે કરાવવાની પણ ફરજ પાડી.
ઑગસ્ટસની પુત્રી જુલિયા ભયંકર વ્યભિચારિણી હતી. તેણે પોતાના પ્રેમપાશમાં હજારો પુરુષે ઉપરાંત પોતાના પિતાને પણ ફસાવી દીધું હતું એટલે ઓગસ્ટસ તેને કંઈ કહી ન શકતા. ઓગસ્ટસ જેવો રાજવી પુત્રી સાથે વ્યભિચાર કરે એ માની ન શકાય તેવું છે પણ જુલિયાની પુત્રી અઝીપીનાને પુત્ર ને ભવિષ્યને રોમન શહેનશાહ કાલીગુલા પણ જાહેરમાં કલતો કે પોતાની માતા અપીનાનો જન્મ ઓગસ્ટસ અને જુલિયાના સંગને આભારી હતો; ત્યારે શંકાને માટે ઘણું ઓછું સ્થાન રહે છે.
જુલિયાની વ્યભિચારલીલા ઢાંકવાને ઓગસ્ટસે તેને પ્રથમ એક રાજકુમાર વેરે પર ણાવી, પછી પોતાના નૌકાધીશ વેરે પરણાવી અને છેવટે, પોતાની પત્ની લીવિયાના આગલા ધણીના પુત્ર ટીબેરિયસને તેની ગુણવંતી પત્ની સાથે છૂટાછેડા લેવરાવરાવી, તેને એ ગોડ વળગાડયું. પણ બિચારો ટીબેરિયસ તે પોતાની નવી પત્નીના સંખ્યાબંધ મિકેની ધમકીથી. એ ગભરાય છે તે રોમ છોડીને ગામડામાં ભાગી ગયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com