________________
૧૧૨ - સુવાસ: શ્રાવણ ૧૯૯૬ રાખવામાં આવ્યું છે. બાંટવામાં મુસ્લીમોએ ચલાવેલી ગુંડાગીરી. બબ બનાવી ધાડ પાડવાને ધંધો કરતા એક કાવત્રામંડળને વરાડમાંથી પકડી પાડવામાં આવ્યું છે. કવેટામાં ધરતીકંપ. ઢાકાકલકત્તા રેલવે મેઈલ હેનારતમાં ૩૪ મૃત્યુ. બર્મામાં પણ એટલી જ ભયંકર રેલવે-હેનારત. કોડીનારની એક હિંદુ શિક્ષિકા મુસ્લીમ શિક્ષક સાથેના પ્રેમમાં અંધ બની આપઘાત કરે છે. જેને અને પાલીતાણાના ઠોકર વચ્ચે ચાલતા વર્ષો જૂના ઝઘડાને નિકાલ આવ્યો છે.
પરદેશ–જાપાનનો વિકસતો સામ્રાજ્યવાદ. ફેન્ચ હિંદી ચીન પર આક્રમણ કરવાની તેની તૈયારી પણ પછી ફ્રાન્સ સાથે સમાધાન. ચીનમાંથી ઈટલી અને બ્રિટન પિતપોતાનાં સૈન્ય ઉઠાવી લે છે. અમેરિકા શાંગહાઈમાં નવું સૈન્ય ગોઠવે છે. ચીનમાં ભયંકર જળપ્રલય. દક્ષિણ ચીનમાં બ્રિટિશ વહાણમાંથી ૧૫ હજાર પાઉન્ડને માલ લૂંટાય છે. યુરૂગ્વમાં નાઝી–કાવત્રાં. ત્યાંના નાઝી નેતાની ધરપકડ અને પછીથી તેને મળેલ દેશવટે. તૂક પર પ્રભુત્વ સ્થાપવાને જર્મનીના દાવપેચ. આબેનિયામાં બળવો ને એક આગેવાનનું ખૂન. તે અંગે ઈટલી અને ગ્રીસ વચ્ચે ચકમક, શાંતિ તે પછી બીજું ખૂન, ફરી ચકમક ને ઈટલીની આગેકૂચ. ફેન્ચ સોમાલીલેન્ડ દબાવી ઈટલી બ્રિટિશ સોમાલીલેન્ડ પર વિજય મેળવે છે. કાપુઝના કિલ્લા પર તે કાબૂ મેળવે છે. યુગોસ્લેવિયા બ્રિટિશ કેન્સલને રૂખસદ આપે છે. રૂમાનિયાને બગેરિયા વચ્ચે ચકમક પણ અંતમાં રૂમાનિયા બબ્બેરિયાને ડબ્રજા સોંપી દેવાનું પસંદ કરે છે. રૂમાનિયા ને હંગરી વચ્ચે ચકમક. હંગરીના વિશાળ દાવા ને રૂમાનિયાની નમતું મૂકવાની અનિચ્છા. પણ અતે ઇટલી-જર્મનીની દરમિયાનગીરીથી ટ્રાન્સીટુવાનિયા હંગરીને સાંપવું પડે છે. સોવિયેટ પાર્લામેન્ટની સાતમી બેઠકમાં વડા પ્રધાન મેં. મેલેટોવ. બ્રિટન, તૂર્કી, યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) ને ઈરાન સામે ખફગી જાહેર કરે છે; જર્મની, ઈટલી ને જાપાન સાથે તે સંબંધ સારા અને સુધરતા હોવાનું દર્શાવે છે. બ્રિટિશ એલચી સર એકેડે કીસ તેની મુલાકાતે. સોવિયેટ ને યુ. એસ વચ્ચે વ્યાપારી કરાર. યુ. એસ કેનેડા સાથે પરસ્પર-સંરક્ષણને કરાર ઘડે છે. યુ. એસ ફરજિયાત લશ્કરી ભરતીને આવશ્યક લેખે છે. શસ્ત્ર-સરંજામનાં કારખાનાંઓ રાજ્યને હસ્તક લેવાની ને પાંચ વર્ષના કાર્યક્રમથી ૩૪ લાખનું સૈન્ય તૈયાર કરવાની તેની યોજના. આટલાંટિકમાંના બ્રિટિશ ટાપુઓ તેને સોંપવામાં આવે છે. જૂની ડીસ્ટ્રાયર બ્રિટનને આપવાની પ્રમુખ રૂઝવેલ્ટની ઈચ્છા, કોંગ્રેસને તે સામે વિરોધ પણ અંતમાં ધીમે ધીમે તેવી ડીસ્ટ્રેયર બ્રિટનને સોંપાય છે. બ્રિટન સાથે નૌકાકરાર. યુએટ્સમાં તૈયાર થઈ રહેલું જગતનું મોટામાં મોટું બેમ્બર સંપૂર્ણ થવા આવ્યું છે. અંગ્રેજ સ્ત્રી-બાળકે હિંદ, યુસ્ટેટ્સ ને કેનેડા જઈ પહોંચે છે. કેનેડામાં ૮૦૦૦૦ બ્રિટિશ બાળકે. પ્રજાસંધની કચેરી પણ કેનેડામાં ખસેડવામાં આવે છે. કેનેડા યુદ્ધ-સરંજામ પાછળ સત્તર કરોડ ડોલર ખચશે. બ્રિટન પર યુદ્ધના આંતરરાષ્ટ્રીય કરારને ભંગ કર્યાનો આરોપ મૂકી જર્મની ઈંગ્લાંડને ઘેરો ઘાલે છે. ઈટલી તેને અનુસરે છે. મી. ચચાઁલ ઈંગ્લાંડની અપૂર્વ રક્ષણાત્મક શક્તિ વર્ણવી જર્મનીને અને હીટલરને પડકારે છે. ઈંગ્લાંડ પર જર્મનીએ ચલાવેલો ભયંકર વિમાની હુમલો ને બદલામાં બ્રિટિશ વિમાનો જર્મની અને ઈટલી પર બોમ્બ વર્ષાવે છે. ક્રાંસને ઉત્તર કિનારેથી જર્મનીએ બ્રિટન પર ચલાવેલે તોપમારો. ફાંસની નવી સરકાર જર્મનીને મદદ કરવાને આફ્રિકામાંનાં પિતાનાં ૯૦૦ વિમાનોને સ્વદેશ બોલાવે છે. દેશપાર થયેલા રશિયન નેતા ટ્રોટસ્કી પર ખૂની હુમલો ને તેનું મરણ. ફીલ્ડ-માર્શલ ચેટવુડના પુત્રે કરેલો આપઘાત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com