Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 50
________________ તારા-તણખાં” કલા-વિજ્ઞાન - કાશી-વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આચાર્ય નરેન્દ્રદેવની નિમણૂક થઈ છે. મદ્રાસ વિદ્યાપીઠના પદવીદાન સમારંભ પ્રસંગે સર સન્મુખ ચેટી અંગ્રેજોએ હિંદને અશક્ત રાખ્યું તે સામે દિલગીરી વ્યક્ત કરે છે. એ પણ પ્રજાપ્રિય બનવાની એક કલા છે.] મુંબઈ વિદ્યાપીઠના પદવીદાન સમારંભ પ્રસંગે સર અકબર હૈદરીએ હિંદની પ્રગતિ માટે સંપ પર ભાર મૂક્યો હતઃ [સંપની સ્પષ્ટ વ્યાખ્યા થવી જોઈએ. બાકી વ્યાખ્યા વગરને સંપ તે મી. ઝીણાને પણ પસંદ છે. ] મુંબઈ વિદ્યાપીઠે લશ્કરી તાલીમનું ખાતું ખોલવાના ઠરાવને મંજૂરી આપી છે. [નાકમાંથી ઊંટ પસાર થયા પછી તે કુંભકર્ણ પણ ઊંઘમાંથી ઊઠયો હતો.] મુંબઈ વિદ્યાપીઠ તરફથી મેટ્રીકની પરીક્ષા અંગે ફરી માકર્સ તપાસરાવવાની ફી રૂ. ૨૫ લેવાતી તે હવે રૂ. ૧૦ લેવાનું કર્યું છે. [લાગે છે કે વિદ્યાપીઠમાં વ્યવહારૂ અર્થશાસ્ત્રીઓ પણ હશે. ] શ્રી. ઉમાશંકર જોષીને ચાલુ વર્ષને રણજિતરામ સુવર્ણચન્દ્રક અર્પણ કરાયો છે. ડો. ટાગોરને ઓકસફર્ડ વિદ્યાપીઠે ડૉકટર ઓફ લેટર્સની પદવીથી વિભૂષિત કર્યા છે. ચાલુ સાલનું વિજ્ઞાનનું નેબલ-પ્રાઈઝ એસ્માનિયા વિદ્યાપીઠના વૈજ્ઞાનિક ડૉ. રઝિઉદ્દીનને મળવા સંભવ છે. ૧૯૩૬ માં પિતાના રાજ્યમાં હરિજન મંદિર પ્રવેશ જાહેર કરનાર ત્રાવણકોર નરેશની પ્રતિમા ઘેળપુરના મહારાજાએ ત્રિવેન્દ્રમમાં ખુલ્લી મૂકી છે. [પરસ્પર પ્રશંસંતિ.] અમદાવાદમાં શ્રી કનૈયાલાલ મુનશીએ મહત્ત્વાકાંક્ષા’ અને ‘હિંદનું ઈતિહાસ સાહિત્ય” એ વિષય પર આપેલાં પ્રવચન. વડોદરામાં, સંસ્કાર-મંડળના આશ્રયે, શ્રી. ગોકુલદાસ રાયચુરા, શ્રી પંકજ, ડો. ધીરેન્દ્ર મહેતા ને પ્રો. ઈન્દુમતી બહેન મહેતાનાં અનુક્રમે કૂચગીત', “સંપાતની ગતિ’, ‘ભારતીય લોકશાસન” અને “કલાનું સ્વરૂપ અને સંદેશ” એ વિષયો પર થયેલાં ભાષણો. વડોદરામાં સહવિચારિણી સભાના આશ્રયે, નામાંકિત ઇતિહાસકાર, રા. બ. શ્રી. સરદેસાઈએ, “પેશ્વાઈ દફતર’-એ વિષય પર કરેલું પ્રવચન. વડોદરામાં ઊજવાયેલું ‘વડોદરા રાજ્ય પ્રાથમિક શિક્ષક મંડળનું પ્રથમ અધિવેશન, આવતા ડીસેમ્બર-જાન્યુઆરીમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન ભરવા અંગે તૈયારી કરવાને લગતે તેની કારોબારીએ પસાર કરેલ ઠરાવ. પૂનામાં ભરાયેલી સ્થાનિક સંસ્થાઓની પરિષદ. સાંચી ખાતેના મૌર્ય-વિહારમાં ખોદકામ થતાં માટીના સિક્કાઓ, અલંકાર ઝવેરાત વગેરે મળી આવેલ છે. હરપ્પાના ખોદકામમાં છ હજાર વર્ષ પૂર્વેની ભારતીય જાહેજલાલીના અવશેષો મળી આવ્યા છે. ના. વાયસરોય અજંતાની મુલાકાત લે છે. કલકત્તાના જાણીતા ભૂતત્વવિદ્દ ૉ. એસ. દેવને તુર્કસ્તાનની સરકારે ભૂતત્વવિદ્દ તરીકેની જગ્યા માટે આમંત્રણ આપ્યું છે. મહાત્માજીના એક વર્ધાનિવાસી શિષ્ય, જેની મદદથી એક કલાકમાં ૪૦૦ વાર સૂતર કાંતી શકાય એવી, ધનુષતકલી'ની શોધ કરી છે. તૂટે નહિ એવી ગ્રામોફોન રેકર્ડોની શોધ સફળ નીવડી છે. બેલન વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ નાઝી-વિરોધી ૨૦૦૦૦ પુસ્તકની હેળી કરી છે. [ઠંડીમાં બીજું બળતણ નહિ મળ્યું હેય] કલકત્તાની નજીકના ન્યુથિયેટર્સ ટુડિયોમાં આગ લાગવાથી દશ લાખ લગભગનું નુકશાન થયું છે [આગનું એ ભીષણ ને સાથે જ સ્વાભાવિક દશ્ય ઉતારી લેવાયું હેત તે છેડેક પણ બલો મળી રહેત] શ્રી. મુનશીના “પૃથ્વીવલ્લભ'નું દિગદર્શન સંભાળી લેવાને શ્રી. દેવકી બોઝ મુંબઈ પધારે છે. નરસિંહ મહેતાની ભૂમિકા ભજવવાને વિષ્ણુપત પાગનીસને પ્રકાશ પીકચર્સ છે. ૨૦૦૦૦ આપ્યા છે. પ્રિજાઓ હમેશાં સાચાં માનને નહિ પણ નકલ કરી જાણનારને જ પજે છે તેની આ સચોટ સાબિતી છે. બાકી ખરા નરસિંહ મહેતાને તે આખી જિંદગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60