________________
વિચાર-દર્શન
દોઢ વર્ષ અગાઉ, મુંબઈની મહાસભાવાદી સરકારે જ્યારે, નવા પ્રોપર્ટી ટેક્ષ સાથેનું બજેટ ધારાસભામાં રજુ કર્યું ત્યારે “સુવાસ' [ ફાલ્ગન ૧૯૯૫] ની તંત્રીનોંધમાં એ બજેટ સામે ચેતવણી આપતાં જણાવાયેલું કે
‘મહાસભાએ પ્રાન્તોનું શાસન સ્થાયી સ્વરૂપે તે સ્વીકાર્યું નથી. આજે મહાસભાવાદી સરકાર છે. આવતીકાલે બીજી પણ આવે. મહાસભાવાદી સરકાર દારૂબંધીના કારણે આવતી ખોટને પૂરવા જે નવા કરવેરાના માર્ગ ખુલા કરે છે એ કરવેરાથી ગમે તેટલું નુકશાન છતાં પ્રજા તે સરકારને પોતાની માની આજે તે ચલાવી લે છે. પણ મહાસભાવાદી સરકાર કદાચ રાજીનામાં આપે અને એ પછી આવનારી બીજી સરકારો દારૂનિષેધની યોજનાના અમલને શિથિલ કરીને પણ એ કરવેરાને ચાલુ નહિ રાખે એની કંઇ ખાત્રી? અને એવી સરકારો જે દારૂ પરના પ્રતિબંધને જ ઉઠાવી લે તે, આજે જે શુદ્ધ કે અશુદ્ધ સ્વરૂપમાં પણ દેશી દારૂને ઉદ્યોગ અનેક પ્રકારે સચવાઈ રહ્યો છે; એ ઉદ્યોગથી, તેને સાચવનાર વર્ગ જુદો પડી ગયેલ છે, તે સમયે દારૂની ઊભી ગયેલી નવી જરૂરિયાતને પૂરી કરવાને ઈજારો કેવળ ૫રદેશીઓને હસ્તક તે નહિ ચાલ્યો જાય ને?
- “મહાસભાવાદી સરકારે જ્યાં સુધી સ્થિર સ્વરૂપમાં નથી ત્યાંસુધી અમુક લાભદાયી યોજનાઓના અમલ માટે નવા કરવેરા નાંખવા એ કરતાં તે અમલ લેનેકારા કરે વધ વ્યાજબી છે. જે મહાસભાવાદી સરકાર ને દારૂનિષેધની યોજના બંને સ્થિર બનશે તે એ લેનો ગમે તે રીતે ભરપાઈ કરી શકાશે; ને સ્થિર બનેલી યોજનાની ખોટ નવા કરવેરાથી પૂરી શકાશે. પણ આજે નખાયલ નવા કરવેરાથી પ્રજા પરિચિત થઈ જતાં ભાવિ સરકારો દારૂનિષેધને શિથિલ બનાવીને એ નવા કરવેરાને સહેલાઈથી ચાલુ રાખી શકશે અને એ રીતે વધેલી આવકને ઉપયોગ તે ગમે તે માર્ગ કરી શકશે.”
પણ એ ચેતવણી નિષ્ફળ ગઈ. બજેટ મંજૂર થયું. ને આજે પ્રજા એનાં કડવાં પરિણામ ભોગવી રહી છે.–દારૂબંધી રદ થઈ છે, દેશી દારૂને ઉદ્યોગ કચરાઈ ગયો છે, પરદેશી દારૂનાં બજાર ખુલ્લાં થયાં છે, અને પ્રોપર્ટી ટેક્ષને જે તે પ્રજાની પીઠ પર કાયમ જ રહ્યો છે.
હવે ગઈગુજરીને યાદ કરવાથી કંઈ લાભ નથી. પણ આ તકે અમે પ્રજાને બે વસ્તુઓ પ્રત્યે ખાસ ધ્યાન આપવા વિનંતિ કરીએ છીએ , “સુવાસ” ની રાજકીય વિચારણાઓ કેટલીક વખતે ગહન અને કેઈક પ્રસંગે ચાલુ પ્રચારથી જુદા જ માર્ગે વળતી મનાય છે. પણ તે કેવળ નવીનતા દર્શાવવાને જ નથી હોતી. તેની પાછળ સૂકમ મંથન રહેલું હોય છે, અને રાષ્ટ્ર, ધર્મને પ્રજાની સેવા એ જ તેને ઉદ્દેશ હોય છે. છે અને બીજી વસ્તુ એ કે રાષ્ટ્ર કે પ્રજાજીવનને કોઈ પણ કાળે અવનવા સિદ્ધાંતની પ્રયોગશાળા ને માની લેવાં જોઈએ. રાષ્ટ્રનીતિ કે પ્રજા સમસ્તને સ્પર્શતા નવા સિદ્ધાંત અમલમાં મૂકતી વખતે એનાં બધાં જ સંભવિત શુભ-અશુભ પરિણામ વિચારી લેવાં ધટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com