Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 1
________________ લવાજમ હજી ન મોકલાવ્યું હોય તે તરતજ મેકલાવી આપે. સુવાસ કાર્યાલય રાવપુરા, વડે દરા. નિવેદન ૧. લવાજમ ચાર મહિના થયાં ‘સુવાસ' ત્રીજા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. છતાં હજી, વારંવારની વિનંતિઓ છતાં, કેટલાક ગ્રાહકોનાં નવા વર્ષનાં લવાજમ નથી મળ્યાં. આ ગ્રાહક-બંધુઓને અમે ફરીફરીને વિનંતિ કરીએ છીએ કે તેઓ અમને વી. પી. કે પત્રવ્યવહારના નાહક ખર્ચમાં ન ઉતારતાં, તરતજ પિતાનાં લવાજમ મનીઓર્ડરથી મોકલાવી આપે. અને જેમની, નવા વર્ષનાં લવાજમ ભરવાની ઇચ્છા જ ન હોય તેઓ, તેમણે સ્વીકારી લીધેલા ચાર અંકની કિંમત પેટે, અમને રૂ. ૧-૧-૦ મોકલાવી આપી તરતજ ના જણાવે. આ મહિનાથી ગ્રાહકોને નવા વર્ષની ‘સુવાસ'ડાયરી-ભેટ મોકલવાનું શરૂ થાય છે. જેમનાં લવાજમ મનીઓર્ડરથી મળી જશે તેમને તરત જ તે ભેટ મોકલાવી અપાશે. વી. પી. ની પ્રથા ગ્રાહકને અને અમને બંનેને નુકશાનકર્તા–ગ્રાહકને ત્રણ આનાને વધારે ખર્ચ, અમને તે પાછું ફરવાનો ભય–છે. પરંતુ જે ગ્રાહકે વી. પી. થી જ નાણાં મોકલાવવાનું પસંદ કરતા હોય તેઓ તે લખી જણાવશે તે તેમને તરતજ વી. પી. કરાશે. ૨. વ્યવસ્થા-નિયમિતતા અત્યારસુધી સુવાસ' હિંદુ મહિનાઓની ગણતરીએ પ્રગટ થતું હતું. પણ તેમાં પિોસ્ટ ખાતું, બજેટ ને લવાજમની વાર્ષિક ગણતરી વગેરે વ્યવસ્થા જાળવવાને અંગ્રેજી મહિના સાથે પણ મેળ સાચવી રાખ પડતા હતા. આમ થવાથી ‘સુવાસ' તારીખોમાં કંઈક પાછળ પડી ગયું. જ્યારે પિસ્ટના કાયદા પ્રમાણે રજીસ્ટર્ડ પત્રો માટે તારીખની નિયમિતતા અનિવાર્ય છે. એટલે અમારે માટે માસિકને હવે અંગ્રેજી મહિનાની ગણતરી પર મૂકવું જરૂરી બન્યું છે. હવેથી અમે અમારી મૂળ પાંચમી તારીખે જ દરેક અંક નિયમિત રીતે બહાર પાડવાનું ઠેરવ્યું છે. શ્રાવણ મહિનાનો આ એક સપ્ટેમ્બરની શરૂઆતમાં પ્રગટ થાય છે. અને હવે પછીના દરેક અંક પણ અંગ્રેજી તારીખને નિયમિત રહી પાંચમી તારીખે રવાના થઈ જશે. ૩. લાભ-વિશિષ્ટતા– ગમે તે મહિનાથી “સુવાસ' ના ગ્રાહક બની શકાય છે. - “સુવાસ’ ને નમૂનાને અંક પત્ર લખી જણાવનારને વિનામૂલ્ય મોકલવામાં આવે છે. દરેક વિષયના લેખને આ માસિકમાં સ્થાન અપાય છે. પણ અભ્યાસપૂર્ણ છતાં સુવાસ, સરળ અને રસિક લેખને પ્રથમ પસંદગી મળશે. જોડણી સંબંધમાં વિદ્યાપીઠના કેશને અનુસરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 60