Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 9
________________ અપૂર્ણ સાધના પરિણામ શું આવ્યું?' મહારાજ, એક હાથીને લોખંડની સાંકળે બાંધીને આ તળાવમાં ફેરવ્યું અને જ્યારે બહાર નીકળે ત્યારે તે સાંકળ સેનાની થઈ ગઈ હતી એવી કૃતિ છે. એ કદાચ કલ્પનામય મસ્તિષ્કને આવિષ્કાર પણ હોય ! મહારાજ, એક વાત તે હું તમને ખાત્રીપૂર્વક કહી શકું છું કે પ્રત્યેક રાત્રીએ અહીં કંઈ આભુત અવાજ આવે છે અને પેલે કાંઠે કંઈક ઝાંખી મનુષ્યમૂર્તિઓ હરતી ફરતી દેખાય છે!” શું એ પ્રત્યેક રાત્રીએ દેખાય છે?' ‘હા, મહારાજ.” અને તમે કઈ જાતને અવાજ સાંભળો છો ?” ‘મહારાજ, એ સ્વર એક ર્તિનાદને મળતા આવે છે.' ‘વારુ, ત્યારે આપણે એ બાબતનું નિરીક્ષણ આજે રાત્રે કરીશું.' રાત્રિની નીરવતામાં ભેળમદેવનું તળાવ શાંત હતું. મહારાજના શિબિરમાં સર્વે બેઠા હતા. નાગવંશીય રાજાઓની વાત ચાલતી હતી. પૂજારી પિતાના બાપદાદાઓના સમયથી કથા સાંભળતે આવેલું હતું. કેવી રીતે વિદીશાના પ્રથમ નાગરાજ શેષનાગે વિદીશાની કીર્તિ વધારી અને પછી તેના પુત્રોએ હિંદુધર્મની પુનરચના આચાર્યો પાસે કરાવી ઇત્યાદિ કથા તે રસપૂર્વક કરતો હતો. એકાએક સત્રિની શાંતિને ભંગ કરતી એક ચીસ સંભળાઈ. સર્વે ચમકીને ચારે બાજુ જોવા લાગ્યા. પુનઃ એ ચીસ જેરમાં સંભળાઈ અને એ ખરેખર હૃદયભેદક હતી. પૂજારી બે, “મહારાજ, શિબિરની બહાર પેલી મનુષ્યમૂર્તિઓ આપને દેખાશે.” * સર્વે બહાર આવ્યા. રાત્રિના અંધકારમાં તળાવને બીજે કાંઠે દસબાર મનુષ્યમૂર્તિઓ દેખાઈ. ચીસ બીજી બે વાર સંભળાઈ અને પછી રાત્રીની ક્ષતિ પુનઃ સ્થાપિત થઈ મૂર્તિઓ પણ અદશ્ય થઈ ગઈ. આ દશ્ય જોઈને સર્વે વિચારમાં પડી ગયા. મહારાજને નિદ્રા આવી નહીં અને સમરત રાત્રી તેમણે તળાવમાં ધનની તપાસ કરવી કે નહીં તેની ગડમથલમાં કાઢી. પ્રાતઃકાલમાં મહારાજને ભયે ખબર આપી કે એક સાધુ તેમનેં મળવા માગતા હતા, મહારાજે તેને અંદર લાવવા કહ્યું. એક જટાધારી મૂર્તિ શિબિરમાં દાખલ થઈ "મહારાજ, આપ એક આદર્શ નરેશ છે. માટે જ મેં મારી રીતિ છી આપને મળવાનું પૈગ્ય ધાર્યું.” તે બે. હે મહાત્મન, આપને મારા પર ઘણું જ અનુગ્રહ છે.” મહારાજ, આ તળાવની લક્ષ્મી પ્રાપ્ત કરવાની ચેષ્ટા છોડી દે.” : મહારાજ, એ લક્ષ્મી પ્રાપ્ત કરવામાં અનેક વિટબણાઓ છે. તે પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્ત કરનાર પણ જીવી શકવાનો નથી.” * “એનું શું કારણ?” : મહારાજ, નાગરાજ રામચંદની પછી જ્યારે શકનું આક્રમણ થયું ત્યારે શિક્ષક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60