Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 8
________________ અપૂર્ણ સાધના " “મહારાજ' લક્ષ્મણ બારો, “એ ઊંડા તળાવમાં જે ધન છે તેથી તે આપણું મંડલગઢના સર્વે ભંડાર ભરપૂર થઈ જશે.” કંઈક મૌન સેવ્યા પછી મહારાજ દલપતિશાહ બોલ્યા, “પરતુ લક્ષ્મણે એક લેકવાયકાને આધારે એ તળાવને ખેદાવવા જવું એ જનતામાં હાંસીપાત્ર થશે તથા એનાથી કંઈ ન નીકળ્યું તે તે ખોદવામાં કરેલ ખર્ચ વ્યર્થ જશે.” - લક્ષ્મણ કંઈક વિચારમાં પડી ગયો અને થોડીવારે બેલ્યો, “મહારાજ, પણ મંગળ ધીમર (માછીમે માછલીને માટે જાળ નાંખતી વખતે પોતાના પગ નીચેથી એક સુવર્ણમુદ્રા મળી હતી એ સ્પષ્ટ બતાવે છે કે કવાયકામાં કંઈક સત્યને અંશ છે.” - દલપતિશાહ બોલ્યા, “પણ ભોળમદેવ મહાદેવના પૂજારી તે એ તળાવમાં નિત્ય સ્નાન કરે છે. શું એમને મુદ્રા નથી મળી?” મહારાજ, પૂજારી તો એક બ્રાહ્મણની માફક ડૂબકી મારી બહાર આવી રહે છે એમને કયાંથી મળે ?” ' કંઈક થંભીને મહારાજ બોલ્યા, ‘વારુ, હું જાતે ત્યાં આગળ જવા ઇચ્છું છું. સમરસિંહ ભૂમિ-પરીક્ષામાં ઘણે કુશળ છે. તેને સાથે લઈ લેશું. બધુ ધીમર પાણીને રાજા છે, તેને પણ લઈ લેશું. ત્યાં ગયા પછી વાત !' મહારાજ દલપતિશાહે જ્યારે ભેળમદેવ તળાવના ગુપ્ત ધનની વાત રાણી દુર્ગાવતીને કહી ત્યારે તેણે કહ્યું, “મહારાજ ગુપ્ત ધનની સાથે હંમેશ તે ધન મૂકનારનો આત્મા સંકબાયલે હેય છે અને એ ધન આપને મળ્યું તે કદાચ તે આત્મા કંઈ અનિષ્ટ પણ કરી શકે છે.’ - દલપતિશાહ હસીને બેલ્યા, ‘પ્રિયે, એ તારે ભય નિર્મળ છે. આપણને કંઈ પણ અનિષ્ટ થશે નહીં.' મહારાજના આવાસમાં એક ભૂત્યે આવી ખબર આપી કે, તે તળાવ પર જવાની સર્વ તૈયારી થઈ ચૂકી હતી. મહારાજ પ્રવાસે નીકળ્યા. મહારાજના રસાલીને પડાવ ભેળમદેવ મહાદેવના મંદિર પાસે પડશે. ત્યાંના વૃદ્ધ પૂજારીએ માસનું સ્વાગત કર્યું. મહારાજ બેલા, “પૂજારીજી, આ તળાવમાં અઢળક લામી છે એમ મેં સાંભળ્યું છે. શું એ વાત ખરી છે?' મહારાજ, મારા પૂર્વજોએ મને કહ્યું છે કે નાગરાજ રામચંદ્રના સમયમાં આ તળાવમાં પારસમણી હેવાની વાત હતી અને તે શોધવા માટે નાગવંશીય ક્ષત્રિયોએ અનેક પાંચ કીધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60