Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 15
________________ યાંત્રિક ખેતી પંપે નવેસરથી સુંદર વ્યવસ્થા કરી આપે. વિક્રમ, શાલીવાહને ને શ્રીહર્ષે એ રીતે પ્રજાના ઋણી બનેલા વર્ગોનાં ઋણ ચૂકવી આપેલાં છે. મુસ્લીમ શાસકોએ અનેક પ્રકારના અત્યાચાર કર્યા છતાં ઉપરોક્ત વ્યવસ્થામાં દાખલ કરવાનું વ્યાજબી ન ધાર્યું. પણ પિતાનું ઐશ્વર્ય વધારવાને હિંદને યભેગું કરવા ઈચ્છતી ગોરી પ્રજાને લાગ્યું કે જે ઉપર પ્રમાણે વ્યવસ્થા ચાલુ રહે તે મુસ્લીમ શાસકેની જેમ પિતે પણ એક નામધારી રાજસત્તા બની રહે. ને પિતાના દેશના ઉદ્યોગો માટે આ દેશને વેપારી પીઠું બનાવવું; પ્રજાને હમેશની નિર્બળ અને ગુલામ બનાવવી; પિતાની સંસ્કૃતિનું ઝેર પાઈ તેને પ્રશંસક, પ્રતિકારહીન ને સેવક બનાવવી; પોતાની રાજસત્તાને અહીં અફર બનાવવી; અને પિતાના દેશના બેફાટ ઐશ્વર્યને આ દેશના લેહીમાંથી સતત પિષણ મળતું રહે એ સ્થિતિનેં કાયમ કરવી એ બધી ઈચ્છાઓ તે અણુપૂરી જ રહી જાય. પરિણામે એણે એ વ્યવસ્થાને ક્રમે ક્રમે તોડી નાંખવાને કાર્યક્રમ હાથ ધર્યો. એ કાર્યક્રમમાં તેણે સૌથી પહેલાં વણકરને પકડ્યો. ગોરા વેપારીઓએ આ વણકરને નાણાં, દેશી શાહુકારોને બદલે પોતાની પાસેથી લેવાની ને બદલામાં માલ પિતાને જ આપવાની ફરજ પાડી. વણકરોએ આ યોજનામાં સ્વેચ્છાએ સહકાર ન આપતાં ગોરા વેપારીઓ તેમના ઘરોમાં રાત્રે રૂપિયા નંખાવતા ૪ને તેમને ખાતેદાર લેખી તેમને મ પડાવી લેતા. [ આ કાર્યક્રમે પિતાને દાનવી પંજો તે છે કે મુખ્યત્વે બંગાળ અને બિહારમાં જ બતાવ્યો પણ તેની અસર ધીમે ધીમે આખા હિંદ પર થઈ.] આ અંગે વિરોધ કરે એવા સંખ્યાબંધ વણકરોના અંગુઠા કાપી લેવામાં આવ્યા. પરિણામ એ આવ્યું કે ગામડાંઓના ટકાવન વણકરરૂપી એક પાયો તૂટી પડ્યો ને ધીમે ધીમે એ વેપાર પરદેશી કે દેશી મોલેના હાથમાં ચાલ્યો ગયો. વણકરોના પ્રશ્નના નિકાલ પછી અનેક પરદેશી બનાવટોએ ગ્રામ્ય ઉદ્યોગ સામે હરીફાઈ આદરી ને ગ્રામ્ય-ઉદ્યોગની કિંમત ધીમે ધીમે ઘટવા લાગી. સમય જતાં તે ઉદ્યોગ અદશ્ય થવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે ટકાવનાં ઉપરોક્ત સાધનના હાસથી ખેડૂત અને શાહુકાર બંને એકમેક પર વધુ ને વધુ આધાર રાખતા થયા. ગૌચરે ધીમે ધીમે ઓછાં થતાં ગયાં; કરે વધતા ગયા ને ચરબીના (વેજીટેબલ) ઘીની હરીફાઈથી શુદ્ધ ઘીની વપરાશ પણ ઘટતી ગઈ. પરિણામે ગોપાલન મધુ ને ઓછું લાભકર્તા નીવડવા લાગ્યું. યાંત્રિક ઘાણીઓ ને યાંત્રિક વાહને બળદ, ઘેડા, ઊંટ વગેરેનાં ઉછેરથી ગામડાંઓને મળતા લાભને પણ પિતાને હસ્તક કરી લીધું. ને જે ગામડાઓ પિતાનાં ઉદ્યોગો, પિતાનો શ્રમ અને પિતાનાં વાહને શહેરને લાભ આપી શહેરમાંથી નાણું મેળવતાં હતાં તે ગામડાઓ અનેક પરદેશી વસ્તુઓ ને વાહનથી આકર્ષાઈ પિતાનું અ૮૫ નાણું પણ બહાર કાઢવા લાગ્યાં. અંતમાં, ગામડાઓમાં, શાહુકાર પક્ષે ધીરધાર અને બિનનફાકારક વ્યાપાર અને ખેડૂત પક્ષે ખેતી અને બિન નફાકારક પશુપાલન એટલા જ વ્યવસાય રહ્યા. પરિણામે શાહુકાર ને ખેડૂત બંનેના ટકાવનો આધાર એકમેક પર આવી રહ્યો. બંને પરસ્પર પ્રત્યે ઘૂરકવા લાગ્યા. ખેડૂત દેણું વધારતે ગયે ને તે પાછું વાળવાની નૈતિક જવાબદારીમાં શિથિલ બનવા લાગ્યો. શાહુકાર ખેડૂતને ચૂસવા લાગ્યો ને તેને કોર્ટમાં ધસડવા લાગે. * * આ હકીક્તનાં વિગતવાર અને સત્તાવાર પ્રમાણે માટે ના–“ભારતમાં જ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60