________________
શિ૭૬ - સુવાસ : શ્રાવણ ૧૯૯૬
કેશુ? રાજેશ્વરી! અહીં!” “હા.”
“ રાજેશ્વરી ! કોઈ પણ સોલંકી શહેરમાં દાખલ ન થઈ શકે તે શરતને તે ભગ કર્યો છે. શરતભંગ માટે હું તને કેદ કરું છું.”
રાજેશ્વરીએ માત્ર હાસ્યથી જ પ્રત્યુત્તર આપે. “કેમ હસે છે ?”
કર્ણદેવ! હું જ તમને કેદ કરવા આવી છું.” - “ મને ?”
“હા. તમે તુરંગ તેડી નાસી છૂટયા છે. મહારાજા જયસિહે તમને પકડવા હુકમ બહાર પાડયો છે અને તે હુકમની જવાબદારી મેં સ્વીકારી છે. હું તમને કેદ કરીશ.”
“ શી રીતે ?”
રાજેશ્વરીએ તલવાર બચી ઠંદ્વયુદ્ધનું આમંત્રણ કર્યું. કર્ણદેવે સહર્ષ તે સ્વીકાર્યું. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ શરૂ થયું. આખરે કર્ણદેવના હાથ ઉપર સખ્ત ઘા પડો, હાથમાંથી તલવાર છૂટી પડી. કર્ણદેવ હાર્યો. રાજેશ્વરીએ તેને કેદ કરી ઘેડા ઉપર બેસાડો. બન્ને શહેર બહાર નીકળ્યાં. કર્ણદેવના કપિલ પર બેચાર અશ્રુબિંદુઓ ચમક્યાં. - કર્ણદેવ! રડે છે ?” રાજેશ્વરીએ ધીમેથી પૂછયું.
જવાબ ન મળ્યો.
કર્ણદેવ! પરમાર બચ્ચાને વળી નિરાશા કેવી ?” કાંઈક મજાક અને કાંઇક કટાક્ષમાં રાજેશ્વરીએ કહ્યું.
કુમારી! મને તમારી દયા આવે છે તેથી રહું છું. નિરાશાથી નહીં.” કર્ણદેવની આંખમાં ચમકાર જણ. * “ હારી દયા ?”
હા. યાદ છે તે દિવસની પ્રતિજ્ઞા –“રાજેશ્વરીને દેહ અર્પણ થશે કર્ણદેવને અગર તે યમદેવને !” કર્ણદેવે યાદ આપતાં કહ્યું
કુમારી! તે પ્રતિજ્ઞાન હવે કદાચ ભંગ થશે..”
ચી..”
“રાજેશ્વરી! કર્ણદેવને માટે મુક્તિભિક્ષા યાચવા તું આવી છો?” “હા, મહારાજ.” “પણ તે કેદમાંથી નાસી છૂટેલો રાજદ્રોહી છે. રાજદ્રોહનું ઇનામ વધ જ હેય.” “ મહારાજ.......”
રાજેશ્વરી! હું તેને બચાવું, પરંતુ એક શરતે..” “શી?” રાજેશ્વરીના સાદમાં અધીરાઈ આવી. “એજ કે તું રણમલ સાથે પરણવા કબૂલ થા છે.” રાજેશ્વરીએ નિ:શ્વાસ મૂક. “કેમ શું વિચાર છે ” જયસિંહે પ્રશ્ન કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com