________________
કેદી - ૧ બીજે દિવસે પરોઢિયે તુરંગના રક્ષકાએ સિંહ પાસે આવી જાહેર કર્યું કે કર્ણદેવ સુરંગ તેડી નાસી ગયે હતો.
એક દંતકથા છે. ઉજયિનીના પરમારે અને ગુજરાતના સોલંકીઓ વચ્ચે વર્ષોજૂનું વૈર હતું. સિદ્ધરાજ નામથી ઈતિહાસમાં પ્રસિદ્ધ થએલ સેલંકી સિંહે ઉજ્જયિની ઉપર ઘેરો ઘાલ્યો હતે. કહેવાય છે કે પરમાર અને સોલંકીઓ વચ્ચેનું આ યુદ્ધ અઢાર વર્ષો સુધી ચાલ્યું હતું.
કીર્તિસિંહ જયસિંહને એક સામંત હતા. તેને રાજેશ્વરી નામની એક પુત્રી હતી. એક સમયે રાજેશ્વરી તેના માતાળ ઉજયિની ગઈ હતી. કીર્તિસિંહની પુત્રસમોવડી એ પુત્રીને ઘોડેસ્વારી, તલવારબાજી, તીરંદાજી વગેરે યુદ્ધવિષયક કેળવણી આપવામાં આવતી હતી. એક સમયે રાજેશ્વરીએ એક વૃક્ષ ઉપર બેઠેલા એક પક્ષી ઉપર નિશાન તાકયું. પક્ષી ઊડી ગયું. તીર ખાલી ગયું. નિરાશ થઈ તેણે કામાં ફેંકી દીધું. પાછળથી અટ્ટહાસ્યને અવાજ સંભળા. રાજેશ્વરીએ જોયું કે એક પરમાર યુવક ખુલા મુખે હસી રહ્યો હતો.
નાલાયક! તેમાં હસે છે શાને ?” રોષથી રાજેશ્વરીએ કહ્યું. “સુંદરી! તમે નિશાન ચૂક્યાં તે ઉપર નહીં, પરંતુ તમારી નિરાશા ઉપર.” “એટલે?” રાજેશ્વરીને ગુસ્સ કાંઈક ઓછો થસે હતો.
“એટલે કે તમે કઈ સોલંકીની પુત્રી લાગે છે ! પરમારો કદી નિરાશ થતાજ નથી.” આ મહેણું રાજેશ્વરીને વસમું તે લાગ્યું, પણ તેને ઉડાવી દેવા તેણે કૃત્રિમ હાસ્ય કર્યું.
પરમારે તે જાણે બધામાં નિષ્ણાત જ હેય ને!” તેણે કટાક્ષ કર્યો.
“હાસ્તો. જુઓ..” એમ કહી તેણે એક પત્થર જમીન ઉપરથી લઈ ઝાડ ઉપર માર્યો. પલકમાં બે પક્ષીઓનાં મૃત શરીર ઝાડ પરથી જમીન પર પડયાં. યુવક ફરીથી હસ્ય. રાજેશ્વરી તે મુધ બની જેઈજ રહી. થોડીવારે તે સાનમાં આવી. એકબીજાનાં નામે પૂછાયાં. બન્ને એકબીજાથી પરિચિત થયાં. કર્ણદેવ રાજેશ્વરીને શસ્ત્રવિદ્યાને ગુરુ બન્યો; શૈડા દિવસો પસાર થતાં અને પ્રેમી બન્યાં.
આખરે રાજેશ્વરી પાટણ આવી; અને પ્રેમીઓ જુદાં પડયાં. વર્ષ બે વર્ષમાં પરમારો અને સોલંકીઓ વચ્ચે વિગ્રહ શરૂ થયો. કર્ણદેવ પરમાર સૈનિકેની એક ટુકડીને સરદાર બન્યો, અને લડતાં સોલંકી રાજાના હાથમાં કેદ પકડાયો.
મહાશિવરાત્રીને દિવસે ઉજયિનીમાં ભગવાન મહાકાલને ઉત્સવ થતો. તે પ્રસંગે મેટ મેળો ભરાતે. બહારગામથી હજારો યાત્રાળુઓ ભગવાન મહાકાલનાં દર્શને આવતા. વિગ્રહને અંગે ઉત્સવ બંધ ન રહે અને દર વર્ષે આવતા યાત્રાળુઓને નિયમ ભંગ ન થાય તે માટે સોલંકીઓ અને પરમારે વચ્ચેને વિગ્રહ ચાર દિવસ સુધી બંધ રહેતો. શહેરના દરવાજાઓ ખુલ્લા મૂકાતા; પરંતુ શરત એ કરવામાં આવતી કે યુદ્ધવિરામ દરમિયાન ખુલ્લા દરવાજાને લાભ લઈ કેઈપણ સેલંકીએ શહેરમાં દાખલ થવું નહીં.
સાંજનો સમય હતો. કર્ણદેવ પિતાના તંબુ પાસે આરામથી એકાંતમાં લાંબો થઈ સૂતે હતા. તેવામાં પૂરજોશથી ઘોડો દેડાવી આવતા એક સૈનિકને તેણે દૂરથી નિહાળ્યો. તે સૈનિક તેની તરફ જ આવી રહ્યો હતો. તે ભ થયો. ડીવારે સૈનિક બિલકુલ નજીક આવી પહેઓ ઘોડા ઉપરથી નીચે ઊતરી નીચા નમી તેણે મુજરો કર્યો. કર્ણદેવ ચમકપુરુષવેષમાં તેણે રાજેશ્વરીને ઓળખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com