Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 43
________________ કવિ ન્હાનાલાલ [એક ટૂંકી નેધ ] રમણલાલ વ. દેસાઈ વીસમી સદીને–વીસમી સદીના ગુજરાતને ઘાનાર સાહિત્યકારોમાં કવિ નાનાલાલનું સ્થાન અજોડ છે એમ કહીએ તે આપણે એક ઐતિહાસિક સત્ય ઉચ્ચારીએ છીએ. સાહિત્યમાં નજરે ચડે એવાં અનેક ઊંચાં નીચાં શિખરો તે છે જ. પરંતુ તેમાં રિયામાં ઊંચું શિખર તે નહાનાલાલ. ઓગણીસમી અને વીસમી સદીનાં સામાજિક, ધાર્મિક અને રાજકીય આંદલને ઝીલી તૈયાર થયેલા માનસારા વિચાર, ઉચ્ચાર અને કલ્પનાના પડઘા પાડી ગૂર્જરજીવન અને સાહિત્ય માટે નવનવા ચીલા પાડી આપનાર શ્રેષ્ઠ સાહિત્યનેતા કેણ એમ કઈ પૂછે તે સ્વાભાવિક રીતે જ આપણે હાનાલાલનું નામ દઈએ. હવે કદાચ reservations-શ્રેષ્ઠત્વ સ્વીકાર સાથે સંકેચ-હશે. કાલનું વહન સર્વને ઈતિહાસ બનાવી દે છે, અને એતિહાસિક દષ્ટિ ખૂબીઓ સાથે ખામીઓ પણ ઊભી કરે એ સંભવિત છે. પરંતુ એટલું તે ચોક્કસ કે, વીસમી સદીના અત્યારસુધીના સાહિત્યમાં ઊંચામાં ઊંચું શિખર તે નહાનાલાલ વર્તમાન સાહિત્યકારેના નમૂના-type-નું નિરીક્ષણ તેમનામાં કરીએ. નવીન યુગને જે સાહિત્યકારોદ્વારા ગુજરાતમાં ઉદય થયો એમાંનાં બે પ્રતાપી નામ તે દલપત અને નર્મદ. આધુનિક ગુજરાતને ઘડનાર એ બે સાહિત્યકારોમાંના એક સભ્ય સાહિત્યકાર દલપતરામના પુત્ર તરીકે નહાનાલાલને જન્મ. સ્વામીનારાયણ સંપ્રદાયની ભક્તિ અને નવીન વિચારો-સુધારા-નો સમન્વય આમ પ્રથમથી જ ગળથૂથીમાં. યુનિવર્સિટીને અભ્યાસ એ બીજું તત્ત્વ ન્હાનાલાલના ઘડતરમાં. અંગ્રેજી અને ફારસી ભાષાઓને અભ્યાસ–છતાં સંસ્કૃત શબ્દાવલીને ખૂબખૂબ પરિચય. હાઈસ્કૂલ-કેલેજની રમતગમતને શોખ એ ત્રીજું તત્ત્વ. પશ્ચિમના સાહિત્યવાંચનમાંથી ઉદ્દભવેલી અને ગ્રેસઠારા પિવાયલી દેશાભિમાનની ભાવના એ તેમના જીવનનું ચોથું તત્વ. આવા સંજોગોમાં સ્વશક્તિનું જાગતી જોત જેવું ભાન-consciousness-અહું એ પાંચમું તત્ત્વ. કર્તવ્યનિષ્ઠ પિતા અને ઉગ્ર માતાના રચેલા કુટુંબ-વાતાવરણમાં વીસમી સદીના બીજા દશકાથી નીતિભાવનાનાં બદલાઈ રહેલાં સ્વરૂપ પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન થાય તે પહેલાં નીતિની દઢ બંધાઈ ગએલી ભાવના એ છઠ્ઠ તત્વ. રસિકતા પૂરી પરતું તે લગ્નની મર્યાદામાં જ. શંગારરસ ખરો પરંતુ તે બિભત્સ વાસ્તવતાને વળગતે તે નહીં જ એ માનસસ્પષ્ટતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60