Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 48
________________ ૧૮૮. સુવાસ : શ્રાવણ ૧૯૯૬ કે અમેરિકન પ્રજાએ, પોતાના પ્રમુખપદ માટેના દરેક ઉમેદવારને, ત્રણ પુસ્તકો વાંચવાની અને તેમને પચાવવાની ભલામણ કરી છે. તે ત્રણ પુસ્તક તેઃ “બાઈબલ’, ‘ગ્રેસ ઑફ થ’ નામે નવલકથા ને હીટલરની આત્મકથા.” ૪ * વર્તમાન યુદ્ધમાં અમેરિકાનાં સંયુક્ત રાજ્યનું સ્થાન અપૂર્વ છે. જર્મની એને તટસ્થ રાખવા ઈચ્છે છે, ઇગ્લાંડ તેને પિતાના પક્ષે યુદ્ધમાં ઉતારવા મથે છે. આ અંગે, અમેરિકન પ્રજાનાં હૈયાં છતવાને બંને પક્ષોએ ત્યાં અદ્દભુત પ્રચાર આદર્યો છે. તેમાં અમેરિકાની શાંતિચાહક પ્રજાને જર્મન પ્રચારની ભીતિ નથી. કેમ કે અમેરિકા જર્મનીનું મિત્ર બને છે તે તદ્દન અસંભવિત છે. પણ ઇંગ્લીશ પ્રચારથી તે ગભરાય છે–રખેને અંગ્રેજ અમેરિકાને યુદ્ધમાં ઊતરવાને લલચાવવામાં સફળ થાય. આ અંગે પરદેશી પ્રચારનું બળ ખોળી કાઢવાને ને તટસ્થતાની વિરૂદ્ધ જતા પ્રચારને કાબૂમાં લાવવાને અમેરિકન સરકારે સાત સેનેટની એક સમિતિ નીમી તેમને ૨૫ હજાર ડોલરને ખર્ચ કરવાની મંજૂરી આપી છે. મેકસીકેની પ્રજા દેશના કોઈ પણ ભાગમાંથી પિતાના પ્રમુખ પર વિના ખરચે તાર કરી શકે છે. X બ્રિટનમાંના હિંદના મિત્ર તરીકે નામાંકિત બનેલા અને થોડાક મહિના અગાઉ મૃત્યુ પામેલા મી. જ લેન્સબરી મૃત્યુના થોડા જ દિવસ પહેલાં લખેલા લેખમાં જણાવે છે કે, “સાચા ખ્રિસ્તી તરીકે જીવન જીવવાનો મેં પ્રયાસ કર્યો છે. પણ ચારિત્ર્યની ખલના અને સ્વભાવદોષના કારણે હું તેમાં વારંવાર નિષ્ફળ ગયો છું.” દિવસે દિવસે યુરોપીય પ્રજ યુદ્ધમાં કેટલી વધુ ભયંકર બનતી જાય છે તે તે દિનપ્રતિદિન આવતા યુદ્ધસમાચારોથી સહેજે સમજી શકાય તેમ છે. પણ એ યુદ્ધના ગંજાવર ખર્ચ કલ્પનાને પણ થંભાવી દે તેવા છે. ' ગત મહાયુદ્ધના ભીષણમાં ભીષણ વર્ષમાં બ્રિટને ૧૭૦ કરેડ પૌડને ખર્ચ કરેલો ને તે યુદ્ધનો કુલ ખર્ચ તેને ૧૩૫૭ કરોડ ૮૦ લાખ પડ જેટલે થયેલો. આ યુદ્ધના પ્રથમ વર્ષમાં જ તેને ખર્ચ બે અબજ પૈડ જેટલું થવા જાય છે. કાંસે ગત યુદ્ધના ભીષણમાં ભીષણ વર્ષમાં એક અબજ પૈડનો ખર્ચ કરેલે ને યુદ્ધને કુલ ખર્ચ તેને ૭૯૬ કરોડ ૨૦ લાખ પાઉન્ડ થયેલ. આ યુદ્ધમાં પ્રથમ વર્ષ પૂરું થયા પહેલાં જ નમી જવા છતાં તેને ૧૨૦ કરોડ પિંડ જેટલો ખર્ચ થઈ ગયો છે. ચાલુ ગણતરી પ્રમાણે યુરોપ-અમેરિકાનાં લશ્કરી ખાતાઓમાં, સૈનિક દીઠ, લશ્કરી સરનામ સાથે, સરેરાશ વાર્ષિક ૧૯૦૦ પાઉન્ડનો ખર્ચ આવે છે. પચાસ લાખનું સૈન્ય નભાવવાને વાર્ષિક ૯૫૦ કરોડ પાઉન્ડને ખર્ચ કરવો પડે. અને જર્મની અને રશિયાની સૈન્યસંખ્યા તો તે કરતાં પણ વિશેષ છે. ગત મહાયુદ્ધમાં એક સૈનિકને સંહાર કરવાની પાછળ સરેરાશ પાંચ હજાર પાઉન્ડનો ખર્ચ થતો, પણ આ યુદ્ધમાં તે કરતાં પણ વધારે ખર્ચ થવાને સંભવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60