________________
કવિ ન્હાનાલાલ ૧૮૫ શિક્ષકમાંથી કેળવણીકાર તરીકે અને વહીવટી અમલદાર-administrator તરીકે પણ કવિ ન્હાનાલાલ સફળતાપૂર્વક વિકાસ પામ્યા. સદ્દભાગ્યની એ વાત હતી કે જીવનની બાહ્ય સફળતાએ તેમના સાહિત્યનું લેશ માત્ર ધન કર્યું નહીં. ઊલટું એ સ્થાને અને અધિકારો તેમના સાહિત્યને પિષક નીવડ્યાં. આજન્મ સાહિત્યકાર ન્હાનાલાલે એ સુખમય પરિસ્થિતિને પિતાના સાહિત્યવિકાસ અર્થે ઉપયોગમાં લીધી. કાઠિયાવાડ-એજન્સીનું કેળવણીખાતું તેમને હસ્તક આવ્યું.
હિંદનું રાજકીય વાતાવરણ વીસમી સદીની શરૂઆતથી ઉગ્ર બનતું જતું હતું. બંગભગનો પ્રસંગ, તિલક ઉપર ચાલે કેસ, કાન્તિનાં હિંસક સ્વરૂપ, જર્મન યુદ્ધ, ગાંધીને હિંદપ્રવેશ તથા જલિયાવાલા બાગવાળી કતલ એ બધાય પ્રસંગે હિંદને રાજદ્વારી જાગૃતિ વધારે અને વધારે આપે જતા હતા. જલિયાવાળા બાગની કતલે હિંદની પરાધિનતા સાથે બ્રિટિશ સલ્તનતના નિબુર અને વાળમાં ગૂંચવતા સ્વાર્થભર્યા આત્માને ચોખા સ્વરૂપમાં પ્રદર્શિત કર્યો, હિંદવાસીઓની ક્રોધાવાળા સમગ્ર હિંદ ઉપર ફેલાઈ ગઈ અને એ ક્રોધ પણ પરાધિનતાને પાત્ર સ્વરૂપમાં પ્રદર્શિત થયે. *
- કવિ ન્હાનાલાલનું માનસતંત્ર આવા પ્રચંડ પ્રવાહોનો પડઘો ન પડે તે નવાઈ કહેવાય. તેમણે સારા પગારને મેહ જ કર્યો, અમલદારી સત્તાને બાજુએ ખસેડી અને સારા પગાર અને ઊંચી સત્તાને બળે મળતાં સુખ-સગવડને ફગાવી દઈ પિતાની નેકરીનું રાજીનામું આપી દીધું.
પરતુ દેશસેવા માટે મુક્ત બનેલા આ મહાકવિને વર્તમાન રાષ્ટ્ર-સંસ્થાઓ અપનાવી શકી નહીં. કેના સ્વભાવને, કેના વર્તનને દોષ આ સ્થિતિ માટે જવાબદાર ગણા એ નક્કી કરવું મુશ્કેલ છે અને આપણું કાર્ય માટે બિનજરૂરી છે. માત્ર એકજ સત્ય આપણે જોઈ શક્યાઃ કવિ ન્હાનાલાલ અને વર્તમાન રાષ્ટ્રવલણ વચ્ચે અભેદ્ય ઐક્ય વિકસી શકયું નહીં. હાનાલાલનું દેશાભિમાન અને તેમનો સ્વાર્થત્યાગ ગુજરાતને ગૌરવ આપે એવાં ત છે. છતાં રાષ્ટ્રિય પ્રવાહ--કહો કે એ પ્રવાહને દેરતાં નહાનાં મહેટાં માનસ અને ન્હાનાલાલના માનસને મેળ ન મળે. એકજ પક્ષમાં અનેક પ્રબળ અહં ભેગાં થયાં હતાં જ, એ અહંના ઘર્ષણનું આ પરિણામ હશે? દેશસેવા માટે દુઃખ આવકારનાર એક વિરલ વ્યકિત આમ એકલી અટુલી બની ગઈ !
એ એકલતા-એ ત્યાગની નિષ્ફળતાનું ભાન મહાકવિના હદયને કેવું ખારૂં, મહાકવિની વાણીને કેવી ઉગ્ર અને મહાકવિના વર્તનને કેવું વિચિત્ર બનાવી દે છે એ જોવા માટે આજના કવિ ન્હાનાલાલ તરફ નજર નાખી બસ થશે. આ સ્થળે ટીકા કરવાને આશય નથી. આપણી સાર્વજનિક મિત–અને બહુ જ કિંમતી મિલ્કત– સરખા મહાકવિ ન્હાનાલાલની કવિતા સમજવા માટે એક વ્યક્તિ તરીકે તેમની વિશાળ જીવનભૂમિકા નીરખવાની જરૂર હોવાથી આ પ્રસંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. - સાહિત્યને માટે આથી એક દુઃખદાયી પરિણામ આવ્યું. કવિ ન્હાનાલાલનાં–
“પાર્થને કહે ચઢાવે બાણ” જેવાં ભવ્ય કૂચગીતોની સાથે આપણી સભાઓ અને આપણી કવાયત શરૂ થવાને બદલે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com