________________
કિરાયું ૧૭
પ્રગતિને પરિણામે જ થાય છે. વસ્તીમાં વધારો, આગગાડીની ખીલવણી, વ્યવસ્થિત રાજ્ય તંત્ર વિજ્ઞાનની શોધખોળો એ બધાને પરિણામે જમીનની કિંમત વધે છે. કિરાયું વધારવા માટે કોઈ પણ એક વ્યક્તિને પ્રયાસ સફળ થતા નથી. આર્થિક કિરાયું અને તેને વધારે કેવળ સામાજિક પ્રગતિને અંગેજ હેઈને તે નફે રાજ્યને, પ્રજાહિતાર્થે લઈ લેવાને દરેક જાતનો અધિકાર છે. આ જાતની દલીલ સમાજવાદીએ રજૂ કરે છે. વાસ્તવિક રીતે માત્ર જમીનની જ કિમત નહિ પણ દરેક ચીજની કિંમત સામાજિક દૃષ્ટિથી જ નક્કી થાય છે. જે જમીન ઉપરથી મળતું કિરાયું રાજ્યને લઈ લેવાને હક્ક હોય તે જ્યારે સંજોગોના પરિવર્તનને પરિણામે તે જ જમીન ઉપરથી કિરાયું મળવાને બદલે નુકશાન થાય છે, ત્યારે રાજયે તે નુકશાનના બદલામાં પણ વ્યક્તિને કંઈ આપવું જોઈએ. સૌથી મોટી મુશ્કેલી તે એ છે કે ઉત્પાદનમાંથી જે નફો મળે છે તેમાંથી કેટલા ટકા કિરાયું છે તે નક્કી કરવું ઘણું મુશ્કેલ છે. કદાચ એવું પણ બને કે કિરાયું લઈ લેતાં મૂડીના બદલામાં મળતું વળતર પણ લઈ લેવાય. જે બધી જ જમીન રાજ્યની માલિકીની જ હેય તે કિરાયું રાજ્ય સહેલાઈથી મેળવી શકે છે. પણ જમીનની માલિકી જ્યાં સુધી વ્યક્તિગત છે ત્યાં સુધી રાજ્ય માટે કિરાયાને કબજે લેવો સહેલ નથી તેમજ ન્યાયકારક પણ નથી. છતાં રાજ્ય કર દ્વારા કિરાયાંને અમુક ભાગ લઈ શકે છે પણ કરને જે વાસ્તવિક રીતે જમીનદાર ઉપર પડે છે કે ખેડૂત તથા મજૂરો ઉપર પડે છે તે કર નાંખતાં પહેલાં રાજ્ય ખાસ જવું જોઈએ.
કિરાયાની ઘટના જમીન મહેસૂલ અને જમીન ઉપરની રાજ્યની વિઘોટીથી તદન જુદી છે. જમીનમહેસૂલનો વધારો કે ઘટાડે કિરાયાના પ્રમાણ ઉપર અસર પહોંચાડે છે. તેમજ મહેસૂલ નક્કી કરતી વખતે ખાસ કરીને કિરાયાનું પ્રમાણ નહિ પણ જમીનની ફળદ્રુપતા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. કિરાયું માત્ર આકસ્મિક હેઈને મહેસૂલ નક્કી કરવામાં, ઉત્પાદનખર્ચ નક્કી કરવામાં કે વેચાણકિમત નક્કી કરવામાં તેને પ્રાથમિક વિચાર થઈ શકતું નથી. બલ્ક ઉત્પાદન ખર્ચ, વેચાણકિંમત કે મહેસલના દરને પરિણામે કિરાયાનું પ્રમાણ માલુમ પડે છે.
વિનિપાત
મહેન્દ્રકુમાર દેસાઈ [અધૂરા ]. ધીમે ધીમે ચડીને, વિકટ અપથથી, ઉન્નતિ શલશંગ,. મુશ્કેલીથી પહોંચે, ચિર સમય પછી, આત્મપાષાણુ ઊંચે ના, ના, તેને પjતાં, અવનતિ ખીણમાં, વાર લાગે જરાએ, . નીચે નાંખે તળેટી પર શિખરથી, ત્યાં સહેજમાં પાત થાએ, '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com