________________
૭૨- સુવાસ : શ્રાવણ ૧૬ *
. જેમ જેમ મૂડી ને મજૂરીનું પ્રમાણ વધારવામાં આવે છે તેમ તેમ ઉત્પાદનનું પ્રમાણ ઘટતું જાય છે અને પાંચ ગણી મૂડી અને મજૂરી રોકવાથી, પાંચમી કક્ષાના-marginal landજમીનના કટકા ઉપરથી જેટલું ઉત્પાદન આવે, જેમાંથી કિરાયું પ્રાપ્ત ન થતું હોય, તેટલું ઉત્પાદન ઉત્તમ કેટીના કટકા ઉપરથી મળે છે. આવી ઘટના હેઈને ખેતી અમુક પ્રમાણમાં જ એકત્રિત-intensive–બની શકે છે, જ્યારે ખેતીનું વિસ્તૃત-extensive બનવું તદ્દન સ્વાભાવિક છે. ખેતીને એકત્રિત-intensive કરવામાં ઘટતી જતી પેદાશને નિયમ-Law of diminishing returs-લાગુ થાય છે. અને એ જ પ્રમાણે પ્રત્યેક extractive industries-જેવા કે ખનીજ પદાર્થોની ખાણને ઉદ્યોગ-mining-જંગલને ઉદ્યોગForesting, મેતી કાઢવાનો-Diving વગેરેમાં આ નિયમ લાગુ પડે છે અને ઉપર બતાવ્યા પ્રમાણે જ કિરાયાની ઘટના પ્રત્યક્ષ થાય છે.
ખેતીના ધંધામાં જેમ કિરાયું પ્રાપ્ત થાય છે તેવી જ રીતે શહેરની અંદર મકાને બાંધવાની જમીન ઉપરથી પણ કિરાયું પ્રાપ્ત થાય છે. આ ઘટનાને રિકાર્ડોએ બહુ મહત્વ આપ્યું નથી. પણ આજે આ પ્રશ્ન પણ સરખી જ મહત્તાને ગણાય છે. આ કિરાયાંને Urban-site-rent-કહેવામાં આવે છે. જેમકે એક જ સરખી જમીન ઉપર સમાન મૂડી અને મારી રોકી બે મકાન જાદા જાદા લત્તામાં બનાવવામાં આવ્યાં. બંને મકાનનું ભાડું લત્તાની એટલે કે જગ્યાની-site-ની મહત્તા પ્રમાણે ઓછાવતું આવે છે. પરિણામે એકજ સરખી મૂડીના રોકાણમાંથી સરખું વળતર નહિ મળતાં ઓછાવધતું વળતર મળે છે. બે વળતરના તફાવતને કિરાયું-Economic rent-કહેવામાં આવે છે. બજારના લત્તામાં આવેલા મકાનનું ભાડે ધારો કે રૂ. ૫૦ આવે છે, જ્યારે તેટલી જ મૂડીના રોકાણથી બનાવેલા સાધારણ લત્તાના મકાનનું ભાડું રૂા. ૩૫ માસિક આવે છે, ત્યારે બજારના મકાનની જમીન રૂ. ૧૫ કિરાયું આપે છે. આના ઉપરથી એ પણ સ્પષ્ટ થશે કે સાધારણ અર્થમાં ભાડું અને કિરાયું-Economic rent–એ બે વચ્ચે ઘણે ભેદ છે.
કિરાયાંની શાસ્ત્રીય-technical-બાજુ જોઈ ગયા પછી, મહત્ત્વને પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ કિરાયું જે માત્ર આકસ્મિક નફે accidental gain-છે તે વ્યક્તિગત હેવું જોઈએ કે તેની માલિકી રાજ્યની હોવી જોઈએ ?
ઉત્પાદનનાં મુખ્ય ચાર અંગે છેઃ ૧ જમીન, ૨ મૂડી, ૩ મજૂરી અને ૪ વ્યવસ્થા. મારીના વળતરરૂપે રજી આપવામાં આવે છે. મડીના વળતરરૂપે વ્યાજ આપવામાં આ છે, અને વ્યવસ્થાના બદલામાં પગાર આપવામાં આવે છે એટલે કે રોજી, વ્યાજ ને પગાર, -મજૂરી, મૂડી ને વ્યવસ્થાશક્તિના ખર્ચ પેટે અનુક્રમે આપવામાં આવે છે. પણ કિરાયું જમીનના ખર્ચ પેટે આપવામાં આવતું નથી. જમીનદારને જે કિરાયું મળે છે તે માત્ર આકસ્મિક અને ઉત્પન્ન 82411321.94121... Producer's surplus-nz}} 24941 al Differential gainસ્વરૂપમાં મળે છે, માટે કિરાયાની માલિકી રાજ્યની હેવી જોઈએ એવું સમાજવાદી અર્થશાસ્ત્રીઓએ પ્રતિપાદન કર્યું છે. આર્થિક કિરાયું વ્યક્તિ ભેગવી શકે નહિ, રાજ્ય તેને ઉપયોગ સમસ્ત રાજ્ય અને સમાજની ઉન્નતિ માટે કરી શકે છે. કિરાયાંને કબજે રાજ્ય લઈ લે તે પણ જમીનની પૂરતી-supply માં કઈ જાતની અસર થાય નહિ. - હવે આપણે આ વસ્તુ કેટલી હદ સુધી વ્યવહારિક છે તે જોઈએ. જમીનની કિંમત બક્તિની મહેનતથી ઓછીવત્તી થતી નથી પણ સામાજિક આંદોલને અને સામાજિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com