Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 30
________________ કિરાયું નર્મદાશંકર હ. વ્યાસ અર્થશાસ્ત્રમાં કિરાયાં-Rent-ને અર્થ સાધારણ અર્થ કરતાં નિરાળો છે, કિરાયાંના સિદ્ધાંતનું સૌથી પ્રથમ Recardo નામના અર્થશાસ્ત્રીએ પ્રતિપાદન કર્યું. કમશી એ સિદ્ધાંતમાં ફેરફારો થતા આવ્યા છે, છતાં Recardoને મૂળ સિદ્ધાંત અર્થશાસ્ત્રમાં ચિરંજીવ સ્થાન ભોગવે છે. કિરાયું એટલે ઉત્પાદકને વધારે, અથવા જમીનની ફળદ્રુપતાની સરસાઈને પરિણામે થતો ફાયદો. એક જ માપના જમીનના બે કે ત્રણ કટકાઓ ઉપર એકજ સરખી મૂડી અને મજૂરીનું રોકાણ કરવા છતાં ત્રણે કટકા ઉપરથી ફળદ્રુપતાની સરસાઈ પ્રમાણે ઉત્પાદન ઓછું વધતું પ્રાપ્ત થાય છે. “અ”, “બ” ને “ક” ત્રણ કટકા એકબીજાથી ઊતરતી કેટીના છે. ત્રણે ઉપર એકસરખી મૂડી અને મજૂરી રોકવામાં આવે છે. પણ “અ”માંથી, ધારો કે, ૧૦૦ અંશ ઉત્પાદન પ્રાપ્ત થાય છે, “બ'માંથી ૮૦ અંશ અને 'કમાંથી ૬૦ અંશ ઉત્પાદન મળે છે. ‘ક જો છેલા પ્રકારની જમીન-marginal land-હોય તો તેમાંથી કિરાયું મળતું નથી, કારણ કે જેટલા ઉત્પાદનખર્ચે એ કટકા ઉપરથી જેટલું ઉત્પાદન મળે છે, તેટલા ઉત્પાદનની વેચાણુકિંમત લગભગ તેના ઉત્પાદનખર્ચને પહોંચી વળવા પૂરતી જ આવે છે. સિદ્ધાંત એવો છે કે છેલી કેટીના કટકા ઉપર થતા ઉત્પાદનખર્ચથી બજારભાવ નક્કી થાય છે. પરિણામે નીચે બતાવેલા કાઠા* પ્રમાણે “અ” અને “બ”ને કિરાયું મળે છે. ઉત્પાદનનાં અંગો | ઉત્પાદન પ્રકાર | જમીન + મૂડી + | મણમાં મજૂરી–અંશમાં ઉત્પાદન | વેચાણ ખર્ચ | કિંમત ૧ | રૂપિયા | મણની રૂ. કુલ પ્રાપ્તિ કિરાયું રૂપિયામાં ૧ + ૧ + ૧ ૧૦૦ ૧૦૦ ૧ + ૧ + ૧ બજારભાવ છેલી કેટીના કટકા ઉપર થતા ઉત્પાદન ખર્ચથી શા માટે નક્કી થાય છે તે સમજી લેવા જેવું છે. છેલી કેટીના કટકા ઉપરથી ઉત્પાદનના જે અંશ મળે છે, - કેડામાં આપેલા આંકડાઓ અંશ-Unit તરીકે સમજવાના છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60