________________
દૂધની દાઝેલી ૧૧૯ એમાં ઈધણ હતાં હાડકાનાં ને દાળભાત રંધાતાં લોહી–માંસનાં. આમ પોતાનાં જ હાડમાંસ ચૂસી ચૂસી શરીર ક્યાં સુધી નભે? તે સૂકાવા લાગ્યું.
હું હતી જુવાન. મારા પેટની આગ પણ એટલી જ જુવાન હતી. તેથી મારાથી ભૂખની વેદના સહન ન થઈ. અંતે મેં ઘરખૂણે છોડવા મનસૂબો કર્યો. આ
એને આભાસ પામતાં જ આડોશી પાડોશી ફરી દેડી આવ્યાં. તેમણે મારી એટલી બધી દયા ખાધી કે હું તો તેના પૂરમાં તણાઈ ગઈ. તેઓ બોલ્યાં “ઓ બાપ! એવું તે થાય ?. બ્રાહ્મણની બેટી થઈને બડે માથે પહેલે જ મહિને બારણું બહાર જઈશ? બહેન, વારેવારે આ જીવને બ્રાહ્મણને અવતાર નહિ મળે ! માટે ખૂણે મળે છે તે ખૂણે બેસી ભજન કરી આવતા ભવનું ભાથું બાંધ.” .
આવતા ભવના ભાથાની વાત તે પછી પણ પ્રથમ ચાલુ ભવના ભાથાના વાંધા હતા, વાખા હતા તેનું શું? તેથી મેં કહ્યું:
“ભલે ખૂણે તે ખૂણો, પણ તે મને કોઈનું ભરવા-ગૂંથવાનું કામ લાવી આપે.” “બહેન! તું કાંઈ પારસીની પરી નથી કે પારકાનું ભરત-ગૂંથણ કરે.”
તો પછી દળવા-ખાંડવાનું કામ આપે.” “એ કામ તે ગેલાં–વાંચીનું.” “તે બ્રાહ્મણનું કામ શું?” મેં ચીડાઈને પૂછયું.
ઘરમાં બેસીને પતિની ને પ્રભુની માળા ભજવાનું.” એક પાડોશણે ધૃષ્ટતાભર્યા છતાં શાંત સ્વરે કહ્યું. “પણ મામી ! માળા ભજતાં ભજતાં પેટ ભરાતું નથી તે ?”
ઓ હ ઘરમાં કાંઈ ખાવાનું નથી, તે બોલતી કેમ નથી? આ વાસણુકસણ ને રાચરચીલાને શું જોઈ પીવાની છે? કહેતી હોય તે તારા મામાને મોકલીશ. તે મણ બે મણનું સીધું અપાવી જશે અને આ મોટી પલંગડી છે તે લઈ જશે.”
જોઈને દાક્તર સાહેબ! એ દયા. એ દયાના કારણે જ્યારે મારા વર્ષભરનો ખૂણે પૂરા થયો ત્યારે ઘર છેક ખાલી થઈ ગયું. ના ના તે કેવળ ખાલી જ ન થયું, પરંતુ તે ગીરવીદારનું પણ થઈ ગયું.
એ વખતે પેલાં કાકા, કાકી, મામા, માસી બધાં સંતાઈ ગયાં. માત્ર બારણામાં ઊભો દેખાયો મારવાડી અને જપ્તીને બેલિફ.
હું રસ્તાની ભિખારણ બની કે તરતજ મેં સીમને એકાદ ખાંડિયે કુ શો . સીમને એટલા માટે કે વસ્તીના કૂવાને કણ ગોઝારે કરવા દે?
ત્યારે મારા આયુર્દેવતાને પાછી દયા આવી. મારી જીવનદેરી લંબાય તેમાં તેને કહ્યું જાણે કો, સિવાય કે મને ગરીબડીને વધુ વધુ રિબાવવાના કૂર આનંદને, લાડવો મળવાનો હશે કે તેથી તે બોલ્યા, “અલી તારી દેરી તૂટી નથી.” બરાબર એ જ વખતે એક દેરી એ કૂવામાં ઊતરી.
[ ચાલુ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com