________________
૧૬૨ સુવાસ : શ્રાવણ ૧૯૯૬ મનમાં જરાય ખટકો ન લાગે. તે હતા જેશી રાજ એટલે તેમણે લખ્યા લેખ મિથ્યા થતા નથી એ સંતેષ માની મોતની પછેડી માથે-મોડે ઓઢી લીધી. પણ હું એ રીતે સંતોષ વાળી ન શકી. હું છેડો વાળી રડવા લાગી. મારું એ સદન લૂંટાઈ ગયેલા સંસારસુખ માટે ન હતું પણ હતું કમભાગ્ય માટે. દડે ગેડીને ઉછાળ્યા કરે એમ દુર્દેવ મને ઉછાળતું હતું. મારે શોક એ માટે હતો. ગળી ગળી હાડપિંજર થયેલું પતિરાજનું શરીરપિંજર પ્રાણપંખેરૂ ઉડી જતાં ભયંકર દેખાવા લાગ્યું. આખી રાત્રી આખા ઘરમાં મડદા પાસે હું એકલી જ હતી. ન કોઈ સગું કે વાલું, ન કોઈ કુટુંબી કે કબીલે. મૂળે જ એ એકઢાળિયું ખડેર જેવું તે હતું જ. તે હવે સ્મશાણ જેવું જણાયું. ઘડીએ ઘડીએ મને ભયના ભણકારા
મી એ ભણકાર ને ભેકારે હું રડવું ય ભૂલી ગઈ. હું ડરના મારે છળી મરવાની સ્થિતિ તરફ ઘસડાવા લાગી.
ત્યારે જો હું છળી મરી હોત તો કેવું સારું થાત, દાક્તર સાહેબ ! તો આજે તમને મારી આ રામકહાણી સાંભળવી ન પડત. દુનિયાના અનેક જીવો મારા મહેડાની ગાળ ને શ્રાપ પામ્યા ન હતા. અત્યારે તે સમાજની શેરીએ શેરીએ મારા શાપ ને નિસાસા ગાજી રહ્યા છે. હું તે દિવસે પતિ જોડે જ સતી થઈ હોત તો સમાજ એ શાપમાંથી બચી જાત.
પરંતુ તેવું થવું સર્જાયું ન હતું. હવાર પડતાં તે મારા એકાંત એકઢાળિયામાં જાણે કે જાત્રા ભરાઈ. મેળામાં હોય છે તેવી મારે આંગણે ઠઠ જામી. ફળિયાની સ્ત્રીઓ, બેડી અને અંબેડાવાળી, બધીએ મને ઘેરી વળી. પછી તે ન સગાઇની સગાઈ નીકળી. કોઈ મામી તે કઈ માશી, બધાં મને આશ્વાસન આપવા લાગ્યાં. છતાં હું છાની ન રહી ત્યારે તેઓએ સાથે સાથે કે વળગી રડવા લાગ્યું.
રોતાં રોતાં હું મારા મનને પૂછી રહી હતી.–આ અડોશી પડોશીઓ આજેજ આટલાં બધાં હતાળ કયાંથી થઈ ગયાં ? એમને દયાનો દરિયો આજેજ કેમ ઊભરાઈ પડયો?
શી એ લેકેની દયા ? બિચારું બકરું જે વધારે જળ્યું તે ખરૂં એવી દયા બતાવી કોઈ કસાઈ તેને કાન કાપે, હાથ કાપે, પૂછડું કાપે અને એમ તેનું મરણ લંબાવે તેવી દશા આ મામી-માસીઓએ મારી કરી. એક જણે ભૂસ્યું મારું કંકુમ તે બીજીએ ફોડ્યાં મારાં કંકણ અને ક્રમે ક્રમે હું બેડી બની, બૂચી બની, ડાળ પાંખડાં ને પાંદડાં વિનાનું જાણે કે ઠુંઠ ઝાડવું બની.
- સ્ત્રીઓની પેઠે જ પુરુષની દયાને પણ પાર ન હતો. અગ્નિક્રિયાથી માંડી ઉત્તરક્રિયા લગીની બધી વ્યવસ્થા તેમણે કરી. શ્રાદ્ધના છેલ્લા દિવસે એ બધાં નર ને નારીઓ ધરાઈ ધિરાઈને જમ્યાં. તે દિવસે બ્રહ્મભોજનમાં ભૂદે તૃપ્ત થયા. શ્રાદ્ધના પિંડે પિતૃઓ ને પતિને તર્પણ મળ્યું. પરંતુ મારું જીવનભરનું તર્પણ હરાઈ ગયું. કારણ કે એ દયાળુ કારભારીઓએ મારાં ઘર અને ઘરેણાને ઘરેણે મુકાવીને જ આ બધી વ્યવસ્થા કરી હતી. મુરબ્બીઓએ કૃપા કરી દુનિયામાં મારી વાહવાહ ગવડાવી. પરંતુ મારા હૈયામાં તો ત્યારે હાય હાય ઊઠતી હતી.
બધાં આવ્યાં, બેઠાં ને દયા વષવી ગયાં. તમે લુ વરસાદ જોયો છે, દાક્તર સાહેબ? મેં તે જે છે. કારણ તે દિવસની સર્વેની દયા ભૂખી હતી. ઘર ગીરમાં ગયું ને ઘરેણું ગયું ઘરેણે. છતાં કેઈએ મને ન પૂછયું કે કાલે ચૂલા પર હાંડલી રહડશે કે નહિ?
દાક્તર સાહેબ! ઘરને ચૂલા ન સળગતે ત્યારે મારે પેટને ચૂલો ભડભડ બળતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com