________________
૧૮૦ સુવાસ : શ્રાવણ ૧૯૯૬ તે, સંખ્યાબંધ મૂળ ઈતિહાસમાંથી તારવીને, રજૂ કરાયાં છે. આ રજૂઆત પાછળ કઈ પ્રજા પ્રત્યે દ્વેષને ઉદ્દેશ નથી પણ પ્રચાર પામતી વિનાશક સંસ્કૃતિ સામે લાલ બત્તી તરીકે જ તેને ઉપયોગ છે.
યુપીય સંસ્કૃતિની ખરી શરૂઆત સિકંદરથી થાય છે એટલે અહીં પણ તેનાથી જ શરૂ કરીશું.
સિકંદર, બેબીલોનના રાજમહેલમાં, શરાબ અને સુંદરીના મોહપાશમાં ફસાઈને, યુવાન વયે જીવન ગુમાવી બેઠે તે તે જાણીતી વાત છે. પણ તે ઉપરાંત તેના અને તેના કુટુંબના ઈતિહાસમાં બીજાં પણ અનેક કાળાં પૃષ્ઠ છે.
ઈતિહાસમાં તેને ફીલીપના પુત્ર તરીકે ઓળખાવવામાં આવે છે. પણ ખરી રીતે તો, તેની માતા ઘણી ઉગ્ર, સ્વછંદી અને હઠીલા સ્વભાવની હોઈ ફીલીપે તેની સાથે સંબંધ કમી કરી નાંખ્યો હતો. ને અનેક ઈતિહાસકારોએ કબૂલ્યું છે તેમ સિકંદરને ખરો. પિતા, મીસરમાંથી દેશપાર થયેલે, મેસોડેનિયામાં રહેતે ને ફિલીપની રાણી સાથે પ્રેમ સંબંધ ધરાવતા રાજા નેકટાનબસ હતા.
આ હકીકતને મીસરના ઈતિહાસમાંથી પણ ટકે મળે છે. સિકંદરે જ્યારે મીસર પર ચડાઈ કરી ત્યારે ત્યાંના સેનાપતિઓએ સામનો ન કરતાં કહેલું કે, “ભલે એ ફિલીપનો કુમાર કહેવરાવતે હેય. પણ ખરી રીતે તે તે અમારો જ રાજકુમાર છે. તેના વિજયમાં તે અમારે ગર્વ લેવો ઘટે.”
તેને જગતને સમર્થ શાસક ને મહાન સેનાપતિ ગણાવવામાં આવે છે. શાસક તરીકે તે તેણે કશું કામ બજાવ્યું જ નથી. પણ સેનાપતિ તરીકે પણ તેની યોગ્યતા શંકાસ્પદ છે. હિંદમાં તેણે, સન્માનપૂર્વક સંધિ કરવામાં આવેલા ને તેના વિશ્વાસ નીચે સૂતેલા ૩૨૦૦૦ રજપૂતની રાત્રે જે કતલ કરાવી અને અનેક સ્થળે બિનલશ્કરી સ્ત્રી-પુરુષોને તેણે જે ભેગા લીધે તે જોતાં તેને સાચો સેનાપતિ નહિ પણ કેઇ લૂટારુ ટોળીને નાયક જ ગણી શકાય.
પિતાના કહેવાતા પિતા ફીલીપના ખૂનમાં તેને હાથ હતા ને ખરા પિતા નેકટાબસને તે તેણે પિતાને હાથે જ મારી નાખેલે.
સિકંદરની પછી યુરેપમાં “મહાન’નું બિરુદ પામનાર કેટે. તેની પત્ની મર્શિયાના રૂપમાં ફસાયેલા તેના મિત્ર કે પાસે તેની પત્નીની માગણી કરી. ને કેટોએ તેને તે સંપી દીધી. અલબત્ત, લક્ષ્મી સંપન્ન મિત્રના મરણ પછી કેટે પોતાની પૂર્વની પત્નીને તેના વિપુલ ધન સાથે પિતાને ઘેર પાછી તેડી લાવ્યા.
તે અરસામાં યુરોપના મહાન શાસકે ને અગ્રણી પુરુષ તે પિમ્પી અને જુલિયસસીઝર. પિમ્પીને એમીલિયા નામે સુંદરી પર પ્રેમ જાગતાં તે તેને ગર્ભવતી સ્થિતિમાં જ ઉઠાવી ગયે. ને એમીલિયાના પતિને તેણે તેની તે પત્ની પિતાને પરણાવવાની ફરજ પાડી.
* નીચેનાં પ્રકરણમાં અપાયેલી દરેક વિમાની નીચે, લેખનું કદ વિશેષ પ્રમાણમાં વધી જવાના ભયે મૂળ ઐતિહાસિક પ્રમાણુ ઢાંકર્યું નથી. પણ 'Plutarch's, Lives', 'Encyclopedia Britainica' “Roman Empresses” વગેરે પ્રમાણભૂત ગ્રન્થોમાંથી તે હકીકતો લેવામાં આવેલી હે ઈ મૂળ પ્રમાણ ઇચ્છનારે તે ગ્રન્થ તપાસી જવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com