________________
ભાનુશંકર નીલકંઠ આચાર્ય
. “ 'હારું નોમ ?”
“ રામ.”
“મી! એક કામ કરશ?જેલના સળિયા પાછળથી એક ઉસુકતા અવાજ સંભળાયો.
“તું રાજેશ્વરીને ઓળખે છે?” “કાણુ, મહાસામંતની દીકરીને?” “હા. તેને જઈને કહેને કે કર્ણદેવ યાદ કરે છે.”
“ના રે ભા, મહારાજને ખબર પડે તે મને ઘાણીમાં નાખી પીસે.” રામી ઝાડુ કાઢી એકદમ ચાલી ગઈ. પાછળ નિઃશ્વાસને અવાજ સંભળાયો. રામીએ પાછું વાળી જોયું. તેના નારીહૃદયે કર્ણદેવના ભાવે વાંચ્યા; તે કાંઈક હસી; અને પાછી પોતાના રસ્તે ઉતાવળી ચાલી ગઈ.
બીજે દિવસે સવારે હમેશના નિયમ મુજબ ઝાડુ કાઢવા એક સ્ત્રી આવી. તેની હિલચાલ ઉપરથી કર્ણદેવ જોઈ શકો કે તે રામી ન હતી. બહુજ નિહાળીને જોતાં રમીને પોષાકમાં સજજ થએલી રાજેશ્વરીને તેણે ઓળખી.
“કાણ? રાજેશ્વરી!”
“અહીં તેણે મેંકેલી ?” “પેલી રામી ઢેડીએ. કેમ શું કામ છે?” રાજેશ્વરી તું મને ચાહે છે?” “તેમાં પૂછો શું?” “તો એક કામ નહીં કરે?” બહુજ અધીરાઈથી ક
“મને કોઈ પણ રીતે અહીંથી મુક્ત કરાવ?” “ કર્ણદેવ! મને દેશદ્રોહી તે નથી સમજતા ને?”
નહીં, હારી પ્રિયા સમજું છું.”
“કર્ણદેવ, તમે અહીં મારા સ્નેહી તરીકે નહીં પણ મહારા દેશના દુશ્મન તરીકે જેલમાં પડયા છે. તેમને મુક્ત કરવાનો મને શો અધિકાર"
કાંઈ જ જવાબ ન મળે. “ કર્ણદેવ, હું જાઉં છું.” થોડી વાર રાજેશ્વરીએ કહ્યું. ભલે.” અવાજમાં કાંઈક કરતા હતી. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com