Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 13
________________ . યાંત્રિક ખેતી ૧પ૩ બળતણ ને તૈલી પદાર્થોનાં બજાર ખુલ્લાં થશે. ખેતીના કહેવાતા વિકાસના નામે હિંદનું નાણું પરદેશની તિજોરીમાં ઘસડાશે; હિંદનું ખેતી વિષયક ઉત્પન્ન એટલું બધું વધી પડશે કે કાં તો તે રેતીના ભાવે વેચાશે અને નહિતર, અમેરિકામાં કે રશિયામાં કેટલીક વખતે બને છે તેમ, વધારાનું ઉત્પન્ન સળગાવી મૂકવું પડશે; અથવા તે પરદેશમાં પિતાના માલ માટે બજાર મેળવવાને હિન્દને યુરોપીય રાજ્યોની જેમ કાવાદાવા ખેલવા પડશે. ખેડૂત શાહુકારને દેણદાર મટીને રાજ્યને કે બેન્કનો દેવાદાર બનશે; યંત્ર અને મંત્ર-માલિકને તે મજૂરી ને ગુલામ બનશે. યાંત્રિક ખેતી ગૌચરને અદશ્ય કરશે, ટૅરોને તે બિનજરૂરી બનાવશે અને પરિણામમાં ગાયોના અભાવે ઘી– દૂધનો અભાવ ને માંસાહાર અનિવાર્ય બનશે. દેશી હળ અદશ્ય થતાં સુથાર-લુહારને શેષવું પડશે ને રાક્ષસી યાંત્રિક હળામાં કંઈક બગાડો થતાં સેંકડોના પગારદાર યંત્ર-વિશારદને બહેતરવા પડશે. નાના પાયા પરની યાંત્રિક ખેતી અસંભવિત હોઈ મૂડીદારે જ ખેડૂત કહેવાઈ શકશે અને સાચા ખેડૂત તે એમના મજૂર કે ગુલામ બનશે. ચાલુ ખેતી ખેડૂતની જે સંખ્યાને પોષે છે તેના ૩ ભાગને યાંત્રિક ખેતી બેકાર બનાવશે. ખેતી–વિભાગોમાં બેન્કની શાખાઓ સ્થપાશે ને બેકાર બનેલા ૩ ખેડૂતો, કેટલેક બીજો શ્રમજીવી વર્ગ અને સઘળો જ શાહુકાર વર્ગ રોટલો રળવાને શહેરે બાજુ ધસશે; તે રેલવે ને પિસ્ટ ખાતાની આવક વધારશે ને શહેરી જીવનને હજી પણ વધારે રેગિક ને મેંવું બનાવવામાં મદદર્તા બનશે–આ બધાં યાંત્રિક વની જેમ યાંત્રિક ખેતીનાં સ્વાભાવિક પરિણામ છે. પણ એ ખેતીને ક્યા ધરણે ને ક્યા માર્ગે વિકસાવવામાં આવે છે, પ્રજા એમાં શી રીતે ફસાય છે ને એ ખેતી સિવાય, ખેડૂતની મુક્તિ અને એના વિકાસના બીજા માર્ગો છે કે કેમ એ બધા પ્રશ્નો પણ અહીં વિચારી લેવા જરૂરી છે. - વર્તમાન ગોરી પ્રજાની રાજનીતિ, કાળી પ્રજાના દેશોને જીતીને, જુદી જુદી યોજનાઓથી તેમને લશ્કરી દૃષ્ટિએ નિર્બળ બનાવવામાં કે તેમનું દ્રવ્ય હરી લેવામાં જ કેવળ નથી સમાઈ જતી. પણ કાઈ ખાટકી પિતાનું ઐશ્વર્ય વધારવામાં ઉપયોગી એવું સતત ઊન મેળવવાને, અનુકૂળતાએ અને જરૂરિયાત પ્રમાણે અહર્નિશ માંસ મેળવવાને, અને પિતાની પાશવી વૃત્તિઓના પ્રદર્શન માટે ગળાં કાપવાને જેમ પિતાને આંગણે ઘેટાંઓની હારમાળા બાંધી રાખે તેમ કાળી પ્રજાને આજે અનેક બંધને બાંધવામાં આવે છે. તેમને ધર્મના, લાગણીના કે માનવતાના નામ પર અને જરૂર પડે ત્યાં ગોળીઓ ચલાવીને પણ નિર્બળ બનાવી મૂકવામાં આવે છે. માર ખાવાનો જ જેમાં ઉપદેશ આપવામાં આવ્યો હોય એવા ધમેં કે વાદના સીધા કે આડકતરા પ્રચારથી એમને મૂરવિહેણી અને ઘેટાંનાં જેવી નિર્બળ, પ્રતિકારહીન અને સ્વરક્ષણમાં અશક્ત બનાવવામાં આવે છે. તેને એવાં મોજશેખનાં સાધનો અપાય છે જે પોતાના વેપારને વધારતાં હોય; તેને એવાં વસ્ત્રો પહેરાવવામાં આવે છે જેને બનાવવામાં પિતાના લાભને મહત્ત્વનો હિસ્સો જળવાયો હેય; તેને એવી દવાઓ ને એવાં માદક પીણાં પાવામાં આવે છે કે જે પિતાને ત્યાં જ બનેલાં હોયતેને એવી કેળવણી આપવામાં આવે છે કે જેથી એ બિચારી પ્રજા પિતાના પૂર્વજોની નિંદામાં ને પિતાના માલિકેનાં ગુણગાનમાં મસ્ત બની જાય; તેનામાં એ ધર્મ અને એવા સંસ્કાર સિંચવામાં આવે છે કે જે પિતાની સાથે બંધબેસતાં હોય, તેને એ ખોરાક આપવામાં આવે છે કે જે પોતાનાં યંત્રોની મદદથીજ જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60