Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 21
________________ જીવન ઝરણું ૧૬૧ રેસીડન્ટ રાઈસને જ્યારે ગુપ્ત સમાચાર મળ્યા કે મૂળુ માણેક નામે બહારવટિયે, પિતાના કેટલાક સાથીદારો સાથે, રાઘડા ગામમાં રાતવાસો રહ્યો છે ત્યારે તે પોતાના એક અંગ્રેજ સાથીદાર ને બલુચોની વિશાળ સેના સાથે તે ગામમાં જઈ પહોંચ્યું. તેણે તેક્ષિણ ગામને સળગાવી મૂકવાનો પ્રયાસ તે કર્યો પણ તેમાં નિષ્ફળ નીવડવાથી તેની સેનાએ ગામને ઘેરી લીધું ને સાહેબ પિતાના તબુમાં સિધાવ્યા. રાત્રે બહારવટિયા દુશ્મન-સેનાને વીંધીને ચાલી નીકળ્યા, પહેરેગીરેએ જ્યારે અધિકારીઓને આ સમાચાર પહોંચાડ્યા ત્યારે ઉત્તર મળ્યો કે “સ્વપ્ન આવ્યું હશે. આવી ટાઢમાં બહાર કેઈ ન નીકળી શકે.” સવારે એ સેનાએ ગામ લુંટયું, ગામની અબળાઓની આબરૂ લૂંટી. ને એક સુંદર અહેવાલ તૈયાર કર્યો કે, “તે કેટલી અપૂર્વ બહાદુરીપૂર્વક બહારવટિયાઓને નસાડી મૂક્યા છે.” ઈરાનના શહેનશાહ મહાન સાયરસે જ્યારે કાશ્વર ઉપર ચડાઈ કરી ત્યારે તેની અજયે સેના સામે ત્યાં રાજા એમસ હારી ગયો, ને કેદ પકડાય. પણ એ પ્રસંગે એમસની રાણી સ્પારેશ્રા યુદ્ધને મોખરે આવી. તેણે ભાગતા સૈન્યને એકત્ર કર્યું ને અપૂર્વ વીરતાપૂર્વક સાઈરસની સેનાને પાછી પાડી એટલું જ નહિ પણ સાઈરસના સંખ્યાબંધ અમલદારેને તેણે કેદ કર્યા. સાઈરસે જ્યારે એ અમલદારોની મુક્તિ માર્ગ પૂછાવ્યા ત્યારે સ્પારેશાએ કહાવ્યું, “મારા પતિની મુક્તિ ને મારા દેશનું સ્વાતંત્ર્ય.” X ચિતોડના રાણાએ એક પ્રસંગે આવેશમાં આવી પ્રતિજ્ઞા લીધી કે “બુન્દીનો ગઢ તોડયા પહેલાં અન્નજળ હરામ છે.” - મંત્રીઓ ગભરાયા. રણકુશળ હાડા રજપૂતાના હાથમાંથી એ ગઢ ઝૂંટવતાં કે એને ડિતાં વર્ષો વીતી જાય ને ત્યાં સુધીમાં તે પ્રતિજ્ઞાબદ્ધ રાજવી જીવન ગુમાવી બેસે.." ને તેમણે એક યુક્તિ અજમાવી. ચિત્તોડની હદમાં જ તેમણે રાતોરાત બુન્દીના જે જ એક નકલી ગઢ બનાવી દીધું. ને એ ગઢ તેડવાથી પ્રતિજ્ઞા જળવાઈ શકે છે એવું તેમણે ચિત્તોડપતિના મન પર ઠસાવ્યું. ને ચિત્તોડપતિ એ ગઢ તેડવા ચાલ્યા. એ સમયે ચિત્તોડમાં કુમ્ભ નામે એક હાડો રજપૂત રહેતા હતા. તેને આ નકલી ગઢની રમતમાં પણ હાડાઓનું અપમાન જણાયું. ને તે ચિત્તોડપતિ ને તેની વિશાળ સેના સામે એ નકલી ગઢનું સંરક્ષણ કરવાને એકલે જઈ ઊભે. ચિત્તોડપતિ પિતે બનાવરાવેલા. નકલી ગઢને પણ એ વીરના રક્તથી રંગ્યાં પહેલાં તે ન જ તેડી શકયા. : x ઈગ્લાંડના મહામંત્રી રોબર્ટ વેલપેલે બીજા મંત્રીઓ સંબંધી રાજા ત્રીજા જ સમક્ષ કેટલીક ફરિયાદ કરી. ને રાજાએ તેને લગતા બધા અહેવાલ જેવાને માગ્યા. મહામંત્રી રાજાની આ વલણથી ગભરાઈ ઊઠયા. પણ તેમના રાણા ભાઈએ તેમને શિખામણ આપી કે, “ગભરાવાની જરૂર નથી. રાજા માગે છે કરતાં અનેકગણું અહેવાલે તેને બતાવવાની ગોઠવણ કરે.” બીજે દિવસે સવારમાં, કાગળના થેકડાથી ભરેલી એક ગાડી રાજ મહેલ પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60