Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 23
________________ અક્કલના ઉપયોગ .. ૧૬૩ જ્ઞાનનેા કરો। ઉપયાગ થતા નથી. કેટલીક વાર કાઈ કરાને ‘ ભણ્યા પણ ગણ્યા નહિ ’ એમ કહેવામાં આવે છે. આવા છેાકરાએ આ કાટીમાં આવે. તેમના મગજમાં પુસ્તકીયું જ્ઞાન ઠાંસીઠાંસીને ભર્યું હેાય છે પરન્તુ જીવનમાં તેને ઉપયાગ કરતાં નથી આવડતું. કેટલું ભણ્યા એ બહુ મહત્ત્વનું નથી પરન્તુ ખરૂં મહત્ત્વનું તે છે ભણીને વિચાર કરવાની શક્તિ કેટલી વધી તે. શાળામાં જે કાંઇ અભ્યાસ થાય છે, જે કાંઈ નવું નવું જ્ઞાન મળે છે તે બધું જીવન કેમ સારી રીતે—સફળતાથી અને સરળતાથી—વી શકાય તેને વિચાર કરવાની માત્ર સામગ્રીરૂપજ હાય છે. માનસિક વિકાસ—બૌદ્ધિક વિકાસ સાધવામાં ખાસ કરીને અવલેાકનશક્તિની સહુથી પહેલી જરૂર છે. દરેક માણસને એ આંખા હોય છે અને સહુ જોઇ શકે છે. પણ જોવાજોવામાં ફેર હેાય છે. આપણે સામે પડેલી વસ્તુ ફક્ત જોઈ એ જ છીએ કે અવલેાકીએ પણુ છીએ, એના ઉપરથી એ વસ્તુની આછી કે ઘેરી છાપ આપણા મગજમાં પડે છે. એકાદ વૃક્ષ તરફ જોતાં તેમાં લીલા રંગની આછી ઘેરી કેટલી ાતની ઝાંઈ દેખાય છે, સવારે કાઇ બાગ-બગીચામાં ફરવા નીકળતાં ત્યાં કેટલી જાતનાં પંખીઓને જુદા જુદા અવાજ સંભળાય છે, એને ખ્યાલ આવે છે ખરા? આનું નામ અવલાકન. કાઈ દૃશ્ય જોયું અગર કાઈ વિવિધ પ્રકારના અવાજો સાંભળ્યા તે તેની નાની મોટી વિગત ભરેલી સ્પષ્ટ છાપ મગજમાં જડાઈ જવી જોઈ એ. આપણે કાઈ કલારસિક મિત્રને ઘેર ગયા હાઈ એ ત્યાં મેજ ઉપર સુંદર અને આકર્ષક રીતે પુસ્તક અને અન્ય સાધને ગેાઠવ્યાં હેાય તે આપણને ગમે ખરાં પરન્તુ આપણે ઘેર જઈને મેજ ઉપર આપણાં પુસ્તકા અને સાધને એવી રીતે ગાઢવી શકતા નથી. પરન્તુ જો બરાબર અવલેાકન ર્યું હોય તેા તમામ ગાઠવણુ મગજમાં ઠસી જાય છે, અને પછી તે પ્રમાણે વિચારપૂર્વક આપણે ઘેર પણ એવી જ વ્યવસ્થા કરી શકીએ છીએ. અવલેાકનશક્તિની સાથેાસાથે રસવૃત્તિ પશુ હાવી જોઈએ. જેને જે વિષયમાં રસ હૈાય તે તરફ તેની દૃષ્ટિ વધુ વળે છે. માણુસ કાઈ દૃશ્યનું અવલાકન કરે પરન્તુ જો દૃશ્ય જે વિષયને લગતું હેાય તેમાં જો રસ હાય તાજ એ જ વિષયને લગતું ખીજે કયાંય ફરીથી કાંઇ વાંચવામાં કે જોવામાં આવે કે તુરત પહેલાંની છાપ તાજી થાય છે. આથી માનસિક વિકાસ સાધવા માટે અવલેાકનક્તિ પછી રસવૃત્તિ જિજ્ઞાસાવૃત્તિ કેળવવી જોઈ એ અને જેમ વધુ વિષયેા પ્રત્યે રસ કેળવાશે તેમ તેમ જ્ઞાન પણ વિશાળ અને ઊઁડુ ખનશે, અને એ જ્ઞાનના ઉપચેાગ કરતાં જીવનમાં કાઇ પણ ક્ષેત્રમાં પાછા પડવાપણું નહિ રહે. ક્રાઇ પણ વિષય ગમે તેવા શુષ્ક હાય તાપણું તેને વિષે વધુ ને વધુ જાણવા પ્રયત્ન કરવાથી આપે।આપ રસ ઉત્પન્ન થાય છે. નવલકથાનું એકાદ પુસ્તક જોતાં કદાચ વાંચવાનું મન ન થાય, એકાદ એ પ્રકરણ વાંચવાથી પણ તે પૂરી કરવાની ખૂંચ્છા ન થાય પરંતુ વધુ બે ત્રણ પ્રકરણ વાંચતાં-વાર્તાને વિકાસ થતાં તેમાં કાંઇક રસ પડવા લાગે છે. પછી વધુ આગળ વાંચતાં–વાર્તા વધુ ખીલતાં તેમાં એવા તેા રસ પડવા લાગે છે કે એનું વાચન પડતું મૂકવું ગમતું નથી. અને જ્યારે વાર્તાના અંત આવે છે ત્યારે લેખકે લેખાવી હાત તા સારૂં હતું એમ મનમાં થાય છે. વાર્તા હજી વધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60