________________
૧૬૪ - સુવાસ : શ્રાવણ ૧૯૯૬ • સામાન્ય રીતે જંગલિયાત રાનીપરજ કેમ વિષે જાણવાનું આપણને મન નથી થતું; એવી જંગલી કોમ વિષે જાણીને શું કરવું છે એવો પણ વિચાર આવે. પરંતુ રાનીપરજ કોમના રીતરિવાજ, તેમનાં ઝુંપડાંની બાંધણી, રહેણીકરણી, સંગીત, નૃત્ય, ઓજારો, ભાષા વગેરે વિષે થોડું જ|તાં આપોઆપ તેને વિષે વધુ જાણવાનું મન થાય છે. અને એકવાર તેમાં રસ પડતાં દેશમાં રાનીપરજ કેમ કયાં કયાં વસે છેછૂટી-છવાઈ વસે છે કે દેશના જુદા જુદા ભાગમાં અમુક રીતે સંકળાયેલી રહે છે તે જાણવાની જિજ્ઞાસા થાય છે અને પછી તે જુદી જુદી રાનીપરજ કેમના જીવનની સરખામણી કરવાની પણ ઈચ્છા થાય છે અને આ રીતે આ વિષયને લગતું વધુ ને વધુ જાણવા પ્રયત્ન થતાં જિજ્ઞાસાવૃત્તિ પણ વધતી જ જાય છે.
માનસિક વિકાસ માટે અવલોકનશક્તિ, જિજ્ઞાસાવૃત્તિ અને પછી ક્રિયાશક્તિ જરૂરી છે. કોઈ વિષય આપણને ગમી ગયા પરંતુ એને ઊંડો અભ્યાસ ન કરીએ તો એ વિય ભુલાઈ જવાને. સુતારને સુતારી કામ કરતે જોઈને સુતારકામ તરફ મન વળે છતાં જાતે સુતારી ઓજારો પકડીને તેને ઉપયોગ કર્યા વગર સુતારી કામ આવડી જતું નથી.
આ રીતે અવકન, જિજ્ઞાસા અને જાતમહેનત પછી બીજી માનસિક ક્રિયાઓ આપોઆપ થવા લાગે છે. આ માનસિક ક્રિયાઓ એટલે સ્મરણ, સરખામણી, અને પૃથક્કરણ, ગ્રહણ અને નિર્ણય.
આપણે એકાદ છાજલી બનાવી ભીંતમાં ખોવી હોય તે તેને લગતો વિચાર આવતાં એ કામને અંગે પાટિયું, ખીલી, કરવત, ગીરમીટ, હાડી, ર વગેરેની જરૂર પડશે એ ખ્યાલ આવે છે. આ બધી સાધન-સામગ્રી આપણી પાસે હોય તે પણ તેને ઉપયોગ કરતાં ન આવડતું હોય તો સુતારની કે સુતારી કામ જાણનારની મદદ લેવાની જરૂર જણાશે. પાટિયું ઘરમાં છે કે નહિ, નાનું છે કે મેટું, જરૂરી લંબાઈનું પાટિયું ન હોય તે બે નાનાં પાટિયાંને સાંધી શકાશે કે કેમ અને તે કઈ રીતે સાંધી શકાશે અને વિચાર આવશે. જો કેઇને સુતારી કામ કરતાં બરાબર કાળજીપૂર્વક જોયેલ હશે તે પાટિયું કયાંથી કાપવું, ક્યાં કાણું પાડવાં, બે પાટિયાં કેમ જોડવાં, કેવી રીતે સરખે માપે ટેકા મૂકવા વગેરેને સ્પષ્ટ ખ્યાલ આવશે. અને પછી તેને અમલ થશે.
' આપણે ઘણીવાર જોઈએ છીએ કે કેટલાક છોકરાઓ મુશ્કેલ કેયડાઓ બીજાઓ કરતાં ઘણી સહેલાઇથી ઉકેલી શકે છે. બીજાએ આપેલી સૂચના બરાબર ખ્યાલમાં રાખે છે. કોઈ યંત્ર બગડી ગયું હોય તે તેમાં કયાં ખેટકે થયો છે તે નક્કી કહી શકે છે. અટકી પડેલાં યંત્રની ખામી શોધી કાઢવી અને મુશ્કેલ કેયડાઓ ઉકેલવા બંને એક જ જાતની ક્રિયાઓ છે. જે આ જીતનાં કામ જલદીથી અને સહેલાઈથી કરી શકે અને જેને તેવાં કામ કરવાનું ઘણું ગમે છે તેને બુદ્ધિને સારે ઉપયોગ કરતાં આવડે છે એમ કહી શકાય. ટૂંકમાં આનું જ નામ માનસિક વિકાસ, મૂંઝવણભર્યા પ્રશ્નોને ઉકેલ કરવાની જિજ્ઞાસા અને શક્તિ એટલે અક્કલને ઉપયોગ કરવાની આવડત. - કાંઈ પણ કામ કરવું હોય તો તેનું પહેલાં અવલોકન કરવું જોઈએ, અવલોકનને પરિણામે મહત્ત્વની લાગતી બાબતો યાદ રાખવી જોઈએ, પછી એ બધી બાબતો એકબીજી સાથે સરખાવી તેમાંની કઈ કેટલી મહત્ત્વની છે અને કયારે અમલ કરવું જોઈએ તેને -નિર્ણય કરવો જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com