Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 25
________________ અક્કલને ઉપયોગ-૧પ કેટલાક માણસે એકાદ મોટર દૂરથી જોઈને એ ફર્ડ છે કે શેવરોલેટ, હિલમેન છે પુલમેન એ તરત કહી શકે છે, કારણ કે તેમણે મોટરની જાતે પારખવાની ટેવ પાડી હોય છે; જુદી જુદી બનાવટની મોટરનું અવલોકન કરી એક બીજી મોટર કઈ રીતે જુદી પડે છે અને વિચાર કર્યો હોય છે. કોઈ દૂરથી જ મેટર જોઇને તેના દેખાવ ઉપરથી એની જાત કહી દે છે. તે કોઈએ મોટરની અંદર રહેજ નજર કરતાં તેનું યંત્ર જોઈને અગર તે મેટર હાંકવાની બેઠક સામે ગોઠવાયેલાં જુદાં જુદાં મીટરની રચના જોઇને તેની જાત પારખવાની ટેવ પાડી હોય છે. અક્કલના ઉપયોગથી જીવનમાં વેગવંત પ્રગતિ કરનારા અનેક માણસોના દાખલા આપણે સાંભળીએ છીએ. કોઈ માણસ દોરી-લેટો લઇને પરદેશ ગયો અને જાતમહેનતથી લખપતિ થયે અગર ૨૫ વર્ષ પહેલાં એક નાની હાટડી માંડી બેઠેલે આજે દેશદેશાવરમાં શાખાવાળી મેટી વેપારી પેઢી ચલાવતો થઈ ગયે. આવું ઘણીવાર સાંભળીએ છીએ. પરંતુ આ બધી સફળતાની પાછળ ચીવટથી વ્યવસ્થિત રીતે કામ કરવાની ટેવ રહેલી હોય છે. કોઈ પણ કામ હાથમાં લેતાં તે સારામાં સારી રીતે કરવાની વૃત્તિ હેવી જોઈએ. બીજાઓ એ કામ કરતા હોય તો તેમાંથી કેનું કામ ઉત્તમ છે તેને ખ્યાલ હેવો જોઈએ અને પછી એ કામ ગમે તેવું સામાન્ય કે અસામાન્ય પ્રકારનું-હલકું યા ભારે હોય તેને વિચાર કર્યા વગર ચીવટથી અને વ્યવસ્થિત રીતે તે કામ પાર પાડતાં આવડવું જોઈએ. આનું નામ અક્કલનો ઉપયોગ. અક્કલનો ઉપયોગ કરતાં ન આવડે તે એ અક્કલ જ શા કામની? અલનો ઉપયોગ કરતાં આવડતું હોય તો કોઈ કહે પણ ખરું કે, “ભાઈ જરા શીર્ષાસનની ટેવ પાડો. થોડી બદામ ખાઓ. મગજને થેડી દંડબેઠક કર !” અક્કલને ઉપગ કરતાં કેવક આવડે છે એ જાણવા તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછી જોજે. ૧. તમને જેમાં રસ પડતો હોય તેવી સંખ્યાબંધ વસ્તુઓ નજરે ચડે છે ? તેવી વસ્તુઓ વારંવાર તમારા માર્ગમાં આવે છે ખરી ? - ૨. તમને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય છે? છે. તમને રોજ રોજ નવી વસ્તુઓ નજરે પડે છે ? . * ૪. તમને કેયડાઓ ઉકેલવા ગમે છે ? ૫. કાજલ સમયનો સદુપયોગ કરે છે ? ૬. મનગમતી કોઈ વસ્તુ નજરે ચડતાં તેને મળતી આવતી અગર તો તે વસ્તુ 'ઉપરથી તરત ખ્યાલમાં આવતી કાઈ બીજી વસ્તુ સાથે તમે તેને સરખાવ છો ? છે. તમને નવી નવી યોજનાઓ ઘડવી ગમે છે ? ૮. તમને રેડિયો બનાવતાં અગર તે સુતારી ઓજારોને ચોગ્ય ઉપયોગ કરતાં આવડે છે? અગર તે ટેબલ ઉપર આકર્ષક રીતે પુસ્તકે ગોઠવી શકે છે ? ૯. તમને નવી નવી રમત ગમે છે? એવી રમત કેમ રમાય એ શીખવાનું "મન થાય છે ? * ૧૦ કાંઈ અવનવું-બીજાને આકર્ષે તેવું કામ બનાવવામાં પાવરધા છો ? સિચિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60