Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 20
________________ ૧૬ સુવાસ : શ્રાવણ ૧૯૯૬ શોધવાને રાજકુમારો પર નજર દોડાવવા માંડી ત્યારે તે બેલી કે, “ભલે રમતમાં, પણ જે પુરુષને માટે મારા મુખમાંથી “પતિ” શબ્દ નીકળી ગયો છે તે જ મારા હાથને. અધિકારી થઈ શકે.' ને તેમ ન બને તે ગોવાળિયાને મનથી પતિ લેખી તેણે આજીવન બ્રહ્મચારિણી રહેવાનું નિધાર્યું. કીર્તિરાજ પુત્રીની મહત્તાને તરત પારખી ગયો. ને લોકનીતિને બાજુએ મૂકી તેણે અણુધડ ગોવાળિયાને પોતાની કુંવરી પરણાવી. પતિ ગોવાળિયો, છતાં કામલતાના સતીત્વ પ્રભાવે એવા પુત્રને જન્મ આપ્યો કે જે સમય જતાં કચ્છને રાજા બન્યો. તેણે એકવીશ વખત ગૂર્જરપતિ મૂળરાજને ઉપરાઉપરી હાર ખવરાવી. પણ છેલા યુદ્ધમાં મૂળરાજની અફાટ સેનાએ તેને એક નાનકડા કિલ્લામાં ઘેરી લીધું. લાખો તરતજ કિલ્લાની બહાર આવ્યો ને તેને મૂળરાજ સાથે કંઠયુદ્ધ થયું. ત્રણ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધને માતા કામલતા કિલ્લામાંથી પ્રેમભરી નજરે જોઈ રહી. છેલ્લે દિવસે મૂળરાજે લાખાને મારી નાખ્યો ને કામલતા શત્રુના એ શૌર્યને પણ એટલી જ શાંતિથી નિહાળી રહી. - પણ મૂળરાજે ગર્વમાં આવી જ્યારે ભૂમિ પર પડેલા લાખાની દાઢીને મશ્કરીમાં પગ અડાડયો ત્યારે તે દસ્ય અવકી રહેલી કામલતા બેલીઃ યુદ્ધનીતિનો ભંગ કરી, ભૂમિ પર પડેલા મારા વીર પુત્રના શબનું અપમાન કરનાર ઓ રાજા, તને અને તારા વંશને કઢને રોગ નડજો.” છે ને તે પછી ગુજરાતને એકેએક સેલંકી રાજા અંત સમયે એ રોગને ભોગ બનેલ છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને એક સમયે શિક્ષણ સમિતિમાં એક ગેરા સાથીદાર સાથે કામ કરવાને પ્રસંગ આવ્યો. તે અંગે તેઓ એક વખતે તે સાથીદારને મળવાને તેને ઘેર ગયા. તે સમયે ગોરા સાહેબ ટેબલ પર પગ લંબાવી ખુરશીમાં પડયા પડયા સીગારેટ ફૂંકતા હતા. તેમણે ડોકું નમાવી ઈશ્વરચન્દ્રને પાસેની ખુરશીમાં બેસવાની આંખથી ઈશારત કરી. ઇશ્વરચન્દ્ર એ પ્રસંગે અપમાનને ગળી ગયા ને તેમણે ગોરા સાહેબને પિતાને ત્યાં પધારવાનું વળતું આમંત્રણ આપ્યું. ' બીજે દિવસે ગોરા સાહેબ ઇશ્વરચન્દ્રને ઘેર ગયા. ઈશ્વરચન્દ્ર તે વખતે માથે પાઘડી લગાવી ટેબલ પર પગ લંબાવીખુરશીમાં પડ્યા પડ્યા હો કે ગડગડાવતા હતા. તેમણે હેકાની નળીને મેંમાં જ રાખી સાહેબને પાસેની ખુરશીમાં બેસવાની આંખથી ઇશારત કરી. સાહેબ રાતાપીળા બનીને ચાલ્યા ગયા ને ઉપરી અધિકારી સમક્ષ તેમણે ફરિયાદ કરી. તે અંગે અધિકારીએ ઇશ્વરચન્દ્ર પાસે માનપૂર્વક ખુલાસો માગતાં. ઈશ્વરચન્ટે પૂર્વોક્ત હકીકત જણાવી કહ્યું, “અમારે ત્યાં–આર્ય પ્રજામાં તે એવો રિવાજ છે કે ઘેર અતિથિ આવે ત્યારે ઊભા થઈ તેનું સન્માન કરવું. પણ ગોરા સાહેબે ટેબલ પર પગ લંબાવી મને જે સુંદર આવકાર આપ્યો તે જોતાં મને લાગ્યું કે ગોરી સભ્યતાને આ પણ કઈક વિશિષ્ટ પ્રકાર હશે. એટલે મેં પણ એનું અનુકરણ કર્યું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60