________________
જીવન ઝરણ
प्रमा | મગધપતિ શ્રેણીકના બગીચામાંથી એક ચંડાળે એક સમયે, પિતાની અપૂર્વ વિદ્યાના બળે, કેટલીક કરી ચોરી. એ અંગે ચોરની ધરપકડ કરવામાં આવી. પણ તેને સજા કરતાં પહેલાં શ્રેણીકમાં તેની પાસેથી એ વિદ્યા શીખી લેવાને તલસાટ જાગે.
શ્રેણીક ચંડાળ પાસેથી વિદ્યા શીખવા લાગે, પણ કેમે કરતાં તે તેને ગળે ન ઊતરી. એ પ્રસંગે તેના બુદ્ધિમાન યુવરાજ ને મહામંત્રી અભયકુમારે કહ્યું, “રાજન, આપ સિંહાસને બેસે, ને ચંડાળ ભેય પર બેસી આપને વિદ્યા શીખવે એ વિદ્યા આપને ન સમજાઈ શકે. વિદ્યા જે ખરેખર શીખવી જ હેય તો ચંડાળને આસને બેસાડી આપે ભય પર બેસવું ઘટે.’
શ્રેણકે એ સલાહને અમલ કરતાં જ વિઘા તેને ગળે ઊતરી ગઈ. ને અન્તમાં અભયકુમારે ગુરુ બનેલા ચોરને રાજા પાસે ક્ષમા અપાવી.
રાજા ઓસ્વાલ્ડ એક સમયે જમવાને બેઠે હતો. તેની સમક્ષ જુદી જુદી વાનીઓથી ભરેલા, ને હીરા-મોતીથી જડેલા સેનાના થાળ પાડ્યા હતા. પણ તે તે વાનીઓમાંથી એકાદને પણ સ્પર્શે તે પહેલાં તેણે રાજમહેલના બારણેથી આવતો સામુદાયિક અવાજ સાંભળ્યો. અનુચરોને તેણે તે અવાજનું કારણ પૂછ્યું.
નામદાર,” અનુચરે આગળ આવી કહ્યું, “એ તે ભિખારીઓનું એક ટોળું એકત્ર થઈ ભીખ માગવા આવ્યું છે. ને આપણું સૈનિકે એને મારી હઠાવે છે.”
શું?” એ સ્વાહડ આસન પરથી ઊઠી જતાં ગમ્યું, “મારાં પ્રજાજનોને ભૂખ્યાં રાખીને મારે જમવાનું છે?” ને એકાદ ક્ષણ થોભી તેણે ઉમેર્યું, “બીજા અનાજની સાથેસાથ આ થાળાઓ પણ એમને વહેંચી આપો.”
અનુચરો રાજવીની આજ્ઞાને અનુસર્યા ને થાળમાંની અદ્દભૂત વાનીઓ ભિખારીઓને વહેચી આપી તેઓ ખાલી થાળ લઈ પાછા ફર્યા.
થાળ પાછા કેમ લાવ્યા ?” રાજાએ પૂછયું.
ને અનુચર એ પ્રશ્નનો આશય સમજી શકે તે પહેલાં જ રાજા બે, “જાઓ, એ થાળાઓના કકડા કરી મારાં ગરીબ પ્રજાજનોને વહેંચી આપે. ને મારે ભજન પણ મારાં પ્રજાજનેના જેવા જ સાદા થાળમાં લાવજે.”
એક માતાએ નાનપણથી જ પિતાના પુત્રને સત્યને મંત્ર શીખવે. એ પુત્ર કંઈક મેટ થતાં તેને બહારગામ જવાનું થયું. માતાએ તેને, સંકટમાં ઉપયોગી થઈ પડશે એમ માની, ચાળીશ સોનામહોર આપી. પણ તે ચોરાઈ ન જાય તે માટે તેણે તે પુત્રની બંડીના અંદરના ભાગમાં સીવી લીધી; ને પુત્રને તેણે એક સંધ સાથે રવાના કર્યો. • રસ્તે તે સંઘ લૂંટાયે. સંઘની દરેકે દરેક વ્યક્તિની ઝડતી લઈ તેની પાસે જે કંઈ હોય તે ગૂંટવી લેવાયું. તેમાં પૂર્વોક્ત કુમારની પણ ઝડતી લેવામાં આવી. પણ ચરબી નજર સોનામહોરે ન ચડી. ને તેમણે તેને જવા દીધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com