________________
અપૂર્ણ સાધના ૧૫૧ પૂજારીજી બોલ્યા, “મહારાજ, ધર્મના કામમાં તર્ક સારે નથી.”
મહારાજ વિચારમાં પડી ગયા. થોડીવારે બોલ્યા, “વારુ, લક્ષ્મણ તું તારી જવાબદારી પર તળાવને ખોદાવ.” લક્ષ્મણ ખુશ થઈ બોલ્યો, “વારુ!”
તળાવ ખોદાવા લાગ્યું. પ્રથમ એક સપ્તાહમાં એક ઘડે સુવર્ણમુદ્રાથી ભરેલો મળ્યો. તે મંડલગઢમાં મોકલી આપવામાં આવ્યો. ખોદકામ જારી રહ્યું. એક દિવસે મહારાજ દલપતિશાહ મૃગયાથી પાછા ફરીને જ્વરથી પટકાઈ પડયા. મહારાજની સ્થિતિ બે ત્રણ દિવસમાં ગંભીર થઈ ગઈ. રાણી દુર્ગાવતી એક અજ્ઞાત ભયથી કંપી ઊઠી. તેણે તરત આજ્ઞા કીધી કે તળાવને ખોદાવવાનું કામ બંધ કરવું અને તળાવમાંથી મળેલા ઘડે પાછો તળાવમાં ફેંકાવી દે. પરંતુ મહારાજ દલપતિશાહની સ્થિતિ બગડતી ચાલી અને ત્રણ દિવસ પછી મહારાજે માનવલીલા સંકેલી લીધી. મંડલગઢમાં હાહાકાર વતી રહ્યો. સર્વેનો રોષ લક્ષ્મણ પર ઊતર્યો, પરંતુ તે તો પલાયન કરી ગયો હતો. રાજકુમાર વિરમદેવ બાળક હોવાથી રાણી દુર્ગાવતી રાજકાજ ચલાવવા લાગી.
અકબરના સેનાપતિએ મંડલગઢ પર આક્રમણ કર્યું. રાણી દુર્ગાવતીએ સેના તૈયાર કરી પિતાની રક્ષાની તૈયારી કરવા માંડી. પરંતુ મહાન સેના આગળ મંડલગઢની સ્વતંત્રતા નષ્ટ થઈ ગઈ. યુદ્ધના અંતિમ દિવસે રાણી દુર્ગાવતીની દષ્ટિ યવનસેનામાં લડતા લક્ષ્મણ પર પડી. રાણીના કેમળ હાથાએ એક શરથી લક્ષ્મણનું માથું ઉડાવી દીધું. - મંડલગઢ પડયું. રાણી દુર્ગાવતી અને અન્ય મહાવીરે વીરગતિને પ્રાપ્ત થયા.
મંડલગઢના પડવા પછી ત્યાં પ્રત્યેક શ્રાવણ માસની પુનમે એક સાધુ આવી પિતાનું માથું ફૂટતો હતો અને કૂટે છે એમ લકવાયકા છે.
શું હજુ પણ તે સાધુની સાધના અપૂર્ણ રહી ગઈ છે ?
ભોળમદેવ મહાદેવનું મંદિર અને તળાવ આજે પણ તે ગુપ્ત ધન અને શ્રાપ લઈને મધ્યપ્રાંતના છત્તિસગઢ પ્રદેશમાં ઊભું છે. આજે પણ રાત્રે તે આર્તનાદના ભણકાર કઈક સમયે લેકેને સંભળાય છે.
આજ !
નૈતિમ
આંગણે મારે આજ આવી તું !
આંગણે મારે આજ ! ચહુ દિશે અંધાર જામ્યાં 'તાં
સૂને પડયો તે” સાજ. જ્યારે તું આંગણે આવી આજ ! તારે પગલે ફૂલડાં ફર્યા,
હાર્યા ઉર પરાગઃ રણઝણ મૂક બીન ઊઠયું આ
ઉઘડયાં આજ સુભાગ! " જ્યારે તે છેડયા અનુપ રાગ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com