Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ ૧પ૦ સુવાસ : શ્રાવણ ૧૯૯૬ નાગરાજ–કુટુંબ પેાતાનું દ્રવ્ય અને ઝવેરાત લઇને પલાયન કરી ગયું. ' મહારાજ અને ખીજાએ ચૂપચાપ સાંભળતા હતા. • CO શાને નાગરાજોની અઢળક લક્ષ્મીની ખબર હતી અને તેએાની એક ટુકડીએ રાજકુટુંબને પીછો પકડયો. શકેાના ત્રાસથી એ કુટુંબ આ સ્થાને આવ્યું. આ જગ્યાએ મારા ગુરુને આશ્રમ હતા. ' સર્વે ઉત્સુક્તાપૂર્વક સાંભળતા હતા. ‘મારા ગુરુએ રાજકુટુંબને અભયદાન આપ્યું. પરંતુ શક્રાની ટુકડીએ આવી અહીં એ કુટુંબને ઘેરી લીધું.' ་ ‘ પછી શું થયું ? ’—મહારાજ પાતાને રોકી ન શકયા. ‘મારા ગુરુની અનેક વિનવણી છતાં પણ શક્રાએ રાજકુટુંબને કેદ કરવાના પ્રયત્ન કર્યા. રાજકુટુંબે ખચવાના કાઇપણ રસ્તો ન જોયા ત્યારે પેાતાની લક્ષ્મીની સાથે પેલા ખડક પરથી તળાવમાં પડતું મૂકયું. પડતું મૂકવા પહેલાં સર્વેએ વિષપાન કર્યું હતું.' સવે ઘેાડીવાર શાંત રહ્યા. ‘મહારાજ, મારા ગુરુજીને આ બનાવથી અપાર વેદના થઇ અને તેમણે શક્રાને શ્રાપ આપ્યા કે તેમનું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે અને જે કાઈપણ નાગરાજકુટુંબની લક્ષ્મીને લઈ જવાની ચેષ્ટા કરશે તેનું સામ્રાજ્ય પણ નષ્ટ થઇ જશે.' આ શબ્દોએ એક અદ્ભુત શાંતિ ફેલાવી. ‘મહારાજ, શકાને પણ તે લક્ષ્મી પ્રાપ્ત થઇ નહીં. તળાવ ધણું ઊંડુ છે. એકાએક લક્ષ્મણ ખેલ્યા, ‘ પછી તમારા ગુરુજીનું શું થયું ? * ગૌતમીપુત્ર સાતણિએ શંકાનું ઉન્મૂલન કીધું એ સાંભળી સંતાષની સાથે એમણે સમાધી લીધી. ' કંઈક વિચારીને લક્ષ્મણે દલીલ કીધી, વાર્ મહાત્માજી, પણ નાગરાજને તા થયાંને હજાર વર્ષની પશુ ઉપર થઈ ગયાં છે. તમે તે વખતે કત્યાંથી હાઇ શકે ? ’ કંઈક હસીને સાધુ ખેલ્યા, ‘ મહારાજ, ગુરુજીના એક આદેશ ભારતમાં ધર્મરાજ્ય સ્થાપવાને અપૂર્ણ રહ્યો છે, જે પૂર્ણ થયે હું પણુ આ દેહને ત્યાગ કરીશ.' " પશુ આટલા વર્ષોં સુધી આપ કયાં રહ્યા? “ હું પર્યટન કરૂં છું અને અવારનવાર આ સ્થાન પર ગુરુજીનું ધ્યાન ધરૂં છું. સમય તેા એક અનંત પ્રવાહ છે અને જેમ બ્રહ્માની એક રાત્રિ અને એક દિવસ સેા સે। વર્ષના થાય છે તેમ અમે યાગી લેાકા સાધારણ સમયપ્રવાહની પર ગુરુકૃપાથી જઈ શકીએ છીએ.’ શિબિરમાં શાંતિ હતી. સાધુના વિશ્વાસ કરવા કે ન કરવા એ આાબતમાં સર્વેના સનમાં ગડમથલ ચાલતી હતી. એકાએક સાધુ ખેલ્યા, ‘ મહારાજ, આપના મનમાં હજી પણ સંશય છે. હાય રે હતભાગી ભારતભૂમિ તારૂં શું થવા ખેઠું છે !' સાધુ તીરના વેગે અદૃશ્ય થઈ ગયા. ઘેાડીવાર શાંતિના ભંગ કરતી રાણી દુર્ગાવતી ખેલી, ‘મહારાજ, એ લક્ષ્મીને મેળવવાની વાત જવા દે. મારૂં મન અજ્ઞાત ભયથી કંપી રહ્યું છે.’ લક્ષ્મણ ખેલ્યા, ‘ મહારાજ, લક્ષ્મીના હેાવાની વાત તા હવે પુરવાર થઈ ગઈ છે, માટે હવે એ કઢાવવામાં વિલંબ થવા ન જોઇએ. ‘ પરંતુ લક્ષ્મણુ પેલા યાગીનેા શ્રાપ છે તેનું શું ? ' ‘ મહારાજ, એ શ્રાપ તા લક્ષ્મી શોધી થવા તૈયાર છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કાઢનારને લાગશે. હું એ શ્રાપને ભેગ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60