Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ યાંત્રિક ખેતી ચીમનલાલ સંઘવી એક સમય હતું, જ્યારે હિંદની પ્રજા પિતાને હાથે વેલા રોણા સૂરમાંથી મુલાયર વો વણતી ને તે પહેરીને સંતોષ અનુભવતી. પણ વણકરોના અંગુઠા કાપી લેનારી પરીકકારી ગોરી પ્રજાને લાગ્યું કે, ‘હિંદને વણકર શાહુકારના પંજા નીચે કરાઈ રહ્યો છે; એને કોઈપણ ઉપાયે ઉગારી લેવું જોઈએ.” ને હિદને માટે વસ્ત્રો બનાવવાની મહેનત એણે પોતે ઉપાડી લીધી, હિંદમાં પણ વસ્ત્રયંત્રો-મોલની સ્થાપના કરી. પરિણામે વણકરે સ્વતંત્ર બન્યા, હિંદી પ્રજાની મહેનત બચી, અવનવાં વસ્ત્રો સેવા ભાવે મળવાં લાગ્યાં. પણ બીજી બાજુએ, ભવ્ય આકાશ નીચે, કુદરતના ખોળામાં, ગીત લલકારતાં વસ્ત્ર વણતે વણકર ને એની સમીપમાં, સ્વચ્છ સુશોભિત આંગણામાં, સૂતર કાંતતાં એનાં સ્ત્રી--સંતાન કે વૃદ્ધજને પિતાને વ્યવસાય ગુમાવી બેઠાં; વણકર શહેરને કીડે બને, મીલની ધૂણી અને એની આગને સહવાસી બન્ય, મીલ અને એના માલિકને ગુલામ બને, શહેરી જીવનને મોંધું અને રોગની અને ગંદકીની ગટર જેવું બનાવવામાં તે કારણભૂત બન્યો, પિતાનું જન્મસ્થાન તને તેણે રેલવે ને પિસ્ટ ખાતાની આવક વધારી, પિતાની પત્ની અને કુટુંબથી છેટે જઈ તેણે અશાંતિ ને અનીતિના માર્ગને મોકળ બનાવ્યો; યંત્રોની ખરીદીના બહાને પ્રજાનું ધન પરદેશની તિજોરીમાં પહોંચવા લાગ્યું, વણકર ને આવકારના વર્ગ તૂટી માલિક ને મજૂરના વર્ગ સ્થપાયા. સમય જતાં પ્રજાના અગ્રણીઓ ચમક્યા. તેમને જણાવ્યું કે યંત્રને હેતરવામાં પોતે ભૂલ કરી છે. ને એ ભૂલ સુધારવા માટે એમણે રેંટિયો લીધો. પશુ કેટલીક વખતે પ્રજાકીય, સાંસ્કૃતિક કે વ્યાપક આર્થિક ભૂલે એવી નીવડે છે કે જેને સુધારતાં સૈકાઓ વીતે, ને તે સુધારવા ઇચ્છનારને પૂર્વની ભૂલે જન્માવેલ નવી વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવી પડે. યાંત્રિક વસ્ત્રોની ભૂલ પણ કંઈક એવીજ નીવડી છે. પણ એ ભૂલને પાઠ જાણે અધૂરો લાગતા હેય તેમ હિંદી પ્રજા આજે અનેક નવી ભૂલોને આવકારી રહી છે. એ નવી ભૂલેમાંની એક અને મુખ્ય તે યાંત્રિક ખેતી. વણકરની સ્વતંત્રતાનો ઉકેલ કરી નાંખ્યા પછી, હિંદની પવિત્ર ભૂમિને કણેકણ ચૂસી લેનાર ગેરી પ્રજાને લાગ્યું કે, “હિંદને ખેડૂત શાહુકારના પા નીચે દબાઈ ગયો છે, તેને કોઈપણું ઉપાયે ઉગારી લેવું જોઈએ.” ને તેણે યાંત્રિક ખેતી આગળ ધરી છે ને રેંટિયાને પૂજનારી પ્રજા પણ એવી ખેતીને મીષ્ટ મૌનથી આવકારી રહી છે. યાંત્રિક ખેતીના લાભ અગણિત દર્શાવાય છે. તેની મદદથી ખેડૂત શાહુકારના પંજામાંથી છૂટી જશે; જમીનમાંથી તે અનેકગણે લાભ નીપજાવી શકશે; પેદાશ વધશે; ખરાબ જમીન પણ સોના જેવી બની જશે, ટાઢ-તડકે-વર્ષાદ-ઉજાગરા ને તનતોડ મજૂરીના પંજામાંથી ખેડૂત બચી જશે...વગેરે. અલબત્ત, બીજી બાજુએ, એ ખેતીના પરિણામે, ગેરી પ્રજાને માટે હિંદમાં ટ્રેક્ટરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60