Book Title: Suvas 1940 09 Pustak 03 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 2
________________ [ 2 ] “સુવાસ' માં પ્રગટ થતા દરેક લેખના લેખકને, જે પુરસ્કાર સ્વીકારવાની તેમની ઇચ્છા હશે તે, પાના દીઠ આઠ આનાથી એક રૂપિયા સુધી પુરસ્કાર અપાશે. આવો પુરસ્કાર મેળવવા માટે લેખકે “સુવાસ” ના “લેખકમંડળ' માં જોડાવું જોઈએ. એ મંડળમાં જોડાવાથી લેખકે ભેટ, પુસ્તક-પ્રકાશન, સલાહકાર-મંડળ” માં પ્રતિનિધિત્વ વગેરે અનેક લાભો મેળવી શકે છે. મંડળમાં જોડાવા માટે “સુવાસ’ પર એક સવાંગસુંદર લેખ જ મોકલવાનો રહે છે. દરેક લેખકને તેમના પ્રગટ થતા લેખની પાંચ નકલ ને સુવાસ” ના ચાલુ અંક મેકલાય છે. સુવાસ” ને એક યા બીજી રીતે સહાયક બનવા ઈચ્છતા “મિત્રમંડળ” કે “વાચક મંડળ'ના સભ્યોને ભેટ તેમજ આકર્ષક ઇનામો અપાય છે. એક કે એકથી વધુ ગ્રાહકે બનાવી મોકલનાર વ્યક્તિ “સુવાસ” ના મિત્રમંડળ” માં જોડાઈ શકે છે. “સુવાસ’ ના લેખકે, ગ્રાહકે, કે મિત્રો, પ્રગટ થએલા તરતના અંકે પર દર ત્રણ મહિને પિતાને અભિપ્રાય કે સૂચને મોકલાવી, “વાચક મંડળ'માં જોડાઈ શકે છે, ને રોકડ ઈનામ પર પોતાને હક્ક નોંધાવી શકે છે. “સુવાસ પ્રચારમાં મદદ કરનાર મિત્રોમાંથી જેઓ એક ગ્રાહક મેળવી આપે તેમને સુંદર સુશોભિત “સુવાસ ”-પેકેટ ડાયરી, બે ગ્રાહક મેળવી આપે તેમને આંખ અને ચશ્મા” (કાચું પૂઠું) નું પુસ્તક; ત્રણ ગ્રાહક મેળવી આપે તેમને તે જ પુસ્તક (પાકું પૂઠું); ચાર ગ્રાહક મેળવી લાવનારને ડાયરી ને પુસ્તક બંને; પાંચ ગ્રાહક મેળવનારને વિના લવાજમે “સુવાસ ” મોકલાય છે; અને તે ઉપરાંત વિશેષ ગ્રાહકે મેળવી લાવનારને ભિન્ન ભિન્ન પ્રકારે પુરસ્કાર અપાય છે. સાહિત્યના પ્રચારકેને આ પ્રકારના લાભ બીજે પણ કદાચ મળી શકતા હશે પણ ‘સુવાસ” માં એટલી વિશેષ સગવડતા છે કે તેમાં તેવા મિત્ર પ્રચારકે પર લવાજમ ઉઘરાવવાની કે બીજા કોઈ પ્રકારની જવાબદારી નથી. તેઓ ફક્ત નામ સૂચવે અને પછી અમે પ્રયાસ કરીએ. તે પ્રયાસમાં જેટલી સફળતા મળે તેને યશ અને લાભ નામ સૂચવનારને ફાળે નોંધાય. “પ્રાચીન ભારતવર્ષ' કે “Ancient India” ના ગ્રાહકોને પ્રથમ વર્ષે અર્ધા લવાજમે [ ૧-૮-૦ લવાજમ + ૦-૪-૦ પિસ્ટેજ = રૂ. ૧-૧૨-૦ ] અને તે પછી પણ લવાજમ રૂ. ૨-૪-૦] માં “સુવાસ ” મળી શકે છે. ૪. વિનંતિ અઢી વર્ષના ગાળામાં અમે અમારાથી બનતા બધે જ ભોગ આપીને “સુવાસ” દ્વારા ગુજરાતી પ્રજા અને સાહિત્યની સેવા બજાવી છે. પ્રજાએ અને વિદ્વાનોએ તેને પ્રશંસાથી વધાવી પણ લીધું છે. પણ કઈ પણ વસ્તુ કેવળ ભેગ પર હંમેશ માટે ટકી ન શકે, ને કેવળ પ્રશંસાથી તેનું પેટ ન ભરાઈ શકે. તેને પિતાના જીવનટકાવ માટે પ્રજા તરફથી આર્થિક સહકારની આશા રાખવી જ પડે. અમે ગુજરાતની સાંસ્કારિક પ્રજા અને સંસ્થાઓ પાસે આજે એવા સહકારની આશા રાખીએ છીએ. અમને તૃષ્ણ નથી. પણ અમારે આર્થિક દૃષ્ટિએ સ્વતંત્ર ને સ્વયજીવી બનવું છે, પગ પર ઊભા રહેવું છે, દિન પ્રતિદિન વિકાસ પામો પ્રજા અને સાહિત્યની વધુ ને વધુ સેવા કરવી છે. તે માટે અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 60