Book Title: Sutrakritang Skandh 02 Author(s): Kantilal Kapadia Publisher: Kantilal Kapadia View full book textPage 8
________________ તેમ થાવો. ત્યારે ભગવાન મહાવીર પાસેથી પ્રતિક્રમણ સાથેનો પંચ મહાવ્રતવાળો ધર્મ અંગિકાર કર્યો અને પેઢાલપુત્ર વિહાર કરતા થયા. આ ગ્રંથનો શબ્દકોષ કરવાનું કામ બાકી છે તે કરી હું વિરામ કરીશ. મારી સર્વ આગમ સૂત્રોનું ભાષાંતર સરળ પ્રવર્તતી લોક ભાષામાં કરવાની ઈચ્છા પુરી થઈ ન શકવાથી દુઃખનો અનુભવ કરું છું. ભગવાન મહાવીરનું શાસન સાચેજ ચલાવવું હોય તો આજના યુગને જાણી ઘણાએ પરિવર્તનો કરવાની જરૂર છે. ખાસ કરીને સાધુઓ સાચા શ્રમણ માર્ગી થાય એવું ઇરછું છુ અર્થ સમજ્યા વિનાની ક્રિયાઓ અફળ છે તે જાણવું જોઇએ શ્રમણ ભગવાન મહાવીરના સાચા પ્રચારક થવા શું કરવું જોઈએ તે આચાર્ય ભગવંતો સાથે મળી વાદ કરી નિશ્ચય કરે અને તેને આચરણમાં મુકે એ જ મારી પ્રાર્થના છે. લોકોને સમજાય તે અર્થે ધર્મને પ્રચલીત ભાષાઓમાં આણીયે તે, હવે આજના જમાનામાં તેમ કરવાની જરૂર છે. સાથે સાથે જુના ગ્રંથોની ભાષા સારી રીતે જાણવી તે જરૂરી છે. માટે અર્ધમાગધી ભાષાનું અધ્યયન કરવું ઘટે. આજના પંથો શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશ પ્રમાણે, નજ હોવા ઘટે. ભેદભાવ સાચા છે અને નથી. તેથી ભગવાનના અનુયાઈયોએ દવે એકત્ર થઈ તે શાસન વધારે. આ ચોપડીનું સરસ છપાઈ કામ કરવા માટે હું શ્રી માધવભાઈ ભાગવતનો ઋણી છું. ગોવામાં સાધ્વીજી શીલવતી શ્રીજીએ મને કહ્યું કે તે અંગ્રેજી જાણતાં ન હોવાથી તે ભાષાંતર તેમને અર્થે ઉપયોગી નથી. આ ગુજરાતી ભાષાંતર મારા ધારવા મુજબ લોકપ્રિય થશે અને તેનો ઉપયોગ પણ સારી રીતે થશે એમ હું માનું છું. હું ભાષાંતરમાં થયેલા અને રહેલા દોષ માટે માફી માગું છું. હાલમાંજ હું હાયરસ છારાનાયટીસ બચી ગયો છું અને મારી સારી સારવાર અર્થે શ્રીમતી અનુપમા ક્રાંતિલાલનું ઋણ માણી વિરમું છું. ખામેમિ સવ જીવા સર્વેજીવા ખમંતુ મે મિતી મે સુવ ભૂતેશુ વેરે મઝ ન કેણઈ -કાંતિલાલ કાપડિયા 237 Burnt Oak Broadway Edgware, Middlesex, HAS SEG United Kingdom FivePage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 184