Book Title: Sutrakritang Skandh 02
Author(s): Kantilal Kapadia
Publisher: Kantilal Kapadia

View full book text
Previous | Next

Page 7
________________ વિપર્યાસ દંડ, ૬) મૃષા પ્રત્યયિક દંડ, ૭) અદત્તાદાન પ્રત્યયિક દંડ, ૮) આધ્યાત્મિક દંડ, ૯) માન પ્રત્યયિક દંડ, ૧૦) મિત્રદોષ પ્રત્યયિક દંડ, ૧૧) માયા પ્રત્યયિક દંડ, ૧૨) લોભ પ્રત્યયિક દંડ, ૧૩) ઈર્યા પથિક દંડ. આમાં બાર ક્રિયા સ્થાનો અધર્મ પક્ષના કહ્યાં છે. અને તે ત્યાજ્ય છે. તેરમું ક્રિયાસ્થાન મોક્ષપ્રાપક છે, માટે તે સારું છે. ક્રિયાસ્થાનોના ત્રણ પક્ષ કહ્યાં છે ૧) અધર્મ ૫ક્ષ ૨) ધર્મ પક્ષ અને ૩) મિશ્ર પક્ષ. પહેલા બાર ક્રિયાસ્થાનોનું ફળ સંસાર છે, ત્યારે તેરમાં ક્રિયાસ્થાનનું ફળ નિર્વાણ છે. ત્રીજું અધ્યયન : આહાર પરિક્ષા નામે છે. આમાં છ જીવ નિકાય વિષે વિસ્તૃત માહિતી આપી છે. છેવટે આહારગુપ્ત થવા માટે કહ્યું છે. વિવેકપૂર્વક સંયમથી આહાર કરવા કહ્યું છે. અધ્યયન ચોથુ : તે પ્રત્યાઘાત ક્રિયા નામે છે. પરચખાનની આવશ્યકતા વિષે કહ્યું છે. પચ્ચખાન ન કરે તો પણ હિંસાનુ પાપબંધ થાય છે. અધ્યયન પાંચમું : અનાચાર સુતં નામે છે. તેમાં અનાચાર શું છે તે સમજાવ્યું છે. શું બોલવું, શું માનવુ અને આચાર વિષે કહ્યું છે. અનાચારનો ત્યાગ કરવો જોઈએ, ભગવાને બતાવેલ માર્ગે વર્તવાનો સાધુઓને ઉપદેશ આપ્યો છે. અધ્યયન છઠ્ઠું : આનું નામ અઈજ્જ છે. આમાં આર્દ્રકુમાર અને ગોશાલક વચ્ચેનો વાર્તાલાપ છે, બૌદ્ધ સાધુઓ વેદાંતીકો, હસ્તિતાપસો આદિની માન્યતાઓ જાણવા મળે છે. અધ્યયન સાતમું : તે નાલંદા નામે છે. રાજગૃહનામે શ્રુદ્ધિવાન અને સમૃદ્ધ શહેરની બહાર નાલંદા નામે ઉપનગર હતું. તેમાં લેપ નામે શ્રીમંત શ્રમણોપાસક ગ્રહસ્થ રહેતો હતો. તે જીવ અને અજીવને જાણતો હતો. નાલંદાના ઈશાન કોણમાં સેસદવિયા નામે ઉદકશાળા હતી. ત્યાંના રહેવાના પ્રદેશમાં ભગવાન ગૌતમ આવ્યા હતા. તેજ પ્રદેશમાં ભગવાન પાર્શ્વનાથના ગચ્છના અનુયાયી પેઢાલપુત્ર નિગ્રંથ આવી ચઢયા, તેમનો ગૌતમસ્વામી સાથે વાર્તાલાભ થયો. ભગવાન મહાવીર આરામ પ્રદેશમાં બીરાજેલા હતા. જ્યારે ઉદક પેઢાલપુત્રે ચાતુર્યામવાળા ધર્મમાંથી પ્રતિક્રમણ સાથેના પંથમહાવ્રતવાળા ધર્મમાં દાખલ થવા વિનવ્યું, ત્યારે ગૌતમસ્વામી, પેઢાલપુત્રને સાથે લઈ ભગવાન મહાવીર પાસે ગયા. પછી પેઢાલપુત્રે ભગવાન મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરી. વંદન કરી પંચમહાવ્રતવાળા પ્રતિક્રમણ સાથેના ધર્મમાં દાખલ કરવા વિનવ્યું. તરતજ શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું : હે દેવાનુ પ્રિય ! તને જેમ સુખ થાય Four

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 184