________________
૧૦૪
સૂત્ર સંવેદનાઆરોગે છે તેમ વિવેકપૂર્વકની બુદ્ધિના બળે શ્રાવકે જગતવર્તી સર્વભાવોમાંથી આત્મા માટે ઉપકારી, હિતકારી અને સુખકારી ભાવોને જુદા કરી, તેને સ્વીકારવા જોઈએ અને અહિતકારી, અનુપકારી કે, દુઃખકારી ભાવોનો ત્યાગ કરવો જોઈએ.
વિવેકગુણને કેળવવામાં આવે તો ભૌતિક ક્ષેત્રે તો સફળતા મળે છે, પરંતુ આત્માનું અનંત સુખ પણ વિવેકથી જ પ્રાપ્ત થાય છે. વિવેકના અભાવમાં સર્વત્ર અસફળતા અને અનંતા દુઃખનું ભાજન થવું પડે છે. વળી, જડ અને ચેતન, શરીર અને આત્મા જેવા અભેદભાવે અનુભવાતાં પદાર્થોનો વિવેક કર્યા વિના સાધનાનાં ઉત્તુંગ શિખરો સર કરી શકાતા નથી.
આ જ કારણથી ભવિષ્યમાં સુખપ્રાપ્તિની ઇચ્છા ધરાવતા શ્રાવકોને સક્ઝાયકાર કહે છે કે, “તમો વિવેકપૂર્વક સર્વ પ્રવૃત્તિ કરો. કોઈપણ કાર્ય કરતાં પહેલાં તમે કઈ ભૂમિકા ધરાવો છો ? તમારા ગુરુ કોણ છે? તમારો ધર્મ કયો છે? તમારું કુળ કયું છે? તમારું લક્ષ્ય શું છે ? જૈન તરીકે તમારા માટે ભક્ષ્ય શું? અભક્ષ્ય શું? પેય શું ? અપેય શું? કર્તવ્ય શું-અકર્તવ્ય શું ? ઉચિત શું-અનુચિત શું? તે સર્વનો વિચાર કરી જે ઉચિત હોય તે જ આચરો અને જે અનુચિત હોય તેનો ત્યાગ કરો.
આ વિવેક માત્ર બાહ્ય વ્યવહારમાં નહિ, પરંતુ અંતરંગ ભાવોમાં ખાસ કેળવો. તમે જેને પોતાનાં માનો છો તે પુત્ર-પરિવાર કે, ધન-સંપત્તિ સંબંધી પણ વિચારો કે, વાસ્તવમાં તે તમારાં છે ? નિત્ય છે કે અનિત્ય છે ? “કર્મના કારણે થયેલા આ સંબંધો પોતાના પણ નથી અને નિત્ય પણ નથી'. જ્ઞાની ભગવંતોએ કહેલી આ વાતને વિવેકપૂર્વક વિચારી સ્વીકારો.
માત્ર બાહ્ય સંબંધોમાં નહિપરંતુ જે શરીરમાં તમે અભેદ બુદ્ધિ ધારણ કરી છે, શરીર જ હું છું તેમ માની બેઠા છો ત્યાં પણ વિચારો, આ શરીર તે હું છું કે આ શરીરથી ભિન્ન આત્મા તે હું છું? આ અંગે શાંતિથી વિચારશો, તો જરૂર ખ્યાલ આવશે કે, મરતી વખતે જેને મૂકીને જવાનું છે અને પાછળથી સ્વજનો જેને સ્મશાને જઈ બાળવાના જ છે, તે શરીર એ હું નથી, હું તેનાથી ભિન્ન છું.
આ રીતે સર્વત્ર વિવેકપૂર્વક વિચારણા કરશો તો તમારા કષાયો પર સંયમ રાખી શકશો, ઉપશમભાવ તમને પ્રાપ્ત થશે અને જરૂર એક દિવસ તમે આત્મકલ્યાણના માર્ગે આગળ વધી શકશો.”
અહીં એટલું ધ્યાનમાં રાખવું કે, શ્રાવકે આત્માને કેન્દ્રમાં રાખી પોતાની